ધોળાવીરાનો પ્રવાસ
ધોળાવીરાનો પ્રવાસ
જમીનની અંદર ધરબાઈ ગયેલ એક પ્રાચીન નગર એટલે ધોળાવીરા.જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ ધોળાવીરા નગર જોવા માટે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સ્પેશિયલ ધોળાવીરા આવેલા. આપણે પણ ધોળાવીરા ફરજિયાત જોવું જોઈએ. અત્યંત સુંદર અને જોવાલાયક સ્થળ છે પરંતુ
શૈક્ષણિક દ્રષ્ટિકોણથી.
ધોળાવીરા એક સુઆયોજિત નગર તરીકે રૂપરેખાંકિત હતું, જે ત્રણ વિભાગો નું બનેલું છે. જેના નામ છે, રાજગઢ (કિલ્લો અને કિલ્લે બંધી), મધ્ય નગર અને નીચલા નગર, શરૂઆત માં લગભગ ૩૦૦૦ ઇ.સ. પૂર્વે માં કિલ્લે બંધી વાળું નાના નગરની વસાહત હતી, જેનો સંપૂર્ણ વિકાસ ૨૬૦૦ ઇ.સ. પૂર્વે માં થયો. નગર નો વિસ્તાર ૭૭૧.૧૦ મીટર (પૂ.-૫), ૬૧૬.૮૫ મીટર (ઉ.દ.) છે, જે કિલ્લે બંધી થી ધેરાયેલું છે. નિચલા નગર ને છોડી પ્રત્યેક પ્રભાગ ના પોતાના અલગ અલગ દુર્ગ પણ હતા. રાજગઢ તથા મધ્ય નગર ના વચ્ચે એ વિશાળ સમારોહ મૈદાન (૨૮૩ ૪ ૪૭.૫ મીટર) સ્થિત છે. ગઢ ના પૂર્વ તથા દક્ષિણ મા જળાશય સ્થિત છે. કુલ મળીને ૧૭ દ્વારો ના અવશેષ મળી આવેલ છે. જેમાંથી રાજગઢ નો ઉત્તર અને પૂર્વી દ્વાર સૌથી વિસ્તૃત છે. જેના નિર્માણમાં ચુના- પથ્થરનો ઉપયોગ થયેલ છે. કબ્રસ્તાન, જે વસ્તી ના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે અને સામાન્ય કિલ્લેબંધીની બહાર છે. દરેક સમાધી સ્થળ કંકાલ અને અવશેષો રહીત છે.જેના નિર્માણમાં પથ્થરના મોટા ખંડોનો ઉપયોગ થયો હતો તથા દફન ચેંમ્બરોને ખડક કાપીને બનાવેલ હતી.
આ નગરને જોતા ખ્યાલ આવે છે કે આજથી 5000 વર્ષ પહેલાં કેટલી સુંદર નગર વ્યવસ્થા હતી. પાણીના એક એક બુંદને બચાવવા માટે તે સમયના માણસો કેટલી મહેનત કરતા હતા. લૉક વાળી ગટર વ્યવસ્થા છે.પાણી શુદ્ધ કરવાના કુંડ છે.ચારે બાજુ રણ છે.વચ્ચે ખડિર ટાપુ છે જેના ઉપર ધોળાવીરા વસેલું હતું.ખોદકામ કરીને એનો લગભગ ૨૦ ટકા ભાગ બહાર કાઢવામાં આવ્યો
છે.હજુ ૮૦ % ભાગ અંદર ધરબાયેલો છે.જો તમારામાં શૈક્ષણિક દ્રષ્ટિકોણ હોય તો તમારે ધોળાવીરા જોવા માટે જવું જ જોઈએ.ધોળાવીરાથી થોડે નજીકમાં ખદીરબેટ પર જ એક ફોસીલ પાર્ક આવેલો છે.ફોસીલ પાર્કનો અર્થ એવો થાય કે જુના જીવસૃષ્ટિના અવશેષોનો બનેલો પાર્ક. આ પાર્ક નાનો જ છે.આ પાર્કમાં એક જૂનું પુરાણું ઝાડ પડેલું છે જે આશરે 15 કરોડ વર્ષ જૂનું છે.જોઈને ખબર પડી જાય છે કે આ ઝાડ છે પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો એ પથ્થર જેવું પણ લાગે છે.એનો અર્થ એવો થયો કે 15 કરોડ વર્ષની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં આ ઝાડ પથ્થર જેવું બની ગયું છે પરંતુ જોવાલાયક. આજે આપણે જે સૃષ્ટિ જોઈએ છીએ એ કરોડો વર્ષોના પરિવર્તનના પ્રતાપે સર્જાયેલી સૃષ્ટિ છે.આવા સ્થળો જોવાથી આપણો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમજ જિજ્ઞાસા વૃત્તિ જાગૃત બને છે. શાળાઓમાં જે કંઈ આપણે ભણીએ છીએ તે અહીંયા અનુભૂત થાય છે.બાળકો માટે આ બે સ્થળો જોવા અત્યંત મહત્વના ગણાય.
કર્દમ મોદી,
પાટણ.
Mob.8238058094
Comments
Post a Comment