શોપિંગ મોલ
શોપિંગ મોલ વિરોધી લેખ
આજકાલ આપણી પ્રજાને શોપિંગ મોલમાંથી વસ્તુઓ ખરીદવાનો ચસ્કો લાગ્યો છે.આજે જે વસ્તુ તમે શોપિંગ મોલમાંથી ખરીદો છો એ તમામ વસ્તુઓ ભૂતકાળમાં 10 જુદી જુદી દુકાનમાંથી ખરીદતા હતા અને એ તમામ દશે દુકાનવાળાઓ જોડે આપણો એક સંબંધ રહેતો હતો. આજે આ દશે દુકાને જવાનું આપણે બંધ કરી દીધું છે અને એક જ શોપિંગ મોલમાંથી બધી વસ્તુઓ ખરીદવા માંડ્યા છીએ પરંતુ સાથે સાથે જોવાની વાત એ છે કે આ શોપિંગ મોલવાળો તો આપણને ઓળખતો પણ નથી અને આપણા બધા પૈસા ઉસેડી જાય છે.
જરા વિચારીએ કે દુકાનો અને શોપિંગ મોલમાં શું ફરક હોય છે?જો ભાવતાલની વાત કરો તો અન્ય દુકાનો અને શોપિંગ મોલના ભાવ લગભગ સરખા હોય છે.ક્યારેક મોલમાં પાંચ રૂપિયા ઓછા હોય છે તો બીજી વસ્તુમાં પાંચ રૂપિયા ઓછા હોય છે અને તમે દરેક વસ્તુનો ભાવ ટેલી કરી શકતા નથી બીજું તમે જે તે દુકાનમાંથી જ્યારે વસ્તુ ખરીદો છો ત્યારે તમે તમારી જોઈતી વસ્તુ જ ખરીદો છો જ્યારે શોપિંગ મોલમાં તમે તમારી ન જોઈતી પાંચ વસ્તુઓ પણ ખરીદીને આવો છો.આથી જે તે વસ્તુઓમાં શોપિંગ મોલ વાળો તમને પાંચ રૂપિયાનો ફાયદો જરૂર કરી આપે છે પરંતુ તમે પાંચ વધારે વસ્તુ ખરીદી અને તમારા ઘરમાંથી બિનજરૂરી રીતે બે-ત્રણ હજાર રૂપિયા ઓછા કરીને આવો છો એની તમે કોઈ પ્રકારની નોંધ લેતા નથી.
ખરેખર આ મામલો ગંભીર છે.મોલ વાળો તમામ દુકાનોનો નફો ઉસેડીને ચાલ્યો જાય.આથી એના સુખમાં કોઈ ફેર પડવાનો નથી જ્યારે એની સામે નાની નાની દુકાન વાળા કરુણ હાલતમાં મુકાઈ જતા હોય છે.જો આપણે પહેલા આ નાની દુકાનોથી બધી જ વસ્તુ ખરીદતા હતા અને આપણને કોઈ જ વાંધો નહોતો આવતો તો પછી હવે દુકાનમાંથી ખરીદવામાં શું વાંધો છે?
ખરેખર શોપિંગ મોલમાં જવું એમાં કોઈ પ્રકારનું ડહાપણ નથી.ત્યાં અત્યંત વધારે પડતો પ્રકાશ હોય કે એસી હોય એના લીધે શોપિંગ મોલમાં જવાથી વસ્તુઓ વધારે સારી બની જતી નથી અને જો તમે એવું માનતા હોય કે શોપિંગ મોલમાં જવાથી તમારું સ્ટેટસ વધી જાય છે તો તમે લગભગ મૂર્ખ વ્યક્તિની કેટેગરીમાં આવો છો. આથી ખરેખર શોપિંગ મોલ વાળાઓને માળીએ મૂકીને નાની નાની દુકાનોમાં જવાનું શરૂ કરો એનાથી તમારા પૈસા પણ બચશે અને નાની-નાની દુકાનો વાળાને કમાવાનું પણ મળશે અને થોડા માનવીય સંબંધો પણ વધશે.
ધારો કે એક શોપિંગ મોલ છે માર્ટ. આપણે બધા એક સાથે માર્ટમાં શોપિંગ કરવા તૂટી પડ્યા અને આખી કાર કે રીક્ષા ભરીને માર્ટમાંથી શોપિંગ કર્યું અને એમાં આપણે ગૌરવ અનુભવ્યું પણ પરિણામ શું આવ્યું કે માર્ટનો માલિક ભારતમાં ધનવાન બની ગયો જ્યારે આપણે તો એને ઓળખતા પણ નથી.આવી રીતે એક જ માણસને સમગ્ર ભારતમાં ધનવાન બનાવી નાખો અને એની સામે આપણા જ ભાઈબંધો એવા નાના નાના વેપારીઓ ઘરાકો માટે વલખા મારતા હોય તો એ કદાચ આપણી જ ગેર સમજણ છે.
લેખક
કર્દમ મોદી,
M.SC.,M.Ed.
પાટણ.
8238058094
1
Comments
Post a Comment