કિન્ડરજોય
કિન્ડરજોય મારી નાની બેબી પંથિની છ વર્ષની છે.તેને કિન્ડરજોય નામની ચોકલેટ ખૂબ ભાવે છે. જેની કિંમત લગભગ 35 રૂપિયા છે.જે આપણી સહનશક્તિ કરતાં ઘણી વધારે લાગે. જોયા અને ખાધા પછી બે રૂપિયા સુધી કિંમત હોય તો ચાલી જાય. આમ વારંવારના 35, 35 રૂપિયાના હથોડા ખાધા પછી જોયનું રૂપાંતર ગુસ્સામાં થઈ ગયું અને તેની ખરીદી પર પ્રતિબંધ મુકી દીધો પછી મને શાંતિ થઈ પરંતુ સામેના પક્ષે શું બન્યું? સામેના પક્ષે મોબાઈલમાં you tube ખોલી તેના સર્ચ બોક્સમાં કિન્ડરજોય લખ્યું. પછી એના વિડિયોનો ગહન અભ્યાસ શરૂ કર્યો. પછી વિડીયો વારંવાર જોઈને શોધી કાઢ્યું કે કિન્ડરજોય તો ઘેર બનાવી શકાય એટલું સહેલું છે.પછી મને કહ્યુ કે તમે આ વિડિયો જુઓ.એમ કહીને કિન્ડરજોય કેવી રીતે બનાવશો? એવો વીડિયો જોવા મને મજબૂર કર્યો. મારા જીવનમાં કિન્ડર બનાવવાના વિડીયો જોઈ શકું એટલી માનસિક શાંતિ જ ...