તુલસીદાસ જુનિયર
આજકાલ કેટલી ફિલ્મો એવી આવે છે કે જેના નામ પરથી કશું સમજી જ શકાતું નથી કે આ ફિલ્મોમાં શું હશે એવી જ એક ફિલ્મનું નામ હતું તુલસીદાસ જુનિયર.આ નામ સાંભળીને થયું કે આ ફિલ્મોમાં કેવી સ્ટોરી હશે? પરંતુ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે એક નવા જ પ્રકારની સ્ટોરીનો પરિચય થયો.મારી દ્રષ્ટિએ આ ફિલ્મ તમામ બાળકોએ ફરજિયાત જેવી જોઈએ અને તમામ શાળાઓએ આ ફિલ્મ ફરજિયાત બતાવી જોઈએ. કારણ કે નાના બાળકો મોટીવેટ કરવા માટેની આ એક સુંદર સ્ટોરી છે.નાના બાળકો આ ફિલ્મમાંથી ઘણી પ્રેરણા લઈ શકે એમ છે.આપણે ઘણી વખત બાળકોને વાંચવા બેસ,વધારે મહેનત કર એવું કહીએ છીએ પરંતુ બાળકો ઉપર કશી અસર થતી નથી પરંતુ મને લાગે છે કે આ બાળકોને જો તુલસીદાસ જુનિયર ફિલ્મ બતાવવામાં આવે તો એમને ચોક્કસ સારી અસર થશે.
વળી ફિલ્મ એ એક અસરકારક માધ્યમ પણ છે આથી તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને જુનિયર તુલસીદાસ ફિલ્મ બતાવવી જુનિયર તુલસીદાસ એ એ બાળકોના મોટીવેશન માટેની એક સ્વચ્છ કહી શકાય તેવી ફિલ્મ છે એક બાળક પોતાના પિતાની બિલિયર્ડમાં હાર જોઈ શકતો નથી આથી તે મનોમન સંકલ્પ કરીને પોતે નાની ઉંમરનો હોવા છતાં પણ ખેલાડી બને છે.નાની ઉંમરનો હોવા છતાં પણ તે બિલિયર્ડના માંધાતાને કેવી રીતે હરાવે છે એની ખૂબ જ સુંદર વાર્તાની સરસ રીતે ગુંથણી કરવામાં આવી છે.ફિલ્મ જાણેકે એક શ્વાસે પૂરી થઈ જાય છે.આપ સૌને નમ્ર વિનંતી છે કે આપનl આ ફિલ્મ જરૂર જુઓ અને આપના બાળકોને જરૂર બતાવો.
લેખક
કર્દમ ર. મોદી,
M.SC.,M.Ed.
પાટણ.
8238058094
Comments
Post a Comment