અમર ચિત્રકથા

 

થોડા વખત પૂર્વે આપણે બધાએ હોલિવૂડની ફિલ્મોને પણ ભૂલવાડી દે તેવી એક મહાન સાઉથની ફિલ્મ જોઈ એનું નામ હતું બાહુબલી.કદાચ આ એવી પ્રથમ ફિલ્મ હતી કે જેના ભાગનો ઉત્કટતા પૂર્વક ઇંતજાર કરવામાં આવ્યો અને આપણા ઇન્તેજાર પ્રમાણે ફિલ્મોના નિર્માતાઓ સફળ પણ રહ્યા.ખરેખર બાહુબલી એ એક મહાન ફિલ્મ ગણી શકાય પરંતુ એમાં ઊંડાણપૂર્વક વિચારતા કેટલીક નવી બાબતો જાણવા મળે છે કે બાહુબલી ફિલ્મના દિગ્દર્શક શ્રી એસએસ રાજામૌલીના ઘણા બધા ઇન્ટરવ્યૂ વાંચ્યા તો તમામ ઇન્ટરવ્યૂમાં એક બાબત સામાન્ય હતી કે તેમણે કહ્યું કે હું નાનો હતો ત્યારે અમરચિત્ર કથાઓની ચોપડીઓ ખૂબ વાંચતો.ત્યારથી જ મારા મનમાં અમરચિત્ર કથાઓ વસી ગઈ હતી.એ અમરચિત્ર કથાઓનું ફિલ્મી સ્વરૂપ એટલે બાહુબલી ફિલ્મ.

હવે જોવાની વાત એ છે કે આ અમર ચિત્ર કથા છે શું?તો અમરચિત્ર કથા બાળકો માટેના પુસ્તકોની એક સિરીઝ છે.ભારતીય સંસ્કૃતિ આધારિત કથાનકોની વાર્તાઓને બાળકો સમજે એવી સીધી સાદી ભાષામાં કોમિક્સ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે.આ વાર્તાઓમાં દુર્ગાની કથા,જાતક કથાઓ,હનુમાન કથા,સૂરદાસ,વિષ્ણુ કાલિદાસ,ઉર્વશી,નારદ,અંગુલી માલ, તેનાલીરામન, અર્જુન,ભીમ અને હનુમાન કુંભકર્ણ,વિક્રમ વેતાળ,કાલિદાસ આવી આવી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ચોપડીમાં એટલા આકર્ષક ચિત્રો દોરવામાં આવ્યા છે કે ચિત્રો જોતા બાળકો ગેલમાં આવી જાય છે અને લગભગ ફિલ્મ જોતા હોય એવો અનુભવ થાય.

આ એક ચોપડી વાંચતા કોઈપણ બાળકને અડધો કલાકથી વધારે સમય ન થઈ શકે જો તમે બાળકને અઠવાડિયામાં આવી એક ચોપડી વંચાવો તો પણ આખી સિરીઝ બાળકો આરામથી પૂરી કરી નાખશે.મૂળ વાત એ છે કે આ તમામ ચોપડીઓ વાંચવાથી બાળકોને ભારતીય સંસ્કૃતિ આધારિત તમામ કથાનોકોનો ખ્યાલ આવી જાય છે અને આ જ તમામ કથાનકો ભવિષ્યમાં જુદા જુદા સ્તરે ભણવામાં પણ આવે જ છે.આજની પરિસ્થિતિ એ છે કે આપણા મોટી ઉંમરના બાળકોને પણ માલવિકા ગ્નિમિત્રમ, રામાયણ કે મહાભારત વિશે કશી જ ખબર નથી.આમ માત્ર અમરચિત્ર કથાની સિરીઝ વાંચવાથી રાજામૌલીને જો બાહુબલી નામની ફિલ્મ બનાવી શકતો હોય તો એનો સીધો અર્થ એ નીકળે છે કે આપણે આપણા બાળકોને અમરચિત્ર કથાઓ જરૂર વંચાવવી જોઈએ.

લેખક
કર્દમ મોદી,
M.SC.,M.Ed.
પાટણ.
8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા