Posts

Showing posts from 2020

શોખ કોને કહેવાય? હરદીપ

Image
 ગઈકાલે હું મારા મિત્ર હરદીપના ઘેર ગયો હતો. હરદીપ વાંસદામાં રહે છે(જીલ્લો નવસારી). વેપારી પણ છે અને ફેક્ટરી પણ ચલાવે છે. પરંતુ તેને સંગીતનો ખૂબ જ શોખ છે. હરદીપ મુકેશ અને કિશોરના વોઇસ માં ખૂબ સારા ગીતો ગાઈ શકે છે.તે ખૂબ સારું એકોર્ડિયન પણ વગાડી શકે છે.તેને જુનિયર જય કિશનનો ખિતાબ પણ મળેલો છે.વાંસદા એ મહાન સંગીતકાર જયકિશનનું વતન છે. જય કિશન એટલે આપણા મહાન સંગીતકારો શંકર જયકિશન વાળી બેલડી. તેણે પોતાના સંગીતના શોખને પોષવા માટે પોતાના ઘરના ઉપલા માળ પર લગભગ એક સંગીતનો સ્ટુડિયો બનાવેલ છે. આ સ્ટુડિયો બનાવવા માટે તેણે સમગ્ર રૂમને સાઉન્ડ પ્રૂફ કરેલો છે .એની અંદર સંગીતના વિવિધ પ્રકારના સાધનો ગોઠવેલા છે.આજકાલ ગાવા માટે કરાઓકે સંગીત નું ચલણ છે. એટલે કરાઓકે પ્રકારના ગીતો ગાવા માટે તમામ પ્રકારના જરૂરી સાધનો વસાવેલા છે. આ ઉપરાંત તેણે કેસીઓ,એકોર્ડિયન અને સેક્સોફોન પણ વસાવેલા છે. જ્યારે પણ તે નવરો પડે ત્યારે તે પોતાના સંગીત ખંડમાં સંગીતની સાધના કરવા માટે પહોંચી જાય છે ને પોતાની મસ્તીમાં ડૂબી જાય છે. ખરેખર હરદીપને જોઈને વિચાર આવે છે કે માણસે પોતાના શોખને પોષવા માટે કંઈ પણ કરવું જોઈએ. જો માણસ પોતાના શો...

જાપાનીઝની શિસ્ત

Image
 .....ત્યારે હું દેડીયાપાડા નોકરી કરતો હતો. ડેડીયાપાડાની સ્કૂલ ખ્રિસ્તી મિશનરી હતી અને આ મિશનરીનો જાપાનની કોઈ સંસ્થા જોડે સંપર્ક હતો.એટલે દર બે વર્ષે જાપાનના વિદ્યાર્થીઓ ડેડીયાપાડા અમારી સંસ્થામાં મુલાકાત માટે આવતા હતા. તે દરમિયાન તેઓ આ વિસ્તારમાં ફરતા અને ડેડીયાપાડા વિસ્તારની આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ પણ કરતા હતા. તે કાર્યક્રમના ભાગરૂપે અમારી શાળાની અંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમ  રાખવામાં આવ્યો હતો.એ દરમિયાન ચાલુ કાર્યક્રમે એક જાપાનીઝ વિદ્યાર્થીએ મને કહ્યું કે મારે મેક વોટર (પેશાબ)માટે જવું છે. તો મને મૂતરડી બાજુ લઈ જાવ. એટલે હું તેને શાળાની યુરીનલ બાજુ લઈ ગયો.પરંતુ તે દિવસે રવિવાર હોવાથી શાળાની યુરીનલને તાળું મારેલું હતું.તેની ચાવી ઓફિસમાં હતી અને ઓફિસ પણ બંધ હતી. આથી યુરીનલ ખૂલવી શક્ય નહોતી. એટલે મેં તે વિદ્યાર્થીને કહ્યું કે બહાર ખુલ્લામાં પેશાબ કરી લેવો.પરંતુ તે વિદ્યાર્થીએ એવું કરવાની ના પાડી.  હવે હકીકતમાં શાળાની પાછળ ખેતર હતું અને તદ્દન ખુલ્લી જમીન હતી. એટલે એવું કરવામાં આપણી દ્રષ્ટિએ કોઈ પ્રકારનો વાંધો નહોતો. પરંતુ તે વિદ્યાર્થીએ કહ્યું કે હું ખુલ્લામાં જઈ શકું નહ...

લેખન સંસ્કૃતિનો વિકાસ

Image
 લેખન સંસ્કૃતિનો વિકાસ: આપણે ત્યાં લખવાની સંસ્કૃતિનો કોઈ પ્રકારનો વિકાસ થયો નથી .આપણે ત્યાં બોલવાનો રિવાજ વધારે હોય છે . આપણને જાતજાતના વિચા નવરો આવે છે પરંતુ આપણે હંમેશા તે બોલવાનું પસંદ કરીએ છીએ .પરંતુ લખવાનું પસંદ કરતા નથી. આમાં તકલીફ એ છે કે બોલાયેલું કોઈ જગ્યાએ નોંધાતું નથી .આથી તમારો વિચાર ગમે તેટલો શક્તિશાળી કે લોક ઉપયોગી હોય પરંતુ તેનો કશો અર્થ રહેતો નથી .કારણ કે સાંભળવાવાળા લગભગ લખતા હોતા નથી. એ લોકો સાંભળી ને ઘેર ચાલ્યા જતા હોય છે. એના બદલે આપણે બોલતા પહેલા કે બોલતા પછી જો લખવાનો વિકલ્પ પસંદ કરીએ તો આપણા વિચારોનું ડોક્યુમેન્ટેશન થઈ શકે અને આ વિચારો ભવિષ્યમાં પણ આપણે ઉપયોગમાં લઇ શકીએ અથવા બીજો વ્યક્તિ પણ આ વિચારો નો ઉપયોગ કરી શકે. આથી લખવાનું ઘણું મોટું મહત્વ છે પરંતુ આપણે આ વાત ઝડપથી સમજી શકતા નથી. અગાઉ તો પત્રોનો જમાનો હતો .એટલે આપણે પત્રો લખતા હતા .એટલે આપણો લેખન શૈલી સાથે થોડો ઘણો પણ સંપર્ક રહેતો હતો અને સામાન્યમાં સામાન્ય માણસ પણ એક નાનો સાહિત્યકાર બની જતો હતો .કારણ કે મનની લાગણીઓને લખવા માટે પત્ર સિવાય આપણી પાસે બીજો કોઇ પ્રકારનો રસ્તો નહોતો . આજે તો એવો સમય આવ્યો છે...

ગાંધી-વામનમાંથી વિરાટ

Image
 આજના સમયમાં કોઈને એવું લાગે કે ગાંધીજીના વિચારોની કોઈ જરૂર નથી. ઘણા લોકોને તો એવું લાગે છે કે મોબાઈલના જમાનામાં કોઈ ની પણ જરૂર નથી. પરંતુ હકીકત એવી નથી મોબાઈલ આવે કે મોબાઈલ પછીની કોઈ વસ્તુ આવે જીવનના મૂળભૂત નિયમો ક્યારેય બદલાયા નથી અને બદલાવાના નથી .આજથી ૧૦૦૦ વર્ષ પછી પણ જીવનના મૂળભૂત નિયમો એના એ જ રહેવાના છે પરંતુ કેટલાક સાધનો અને ટેક્નોલોજીના લીધે તેના પ્રભાવમાં આવી જવાના લીધે તેના પ્રત્યેના મોહને લીધે અને આપણા પોતાના અજ્ઞાનના લીધે આપણે ક્યારેક જીવનના મૂળભૂત નિયમો વિસરી જઈએ છીએ ત્યારે કુદરત કેટલાક માણસોને આ દુનિયામાં મોકલે છે જે આપણને આ નિયમો યાદ કરાવે છે એવા અનેક માણસોમાંથી એક માણસનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીએ આ દુનિયામાં આવીને ખરેખર તો આપણા ઉપર જ ઉપકાર કર્યો છે કારણ કે નાનપણમાં અત્યંત સામાન્ય હોવા છતાં પણ આગળ જતાં તે એટલા બધા જુદા બની ગયા કે આપણને માન્યામાં ન આવે કે આટલી સામાન્ય વ્યક્તિ આટલી બધી મહાન કઈ રીતે બની શકે!  મહાત્મા ગાંધીનું બાળપણ જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આના કરતાં તો બીજા કોઈ પણ બાળકો વધારે સારા ગણાય...

પુસ્તક પ્રેમી પ્રદીપ

Image
 પ્રદીપ નામ છે એનું. દુનિયામાં જેમનાં જીવન પર વાર્તા કહી શકાય એવાં માણસો તો ઘણાં જોયાં, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ન નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જીંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઇ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં, અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઇ જાય એવું જીવન.  પ્રદીપ. રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી. ટૂંકું નાનું સુકું શરીર છે. પીઠ પર ખુંધ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે. અવાજ એકદમ ઝીણો. તીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું) આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને પંદર-સત્તર વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે. સત્તર વરસથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું ...

મહાભારત

 વિશ્વનો  મહા ગ્રંથ  *મહાભારત* વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય,   તો  પણ, તેના માત્ર ૯ સાર-સુત્રો જ,  દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..  -------------------------------- *૧)* સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,  જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો = *કૌરવો* *૨)* તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે. = *કર્ણ* *૩)* સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,  કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે = *અષ્વત્થામા* *૪)* ક્યારેય  કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે =  *ભીષ્મપિતા* *૫)* સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે  સર્વનાશ નોતરે છે = *દુર્યોધન* *૬)* અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને  કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે સવઁનાશ નોંતરશે . = *ધ્રુતરાષ્ટ્ર*...

પપ્પા વિષે

 Read article PAPPA TO CHE NE 👍🏻👍🏻👍🏻 પપ્પા તો છે જ ને ...!! હતા મારા જન્મ પર  બધા ઉત્સાહી ને.., એક ખુણામાં ચુપચાપ ઉભા હતા એ.., અદબ વાળીને, બધાએ માત્ર વહાલ કર્યું  ને જે દવાખાનાના બીલ બાકી હતા તેમાં..., *પપ્પા તો છે જ ને...* પેટ ઘસીને ભાંખોડીયા ભરતા થયો હું,  અથડાયો ઘડાયો, કેટકેટલી વાર હું ઘરમાં, પા પા પગલી ભરતાં  ડર લાગે, પણ... પડીશ તો ચિંતા નહોતી, કેમ કે... *પપ્પા તો છે જ ને...* યાદ છે નિશાળનો  પહેલો દિવસ...  જ્યારે  રડયો હતો હું, પોક મુકીને...  શાળાના દરવાજે,  ડરી ગયો હું..,  આ ચોપડીઓના જંગલમાં, પણ ખબર હતી કે, હાથ પકડનાર... *પપ્પા તો છે જ ને...* સ્લેટ માં લખતો હતો હું જિંદગીના પાઠ રોજ,  ને ભુંસતો  સુધારતો  હું ભુલો,  જો નહીં સુધરે ભુલો,  ને નહીં ઉકલે આંટીઘૂંટી તો એ બધું ઉકેલવા, *પપ્પા તો છે જ ને..* પહેલી સાઇકલ, સ્કૂટર  ને પહેલી ગાડીમાં સ્ટીયરિંગ પકડીને  જોડે દોડ્યા હતા એ,  જો લપસી જઈશ હું  આ જિંદગીના રસ્તાઓ પર ક્યાંક તો..., હાથ પકડવા  *પપ્પા તો છે જ ને...* *તું ભણ ને બાકી હું...

કિડની કેસ 2

 જ્યારે એક યુવાન તરવરાટ ધરાવતી અને ઉચ્ચ શિક્ષિત યુવતીનું યુરિન લીકનું ખોટું નિદાન થયું અને મેં કેવી રીતે ઉકેલ શોધ્યો તે જાણો. એક શિક્ષિત અને આઈટી પ્રોફેશનલ એવી મહિલા પોતાની કેટલીક ફરિયાદો સાથે અમદાવાદથી મારી પાસે આવી.તે પોતાની કેટલીક બીમારીની સારવાર માટે ભારત આવી હતી. તેણે કેટલાક નિષ્ણાતો નો સંપર્ક કર્યો હતો.પરંતુ તેમાંથી કોઈએ એને સાજી ન કરી. એને લાંબા સમયથી urine leakage નો પ્રશ્ન હતો અને આંતરડાનો પણ પ્રશ્ન હતો.સમગ્ર રીતે જોતાં મળમૂત્ર બંનેના લીકેજનો પ્રશ્નો હતો.એના પેઢામાં દુખાવો ચાલુ અને બંધ થતો હતો અને મૂત્રાશયમાં એટલે કે બ્લેડરમાં પણ થોડી તકલીફ હતી.તે પોતાના દેશમાં પોતાના ગાયનેકને મળી હતી.પરંતુ કશો ફાયદો થયો ન હતો.ઘણો સમય હેરાન  થયા પછી આખરે તેણે ભારતમાં આવવાનો નિર્ણય કર્યો એટલે તે બહેન અમદાવાદ તેમના સંબંધીને ત્યાં આવ્યા કે માર્ગદર્શન માટે કોને મળવું અને ચોક્કસ નામ હતું નહીં એટલે સૌપ્રથમ અમદાવાદમાં પોતાના ગાયનેક ને મળવાનું નક્કી કર્યું. થોડી મુલાકાત પછી ગાયને કે યુરોલોજિસ્ટને બતાવવાનું સૂચન કર્યું. સૌ પ્રથમ તેઓ અમદાવાદના એક જાણીતા યુરોલોજિસ્ટ પાસે ગયા યુરોલોજિસ્ટે તે...

કિડની કેસ ૧

એક મેડિકલ કેસની હિસ્ટ્રી ડૉ. સુબોધ કામ્બલે(M.S.), આંતરરાષ્ટ્રીય કિડની સ્પેશ્યાલિસ્ટ, બ્રિટન  અનુવાદ  કર્દમભાઇ મોદી (M.Sc.) પાટણ લૉક ડાઉન દરમિયાન મેં ઘણી ઈમરજન્સી કરી છે.કેટલીક હોસ્પિટલમાં અને કેટલાક દૂર-દૂરના દર્દીઓ માટે ફોનથી. એમાં કેટલાક મિત્રો હતા અને કેટલાક અજાણ્યા દર્દીઓ.જોકે મેં એ કદી વિચાર્યું નહોતું કે મારે મારા સગા સબંધીની સારવાર કરવાની આવશે.૨૬ એપ્રિલે સવારે 10:00 મારા ફોનમાં રીંગ આવી. મારા પિતાનો ફોન હતો. પિતાના ફોનથી મારા હૃદયના ધબકારા વધી ગયા. હું ચિંતામાં પડી ગયો.જો કે તેમણે પહેલાં જ મને કહી દીધું કે તેમની તબિયત સારી છે. પરંતુ બાંદ્રામાં રહેતા અમારા એક સંબંધી ની મદદ માટે એમણે ફોન કર્યો હતો. એમની પાસે મારો નંબર નહોતો એટલે એમણે મારા પિતા દ્વારા ફોન કરાવ્યો હતો. એ અંકલને મૂત્રનલિકામાં( uterine colic) દુખાવો હતો અને વધારે દુખતું હતું. મેં મારા પિતાને ખાતરી આપી કે હું અંકલ ને સીધો જ ફોન કરું છું અને   જોઉં કે એમને ખરેખર શું તકલીફ છે અને દૂર બેઠાબેઠા મારાથી થાય એટલી મદદ કરીશ. અગાઉ શ્રીમતી પાટીલ કે જેમની મેં દૂરથી સારવાર કરી હતી અને જેમના કેસમાં અગાઉથી કશું ક...

બુટ હાઉસ

 ઓફિસે પહેરીને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા, ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો...જેમ એક મઘ્યમવર્ગની દશા એક સાંધે અને તેર તૂટે એવી જ દશા મારા બુટની હતી.... કોઈ દર્દીની સારવાર કરી ડોક્ટર અંતે થાકીને કહે...કે દર્દી લાબું નહીં જીવે...ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી.. તેમ મારા મોચીએ કીધું સાહેબ...નવા બુટ ખરીદી લ્યો...ઘણો ક્સ કાઢ્યો...હવે ખર્ચ આ બુટ પાછળ કરવા જેવો નથી. આજે રવિવાર હોવાથી...મેં મારા બુટ  ચમ્પલના સ્ટેન્ડની સાફ સફાઈના બહાને ઘરના સભ્યોના ચપ્પલ-બુટની વર્તમાન દશા શું છે એ જોવા પ્રયત્ન કર્યો... મારા નસીબ સારા હતા..ઘરની વ્યક્તિઓ સમજુ હતી...સામેથી કોઈપણ પ્રકારની માંગણી તેઓ કરતા નહીં..એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી. મારો પગાર પણ સારો, બચત પણ સારી....પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ ધીરે ધીરે આદત બનતી જાય છે...બુટ ચમ્પલનું સ્ટેન્ડ...ઘરના દરેક સભ્યના નવા બુટ ચમ્પલ લેવાનું મને કહેતું હતું.... મેં કાવ્યાને બુમ મારી બોલાવી કીધું...આ તારા ચંમ્પલ અને બાળકોના બુટ...તમને એમ નથ...

ફુઈ નું ફુયારું' - ઝવેરચંદ મેઘાણી

- ઝવેરચંદ મેઘાણીઝવેરચંદ મેઘાણીની આ હ્રદયસ્પર્શી વાર્તા Bhikhesh Bhattએ વોટ્સ એપ પર શેર કરી અને હું અહીં મિત્રો સાથે શેર કરી રહ્યો છું. ફેસબુક પર લડાઈ-ઝઘડા કરવાને બદલે રોજ આવી કશીક સંવેદનશીલ વાતો શેર કરીએ તો કેવું સારું? ------- 'ફુઈ નું ફુયારું' - ઝવેરચંદ મેઘાણી ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયો. અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી: “બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું.” મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો; પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો. “આ લેણિયાત ક્યાંથી આવી?” એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેને આઘેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુ:ખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈએ પણ મોંમાથી ‘આવો’ એટલું ન કહ્યું. નેવાં ઝાલીને...

ઊંઘ

 "ઊંઘ"              મોટાં મોટાં બંગલાવાળા શેઠોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તું વેંચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો, " ઊંઘ લેવી..... ઊંઘ..... " બધાંને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને? તેવામાં અનિંદ્રા થી પીડિત એક શેઠ તેની પાસે ગયાં અને બોલ્યાં, " ભાઈ, મને ઊંઘ નથી આવતી." તે માણસ બોલ્યો, " શેઠ, એક કલાક માટે તમે બધાં ઘરની બહાર નીકળો. હું એક કલાકમાં તમને એવું ઓશીકું બનાવી આપું કે ત્યાં માથું ટેકવ્યા બાદ તરત જ ઊંઘ આવી જશે." શેઠને મનમાં શંકા ઉપજી કે, " આ ચોરીનાં ઇરાદે તો નહિ આવ્યો હોય ને?" કેટલીક શંકા - કુશંકાઓ શેઠ મનમાં કરવાં લાગ્યાં.                      શેઠને વિચાર મગ્ન જોઈને, તેનાં મોં પરના ભાવો કળીને કુશળ માણસ બોલી ઉઠ્યો, " શેઠ, તમે ચિંતા ન કરો. મારો ઈરાદો ચોરી કરવાનો નથી." શેઠે તે માણસ પર વિશ્વાસ મૂકીને પોતાનું ઘર એક કલાક સોંપી દીધું. તે માણસે એક કલાકમાં ઓશીકું તૈયાર કરી આપ્યું. શેઠને આપ્યું. શેઠે કહ્યું કે,  " આજ રાત્રે જોઈ જોવું કે કેવીક ઊંઘ આવે છે પછી તમને પૈસા ...

दो सत्य कथाऐं

 *दो ऐसी सत्य कथाऐं जिनको पढ़ने के बाद शायद आप भी अपनी  ज़िंदगी जीने का अंदाज़ बदलना चाहें:-* *पहली* दक्षिण अफ्रीका के राष्ट्रपति बनने के बाद ऐक बार नेल्सन मांडेला अपने सुरक्षा कर्मियों के साथ एक रेस्तरां में खाना खाने गए। सबने अपनी अपनी पसंद का खाना  आर्डर किया और खाना आने का इंतजार करने लगे। उसी समय मांडेला की सीट के सामने वाली सीट पर एक व्यक्ति अपने खाने का इंतजार कर रहा था। मांडेला ने अपने सुरक्षा कर्मी से कहा कि उसे भी अपनी टेबल पर बुला लो। ऐसा ही हुआ। खाना आने के बाद सभी खाने लगे, *वो आदमी भी अपना खाना खाने लगा, पर उसके हाथ खाते हुए कांप रहे थे।* खाना खत्म कर वो आदमी सिर झुका कर रेस्तरां से बाहर निकल गया। उस आदमी के जाने के बाद मंडेला के सुरक्षा अधिकारी ने मंडेला से कहा कि वो व्यक्ति शायद बहुत बीमार था, खाते वख़्त उसके हाथ लगातार कांप रहे थे और वह ख़ुद भी कांप रहा था। मांडेला ने कहा नहीं ऐसा नहीं है। *वह उस जेल का जेलर था, जिसमें मुझे कैद रखा गया था। जब कभी मुझे यातनाएं दी जाती थीं  और मै कराहते हुए पानी मांगता था तो ये मेरे ऊपर पेशाब करता था।* मांडेला ने क...

अंबानी और अडानी सबसे अमीर क्यों हैं?

*अंबानी और अडानी सबसे अमीर क्यों हैं? क्यों नहीं टाटा !! जैसा कि एक आर्मी ऑफिसर द्वारा साझा किया गया। "यह प्रोफेशन के बारे में नहीं है।"* *मैं दिल्ली में गणतंत्र दिवस परेड में भाग लेने के लिए अस्थाई ड्यूटी पर था। मुझे दिल्ली में दो रात रुकना था, इसलिए मैं होटल TAJ में रहा। मैंने इस होटल को इसकी ख्याति के कारण विशेष रूप से चुना था।* *शाम को, मैंने रिसेप्शन को काॅल किया और उनसे मेरी ड्रेस को इस्त्री करने का अनुरोध किया।* *थोड़ी देर बाद रूम सर्विस बॉय मेरी ड्रेस लेने आया। मैंने उसे इस्त्री के लिए अपनी वर्दी सौंप दी। वह मेरी वर्दी को देखकर हैरान हो गया और विनम्रता से पूछा सर, आप आर्मी में हैं। मैंने जवाब दिया हाँ, उसने तुरंत अपना मोबाइल निकाला और मेरे साथ सेल्फी ली और कहा सर, मैं पहली बार किसी आर्मी ऑफिसर को देख रहा हूँ। मैंने उन्हें फिल्मों में ही देखा है। उन्होंने तुरंत अपने पैरों को स्टेप्ड किया और सलामी दी। उन्होंने कहा जय हिंद सर और चला गया ।* *कुछ देर बाद किसी ने दरवाजा खटखटाया। मैंने दरवाजा खोला और अपने को विस्मित करने के लिए दो खूबसूरत लड़कियाँ हाथ में अपने सेलफोन ...

કોણ આપણું છ?વાર્તા

 સ્મિતા...બોલી તમારે ઓછા માં ઓછી પાંચ દિવસ ની રજા લેવી..જ પડશે... અરે સ્મિતા સમજવા નો પ્રયત્ન કર અત્યારે ઓફીસ નું વાતવરણ ખરાબ ચાલે છે...મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારી ને ના પાડવાની તક ની રાહ જોઈ ને બેઠું છે....આવા સંજોગો માં તેઓ ને સામે ચાલી ને કારણ ન અપાય.... હા તમારે તો બધી તકલીફ અમારા પક્ષે જ્યારે પ્રસંગ હોય ત્યારે જ હોય છે....અસંખ્ય કટાક્ષ કરતી કરતી સ્મિતા રિસાઈ ને રૂમ માં જતી રહી.. સાંજે સસરા નો ફોન આવ્યો..કુમાર..તમારે પાંચ દિવસ ની રજા તો લેવી જ પડશે...સાળા ના લગ્ન છે..રજા તો લેવી પડે...કે નહીં ? મેં કીધું...વડીલ સમજવા નો.પ્રયત્ન કરો...ઓફીસ નું વાતવરણ અત્યારે ખરાબ છે... મારા સસરા પણ સમજવા તૈયાર ન હતા.... આવા સંજોગ માં મારે શુ કરવું એ ખબર પડતી ન હતી... મારા પપ્પા એ પણ કીધું...મનદુઃખ થાય તેના કરતાં રજા લઈ આનંદ કરી આવ...મેં પપ્પા ને પણ ઓફીસ ની પરિસ્થિતિ  સમજાવી.....બાપ કોણે કીધો....જે શબ્દ મારા સસરા બોલી ન શક્યા એ શબ્દો મારા પપ્પા બોલ્યા. જા બેટા.. આનંદ કર તારી નોકરી ને તકલીફ પડશે..તો હું બેઠો છું..તારૂ રૂટિન ડિસ્ટર્બ નહિ થાય....એ મારુ તને વચન છે..આવી હિંમત તો માઁ બાપ સિવાય કોઈ ...

કૃષ્ણ એટલે

 🌷🦚🐚🦚🌷🦚🐚🦚🌷 *સંબંધોમાં કમિટમેન્ટનું બીજું નામ કૃષ્ણ છે!*  સુનામી - એષા દાદાવાળા ચોરી કરવી એ ગુનો છે, પણ એમણે માખણ ચોર્યું. એ માખણચોર કહેવાયા. રણ છોડીને ભાગી જવું એ યોદ્ધાઓ માટે મોટું કલંક છે, પણ એમણે રણ છોડી દીધું. એ રણછોડ કહેવાયા. કૃષ્ણ સાહજિક છે અને એટલે એ સમજાતા નથી. એ આપણાં પરસેપ્શનને જીતી લે છે. એ એક અનુભવ છે અને એટલે એમનું વર્ણન શક્ય નથી. બીજાની અપૂર્ણતાને એ પૂર્ણ કરતા રહ્યા અને એટલે પૂર્ણ પુરુષ કહેવાયા. કૃષ્ણ એક થ્રિલ છે. એક ડિઝાયર છે. કૃષ્ણ મેનેજમેન્ટના માણસ છે. એ નિયમો બનાવે છે અને એ જ નિયમોને તોડતાં પણ શીખવે છે. એ સહનશીલતા પણ કેળવી આપે છે અને એક જ ઘાએ એ સહનશીલતાના કટકા પણ કરી આપે છે. એવું કહેવાય છે કે ગાંધીજી અહિંસાના પૂજારી હતા, પણ કૃષ્ણ આ વાતમાં ગાંધીજી કરતાં આગળ હતા. ગાંધીજીએ કહ્યું કે કોઇ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ આગળ ધરવો. કૃષ્ણએ કહ્યું કે કોઇ એક નહીં, સો ગાળ આપે તો સાંભળી લો, પણ એકસો-એકમી ગાળ તો નહીં જ સાંભળો. સોઇની અણી પણ આપવાની ના પાડવામાં નથી આવતી ત્યાં સુધી એ યુદ્ધના માર્ગે આગળ નથી જ વધતા. એ અહિંસાના શ્રેષ્ઠતમ પૂજારી છે, પણ અહિંસાના ગુલામ નથી. ...

લોકકથા ધૂળની કિંમત

લોકકથા ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’ દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.      હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.      એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.      તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’   ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’     આમ ...

નિવૃત્ત પિતા

નિવૃત્ત પિતા *ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે,  આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે.* *વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરા ની દલીલ એવી હોય છે કે અેમને પહેલાંની જેમ પ્રવૃત્તિઓ ના હોવાના કારણે એ પચાવી ના શકે.* *મારે એ બધાં જ દિકરા-વહુ ને કહેવું છે કે, આ વાત એમને જ નકકી કરવા દો ને.  વર્ષો એમણે એમનાં શરીર સાથે કાઢ્યાં છે,  એમને એમનાં શરીરની તાસીર બરાબર ખબર છે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે એમને હવે માફક આવશે (સદશે) કે નહીં ? તકલીફ પડશે તો આપોઆપ બંધ કરશે. તમે શું કામ ટોકો છો એમને ? ભલે તમે એવું બતાવતાં હોવ કે તમને એમની તબિયતની ચિન્તા છે, પણ એમને એ વાતનું ખુબ દુઃખ  છે.* *બીજી વાત, ખાવાના શોખીન તો એ પહેલાં પણ હતા, પણ તે વખતે તે વહુ કે દિકરા પર આશ્રિત ન હતા. એ પોતે એટલાં સક્ષમ હતાં કે એમની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરી લેતાં હતાં. એમની પત્ની એટલે કે તમારી મા એમની પસંદગીથી બરાબર પરિચિત હતી, એટલે સમયાંતરે એમને એમનું ભ...

શહીદની પત્ની :વાર્તા

                                 શહીદની પત્ની ગામના સૌ ને મોઢે એક જ વાત હતી કે  સાંભળ્યું કે નહીં, હરિચરણનો છોરો રામચરણ શહીદ હુઈ ગયો. હા સુણ્યા તો મૈ પણ છે કે કાશ્મીર સીમા પર ડ્યુટી બજાવતા રામચરણ શહીદ હોઈ ગયો રામચરણના મૃત્યુ ના સમાચાર મળતાની સાથે ઘરમાં રોકકળ મચી ગઇ.લાલુની દાદી,કાકી ફોઇ બધી સ્ત્રીઓ ભેગી થઈને છાતી કૂટવા લાગી હજી તો લાલુ આઘાતથી મૂઢ થઈ ગયેલી માને પૂછી રહ્યો હતો કે મા આ સઘળા  આવું કેમ કરે છે ?મને તો ડર લાગે છે. ત્યાં તો સ્ત્રી વર્ગમાંથી એક આવીને માનો ચાંદલો ભૂસવા લાગી તો બીજી પથ્થર લઇને એની કાચની બંગડીઓ તોડવા લાગી .દાદીએ માના હાથમાં સફેદ સાડલો મૂક્યો અને કહ્યું દેખ બહુ આજ સે લાલ હરા પીળા રંગના સાડલા પહેરવાના બંધ. જા જઈને આ રાંડેલાનો સાડલો પહેરી આવો રડી રડીને બેવડ વળી ગયેલી લાલચોળ માને જોઈને પોતાના પેટમાં ગુંચળા  કેમ વળતા એ લાલુને ન  સમજાતું પણ એને આ બધું ગમતું ન હતું. એટલું તો નક્કી કે  બધાના સમજાવવા છતાં માનું રડવાનું અટકતું નહોતું. છેવટે દાદાજીએ આવીને કંઇક...