સહજાનંદ બુક ટ્રસ્ટ ભુજ

 માત્ર પુસ્તક પ્રેમીઓ માટેનો લેખ


આજકાલ તો કોઈને પુસ્તક વાંચવાનું કહેવું એ પણ એક પડકાર જનક કામ થઈ ગયું છે.એવા સમયમાં હું પુસ્તક ખરીદવા વિશે આજે વાત કરવા જઈ રહ્યો છું.પુસ્તકો વાંચવા વાળા ઓછા થઈ ગયા છે એની સામે પુસ્તકોના ભાવ અત્યંત વધી ગયા છે જેનો લીધે આજે ઝડપથી કોઈ પુસ્તક ખરીદવાની હિંમત કરી શકતું નથી.જેનો એક ઉકેલ છે.જે અહી રજુ કરું છું.


ભુજમાં એક સંસ્થા એવી છે કે જે આજના સમયે પણ જે તે પુસ્તક લગભગ 50 ,60 કે 70 ટકા કિંમતમાં વેચી રહી છે.સંસ્થાનું નામ છે સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ આ સંસ્થાની અંદર લગભગ તમામ પુસ્તકો ઓછી કિંમતે મળે છે.તમે ત્યાં જઈને પુસ્તકો ખરીદી શકો છો અથવા પાર્સલ દ્વારા પણ મંગાવી શકો છો.જેનો ફોન નંબર હું અત્યારે લખી રહ્યો છું(ભુજ 98252 27509) જો આપને વધારે જથ્થામાં પુસ્તકો જોઈતા હોય તો આપ આ નંબર પર સંપર્ક કરીને આગળની કાર્યવાહી કરી શકો છો.આ વખતે હું પોતે આ સંસ્થામાંથી ૩૭૦૦ રૂપિયાના પુસ્તકો ૨૧૦૦ રૂપિયામાં લાવ્યો.ભૂતકાળમાં આ સંસ્થામાંથી મેં ખૂબ પુસ્તકો ખરીદ્યા છે.આમ પુસ્તક પ્રેમીઓ અને પુસ્તક રાખવા માંગતા લોકો માટે આ એક અત્યંત ઉત્તમ સંસ્થા સાબિત થાય છે.

કર્દમ મોદી,

પાટણ.

Mob.8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા