જાપાનીનો દેશપ્રેમ


                                          જાપાનીનો દેશપ્રેમ




રશીયન પ્રેસીડન્ટ મિખાઈલ ગોરબોચોવ એ પોતાની આત્મકથા માં આ લખ્યું છે.....

જુવાનીના દિવસોમાં હું જ્યારે યુરોપમાં ભણતો હતો.....મારી સાથે બે જાપાની વિદ્યાર્થી હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું હતું અને તેનું અર્થતંત્ર સામે અનેક મુશ્કેલીઓ આવી હતી. ક્લાસ દરમિયાન આ જાપાની વિદ્યાર્થીઓ નોટ લખવા માટે વારા બાંધ્યા હતા. એક જણ લખે ત્યારે બીજો પેન્સિલની અણી કાઢતો. કારણકે તે દિવસોમાં જાપાની પેન્સિલ ની ગુણવત્તા હલકી હતી અને પેન્સિલની અણી જલ્દી તૂટી જતી હતી.

બીજા વિદ્યાર્થીઓ આ જાપાની વિદ્યાર્થીઓ ને સલાહ આપતા  કહે,  તમે ઇંગ્લેન્ડ માં બનેલી ઉત્તમ ગુણવત્તા વાળી પેન્સિલ કેમ નથી વાપરતા? તે મોંઘી પણ નથી.

 આ સાંભળીને બન્ને વિદ્યાર્થીઓ ની આંખમાં આંસુ આવી ગયાં. અને તેમણે જવાબ આપ્યો કે જો અમેજ અમારા દેશમાં બનતી વસ્તુ નહિ વાપરીએ તો કોણ વાપરશે?? આજે ભલે ક્વોલિટી ટેસ્ટમાં અમે ફેલ થયા છે પણ એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આખું વિશ્વ જાપાની પેન્સિલ વાપરશે.

*આપણે પણ આ વિષયમાં વિચારવાનો સમય આવી ગયો છે.* 

*BE INDIAN BUY INDIAN*🇮🇳

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા