જાને કહાં ગયે સંગીત કે તેજસ્વી સિતારે....
"જાને કહાં ગયે સંગીત કે તેજસ્વી સિતારે...."
....એક લાજવાબ કવ્વાલીના શબ્દો ભવિષ્યની અનિશ્ચિતતાને વ્યક્ત કરતા કહે છે “આજ જવાની પર ઈતરાને વાલે કલ પછતાયેગા…ચડતા સૂરજ ધીરેધીરે ઢલતા હે ઢલ જાયેગા” સૂરજ સંધ્યાટાણે આથમે તે કુદરતી પ્રક્રિયા છે, પણ સૂરજ ભરબપોરે આથમી જાય તો એને વિધિની વક્રતા જ ગણવી પડે. ફિલ્મ સંગીતમાં પણ કેટલાક તેજસ્વી સૂર્યો ભરબપોરે જ આથમી ગયાં છે. આજે તો એ બધાના નામ ભૂલાઈ ગયા છે, પણ તેમણે જે તેજ તણખા વેર્યા છે એ અવિસ્મરણીય બની ગયાં છે. કદીએ નહીં વીસરાય તેવાં ગીતોને બનાવનાર, પણ વીસરાઈ ગયેલાં સંગીતકારોને યાદ કરીને આજના 'વિશ્વ સંગીત દિવસ' ના અવસર પર ઋણ ફેડવા પ્રયાસ કરીએ…
*રામલાલ:
....લતા મંગેશકરના અદ્ભુત આલાપ સાથે શરૂ થતું ફિલ્મ 'સેહરા'નું ચિરંજીવી ગીત “પંખ હોતી તો ઊડ આતી રે...” તેમાં વાગેલાં જલતરંગ વાદ્યનાં લીધે તે ગીત વધારે કર્ણપ્રિય બન્યું છે. બહુ ઓછા ગીતોમાં આ સાઝનો ઉપયોગ થયો છે. આ ગીત આજે પણ તેની લોકપ્રિયતા જાળવી શક્યું છે.
….પણ બહુ શ્રોતાઓ જાણતા હશે કે એ અમર ગીત ના રચયિતા સંગીતકાર રામલાલ ચૌધરી હતા. પોતાની ટૂંકી કારકિર્દીમાં તેમણે થોડા ઘણા ફિલ્મી ગીતોની રચના કરી, જે આજે પણ તરોતાજા જ લાગે છે. તેઓ ૧૯૪૪માં મુંબઈ આવ્યાં. તેમણે પૃથ્વી થિયેટર માટે કામ કરતાં કરતાં રામ ગાંગૂલીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. તેઓ પોતે એક સારા વાંસળી વાદક અને શહેનાઈ વાદક હતા, જેનો પરિચય રાજકપૂરની પહેલી ફિલ્મ આગ ના પ્રસિદ્ધ ગીત "કાહે કોયલ શોર મચાયે રે..."માં મળે છે. આ ઉપરાંત તેમણે 'મુગલે-આઝમ' તથા 'નવરંગ' જેવી ફિલ્મોમાં શહનાઈ વગાડી હતી.
તેમણે ૧૯૫૦માં પી.એલ.સંતોષીની ફિલ્મ 'ટાંગાવાલા' દ્વારા સંગીતકાર તરીકે પોતાની સ્વતંત્ર કારકિર્દી શરૂ કરી. પરંતુ રામલાલજીની કમનસીબી એ હતી કે રાજકપૂર અને વૈજયંતિમાલા અભિનીત આ ફિલ્મ પૂરી જ ન થઈ શકી. ત્યારબાદ કલાગુરુ વ્હી. શાંતારામે પોતાની ફિલ્મ 'હૂશ્ન બાનો'ના સંગીત માટે તેમને પસંદ કર્યા. તેમનાં કામથી ખુશ થઈને શાંતારામે આગળ જતા તેમને 'સેહરા' તથા 'ગીત ગાયા પથ્થરોને' જેવી ફિલ્મો માટે પસંદ કર્યા અને આ ફિલ્મોના રાગ આધારિત ગીતોએ લોકચાહનાના નવા શિખરો સર કર્યા હતા. ૧૯૬૩ની ફિલ્મ 'સેહરા'ના "તુમ તો પ્યાર હો..", "પંખ હોતી તો ઊડ આતી રે..." તથા "તકદીર કા ફસાના..." અને ૧૯૬૪ની ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોને'ના "તેરે ખયાલો મેં હમ..." તથા દિગ્ગજ શાસ્ત્રીય ગાયિકા કિશોરી આમોનકરના કંઠે ગવાયેલું શિર્ષક ગીત ખૂબ જ લોકપ્રિયતાને વર્યા હતા.
શિવ હરીના સંયુક્ત નામથી યશ ચોપરાની ફિલ્મોમાં અનેક લોકપ્રિય ગીતો આપનાર સંતૂર વાદક શિવકુમાર શર્મા અને વાંસળી વાદક હરીપ્રસાદ ચૌરસીયાને ફિલ્મ 'સેહરા'માં અને 'ગીત ગાયા પથ્થરોને'માં પ્રસ્તુત કરવાનું શ્રેય આ મહાન સંગીતકારોને મળે છે.
'માયા મચ્છેન્દર' નામની ફિલ્મમાં સુપ્રસિદ્ધ સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ તથા 'નાગલોક' નામની ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ તેમનાં સહાયક તરીકે કામ કર્યું હતું. પણ કરૂણતા એ છે કે આવા મહાન સંગીતકાર દારુણ ગરીબીમાં અને એકલતામાં અટવાઈને મરણ પામ્યા હતા.
*દાનસિંગ :
...મૂળ જયપુરના રહેવાસી દાનસિંગ તેમના ખ્યાલ ગાયક પિતાજી પાસેથી પ્રેરણા પામ્યા અને રેડિયો ઉપર નોકરીએ લાગ્યા હતા. તેઓ ફિલ્મ 'વિદ્યા' ફિલ્મના પટકથા-લેખક વાય.એન.જોષી સાથે મુંબઈ આવ્યા. ફિલ્મ ‘મહલ’માં લતા મંગેશકર પાસે મશહૂર ગીત "આયેગા આયેગા.." ગવડાવનાર સંગીતકાર ખેમચંદ પ્રકાશજીના ઘેર રહીને તેઓએ સંગીતની વધુ સાધના કરી હતી. ગઝલ બાંધણીના બેતાજ બાદશાહ મદન મોહને એકવાર દાનસિંગને તેમની એક રચનાથી સંમોહીત થઈને કહેલું કે "અરે યાર, રાગ ભૈરવી તો હમ ભી ઈસ્તેમાલ કરતે હે મગર તુમને ઈસમે યે કોન સા સૂર મીલા દીયા….!"
...તેઓ કરુણરસથી સભર તર્જો બનાવવામાં નિષ્ણાત હતા અને તેનો સીધો લાભ કરુણરસના મહારથી ગણાતા ગાયક મુકેશને મળ્યો. શશીકપૂર અને શર્મીલા ટાગોરને ચમકાવતી ફિલ્મ 'માય લવ' (૧૯૭૦)ના ગીતો આજે પણ ઓરકેસ્ટ્રાઓના હિટ લિસ્ટમાં જોવા મળે છે. મુકેશે ગાયેલી ગઝલ ‘જીક્ર હોતા હે જબ કયામત કા’ આજે પણ લેટ નાઈટ રેડિયો ઉપર ફેવરિટ કેટેગરીમાં મુકાય છે.
આ જ ફિલ્મનું એક બીજું ગીત પણ એવું જ સદાબહાર ગણાય છે. આ ગીત એટલે મુકેશજીનું ઓલ ટાઈમ ગ્રેટ “વો તેરે પ્યારકા ગમ…" આ ગીતની વિશેષતા એ કે તેમાં વિરહની વેદનાનો અનુભવ કરાવતાં પિયાનો અને સેક્સોફોનનો ઉપયોગ થયો છે. આ ગીતમાં દાનસિંગની તર્જ અને મુકેશના સ્વરે ગીતકાર આનંદ બક્ષીના શબ્દોને સાકાર કરી દીધા છે.
આ ઉપરાંત દાનસિંગે 'તૂફાન' અને 'ભૂલ ના જાના' જેવી બીજી કેટલીક ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. આમાંથી 'ભૂલ ના જાના'ના "ગમે દિલકી..." તથા "પુકારો મુજે નામ લે કર..." જેવા ગીતોને સારી એવી લોકચાહના મળી હતી.
*એરીક રોબર્ટ :
...લાહોરના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રૂપ.કે.શૌરીએ જ્યારે તેમની આખી ટીમ સાથે મુંબઈ ખાતે સ્થળાંતર કર્યું અને એ ટીમમાં તેઓ એરીક રોબર્ટ નામના એક તેજસ્વી તારલાને પણ પોતાની સાથે લેતા આવ્યા હતા. જે આગળ જતા સંગીતકાર 'વિનોદ'નાં ઉપનામથી જાણીતા થયા હતા...
...જે વર્ષે લતા મંગેશકરનું ગીત "આયેગા..." ધૂમ મચાવી રહ્યું હતું અને વાતાવરણમાં નૌશાદ, શંકર જયકિશન, સી.રામચંદ્ર તથા અનિલ બિશ્વાસ જેવા ધૂરંધરોની તર્જો ગૂંજી રહી હતી એ ૧૯૪૯માં એરીક રોબર્ટે ફિલ્મ ‘એક થી લડકી’ માટે બનાવેલા “લારા લપ્પા..." ગીતે બધા જ ચાર્ટ ઉપર ટોચની 'પાયદાન' (બિનાકા ગીત માલામાં વપરાતો અમીન સયાનીનો શબ્દ) મેળવી સન્નાટો ફેલાવી દીધો હતો. ઉલ્લેખનીય છે ભાંગડા સ્પેશિયાલિસ્ટ ગાયક દલેર મહેંદીએ તેના મોટા ભાગનાં શો માં આ ‘લા રે લપ્પા’ ગીત રજૂ કરી શ્રોતાઓની ભારે દાદ મેળવી છે. વિખ્યાત ગઝલ ગાયક જગજીતસિંઘે પણ શ્રોતાઓને ઝૂમતા કરવા માટે ઘણી વાર આ તર્જનો ઉપયોગ કર્યો હતો. હાલ હિન્દી ફિલ્મોમાં જુવાનોને નચાવતા પંજાબી ઠેકા ના અને બૈશાખી લઢણના ગીતો લગભગ અનિવાર્ય થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રથા શરૂ કરવાનું શ્રેય એરીક રોબર્ટનાં ફાળે જાય છે. તેમણે પંજાબી ફિલ્મોમાં હિન્દી લઢણોનો ઉપયોગ પણ કર્યો હતો. આમ ભારતની બે મહાન સંગીત પરંપરાઓનો સંગમ રચવામાં આ ખૂબ જ ઓછા જાણીતા સંગીતકારનું અજોડ યોગદાન રહ્યું છે. તેમણે સંગીતબદ્ધ કરેલી જાણીતી લગભગ સત્યાવીસેક ફિલ્મોમાં 'અનમોલ રતન', 'વફા', 'મખ્ખીચૂસ' તથા 'આગ કા દરીયા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પરંતુ વિધિ ની વક્રતા તો એ છે કે કેવળ ૩૭ વર્ષની કાચી ઉંમરે જ તેમણે વિશ્વમાંથી વિદાય લીધી હતી..
*સરદાર માલિક:
અફસોસ... તેઓ પ્રસિદ્ધ સંગીતકાર અનુ મલિકના પિતા તરીકે વધુ જાણીતા છે પરંતુ વાસ્તવિક્તા તો એ છે કે સરદાર સાહેેબે ફિલ્મ સંગીતના ક્ષેત્રે જેની નોંધ લેવી જ પડે તેવી અનેક રચનાઓ આપી છે. પણ કરૂણતા એ વાતની છે કે પુત્ર અનુ મલિકને તેમના યોગદાન બદલ ૯૦ના દશકના શ્રેષ્ઠ સંગીતકાર તરીકે નવાજવામાં આવે છે જ્યારે તેમના પિતાશ્રી સરદાર સાહેબના નસીબમાં આવું કોઈ સન્માન આવ્યું નહીં. તેમના સમયમાં ખૂબ જ જાણીતા તેવા નૌશાદ સાહેબ, સી.રામચંદ્રજી તથા એસ.ડી.બર્મન દાદા જેવા ધૂરંધર સંગીતકારોનાં ઓછાયા હેઠળ તેઓ મહદંશે ઢંકાયેલા જ રહ્યા. ૧૯૨૫માં જન્મેલાં સરદાર સાહેબે વિશ્વપ્રસિદ્ધ મહિયર ધરાનાના સ્થાપક બાબા અલાઉદિન ખાં સાહેબ પાસે સંગીતની તાલીમ મેળવી. આશ્ચર્ય ની વાત તો એ છે કે તેમણે ભારતીય નૃત્યકળાને વિશ્વસ્તરીય પ્રસિદ્ધિ અપનાવનાર શ્રી.ઉદયશંકરજી (પ્રસિદ્ધ સિતારવાદક રવિશંકરજીનાં ભાઈ) પાસે અલમોડાના નયનરમ્ય વાતાવરણમાં રહી નૃત્યની તાલીમ પણ મેળવી હતી. તેઓ પોતે સારા ગાયક હોવા છતાંયે તેમણે પોતાનું ધ્યાન સ્વરાંકન તથા સંગીત નિયોજન ઉપર જ આપ્યું હતું. પોતાની તકદીર અજમાવવા માટે તેઓ મુંબઈ આવીને વસ્યાં. અહીં તેમનો પરિચય પ્રસિદ્ધ શાયર હસરત જયપુરીની બહેન કૌશર જહાં સાથે થયો અને જોકે એ પરીચય પછીથી લગ્નમાં પણ પરિણમ્યો હતો.
તેમણે શરૂઆતની ફિલ્મોમાં 'રેણુકા', 'રાઝ' તથા 'સ્ટેજ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે જેને ઝાઝી સફળતા ન મળી પણ ૧૯૫૩માં આવેલી 'લૈલા મજનુ' ના તેમણા સંગીતે નોંધપાત્ર લોકચાહના મેળવી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં બે સંગીતકારો પાસે તર્જો બનાવડાવવામાં આવી હતી. જેમાં ફિલ્મ ‘પાકીઝા’થી જાણીતા સંગીતકાર ગુલામ મહંમદે પણ કમાલ કરી હતી. ૧૯૫૩માં આવેલી 'ઠોકર' ફિલ્મે સરદાર સાહેબે વિવેચકોને તેમના વિશે વિચારવા મજબૂર કરી દીધા. આ ફિલ્મમાં તલત મહેમૂદે ગાયેલા "એ ગમે દિલ કયા કરુ.."ગીતે સંગીત રસીયાઓના હૈયાને હચમચાવી દીધા હતા. આ ઉપરાંત ૧૯૫૩ની ફિલ્મ ‘આબ-એ-હયાત’ માં હેમંતકુમારના વરસાદી અવાજમાં ગવાયેલા "મૈં ગરીબો કા દિલ.."ગીતે તો ખરેખર પ્રશંસાનો વરસાદ વરસાવી દીધો. આજે પણ હેમંતકુમારની યાદમાં યોજાતી સંગીતસભાઓ આ ગીત વગર અધૂરી ગણાય છે. એ પછી ૧૯૫૬માં રૂપેરી પરદે ફિલ્મ ‘સારંગા’ આવી અને સંગીતક્ષેત્રે જાણે ખળભળાટ મચી ગયો. આ ફિલ્મમાં મુકેશ તથા લતા મંગેશકરે અલગ અલગ અંદાજમાં ગાયેલા ગીત “સારંગા તેરી યાદ મે...” એ વિરહ રસને છલકાવી દીધો હતો. ગુજરાતી દિગ્દર્શક ધીરુભાઈ દેસાઈની અદ્ભૂત કલાસૂઝ તથા ગીતકાર ભરત વ્યાસના શબ્દોને સરદાર સાહેબે અમર સ્વર રચનાથી ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ફિલ્મમાં મુકેશના કંઠે ગવાયેલાં બીજા એક ગીત “હા દિવાના હું મૈં...” ને તથા રફી-લતાનાં યુગલ સ્વરમાં ગવાયેલા ગીત "પિયા કૈસે મીલું તુમસે..." અને “લાગી તુમસે લગન....” ને પણ સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી.
સરદાર સાહેબે રચેલાં બીજા લોકપ્રિય ગીતોમાં “બહારો કી દુનિયા પુકારે...” તથા "તેરે દર પે આયા હૂં..." "હૂઈ હમસે યે નાદાની..." નો સમાવેશ થાય છે.
૨૦૦૬માં વિશ્વમાંથી વિદાય લેનાર આ મહાન સંગીતકારની સહુથી મોટી ભેટ તો તેમનો સંગીતકાર પુત્ર અનુ મલિક અને તેમના પૌત્રો (ડબુ મલિકનાં દીકરાઓ) અરમાન અને અમાન માલિક જ ગણાય.
*સપન જગમોહન:
....સપન જગમોહનની જોડીએ હિન્દી ફિલ્મોમાં અનેક લોકપ્રિય ગીતો આપ્યા છે. સલીલ ચૌધરીએ બનાવેલા 'બોમ્બે યુથ કવાયર'નાં આ ગાયકોએ 'બેગાના' (૧૯૬૩) ફિલ્મમાં સંગીત આપ્યું હતું. આ ફિલ્મમાં રફી સાહેબે ગાયેલી એક અદ્ભુત ગઝલના શબ્દો હતા, "ફિર વો ભૂલી સી યાદ આઈ હૈ...". તેમણે ફિલ્મ 'ચેતના' (૧૯૭૦) માં મુકેશજી પાસે એક અમર ગીત ગવડાવ્યું હતું જેના શબ્દો હતા, "મૈં તો હર મોડ પર તુજકો દૂંગા સદા...". આ ઉપરાંત તેમણે "ખો દિયા હે..." (ફિલ્મઃ તેરી તલાશમે) "ઉલ્ફતમે જમાને કી..." (ફિલ્મઃ કોલગર્લ) "તુ લાલી હે સવેરે વાલી..." (ફિલ્મ: અભી તો જી લે) જેવા કેટલાય સદાબહાર ગીતો આપ્યા છે.
*સતીષ ભાટીયા:
......."યે કોન ચિત્રકાર હે…" મુકેશજીના કંઠે ગવાતું આ ગીત આપણને જાણે 'સર્જનમાં સર્જનહાર'ના દર્શન કરાવે છે. ફિલ્મ 'બૂંદ બન ગયે મોતી'નું આ ગીત આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે. આ ગીતના સંગીતકારનું નામ સતીષ ભાટીયા. તેમની કલાનો પરિચય આપવા માટે એક જ વાત પૂરતી છે કે તેમને ૧૯૭૦ જેવા સંગીતસભર વર્ષે બેસ્ટ મ્યુઝિક ડાયરેકટર ઓફ ધી યર'નો ખિતાબ મળ્યો હતો. તેમણે પંજાબી ફિલ્મોમાં પણ માતબર સર્જન કર્યું છે. તેમના જાણીતા ગીતોમા "ના રાસ આઈ વફા અજી હમારી પહેલી મુલાકાત...", "કયા મેને પ્રીતમેં પાયા તથા કેસે હોગા જીના..." જેવા અનેક ગીતોનો સમાવેશ થાય છે. ચર્ચમાં ગવાતા વિશ્વ પ્રસિદ્ધ ગીત “વી શેલ ઓવર કમ...”નું હિન્દીકરણ “હમ હોંગે કામીયાબ....” રચવાનું શ્રેય પણ સતીષ ભાટીયા ને જ જાય છે. આ ગીત વનરાજ ભાટીયાએ નસીરૂદીન શાહ અભિનીત આર્ટ ફિલ્મ ‘જાને ભી દો યારો’માં પણ લીધુ હતું.
*લચ્છીરામ તોમાર:
.....ફિલ્મ 'રઝીયા સુલ્તાન'નું એક ગીત રેડિયો ઉપર ખૂબ જ લોકપ્રિય થયેલું,
"ઢલતી જાયે રાત કહે લે દિલ કી બાત...." રાતના પ્રથમ પ્રહરના વાતાવરણને અદ્ભુત સ્વરાંકન મારફતે જીવંત કરનાર એ સંગીતકારનું નામ, લચ્છીરામ તોમાર...
....રાણાસાહેબને ત્યાં ઉછરેલા લચ્છીરામે 'મૈં સુહાગન હું' ફિલ્મમાં કૈફી આઝમીના શબ્દોને રફી સાહેબ પાસે ગવડાવ્યા. એ ગીત એટલે "શોક કલી મેં મસ્ત પવન...", આ જ ફિલ્મમાં રફી, આશા ભોંસલેના કંઠે ગવાયેલું ગીત "ગોરી તોરે નૈનવા...” પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ઉપરાંત તેમણે 'શાહિદે આઝમ ભગતસિંહ'નું દેશપ્રેમથી નીતરતું ગીત “સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હે....” પણ આપ્યું હતું. શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ગીતોની ધૂન બનાવવી એ તેમની વિશેષતા હતી. ખૂબ ઓછા જાણીતા આ સંગીતકારે પણ અનેક જાણીતા ગીતો આપણને આપ્યા છે.
*ધનીરામ:
.....હિન્દી ફિલ્મોમાં ઘોડાગાડીમાં ગવાતા લાજવાબ ગીતો દ્વારા એક આગવી સંગીતશૈલી આપનાર પ્રસિદ્ધ સંગીતકાર ઓ.પી.નૈયરના 'અપ્રસિદ્ધ' ગુરુજી એટલે ધનીરામજી... તેમણે "ધીરેધીરે આયે બદરવા..." અને "જિંદગી મેં જબ આયે વો..." (ફિલ્મઃ ડાકબાબુ), "મન મોર મચાયે શોર..." તથા "અરે જાને વાલે નજર તો મીલા..." જેવા અનેક જાણીતા ગીતો આપ્યા હતા.
*જી.એસ.કોહલી:
.....ગુરુશરણસિંહ કોહલી સંગીતકાર ઓ.પી. નૈયરના સહાયક હતા. બાદ માં તેમણે સ્વતંત્ર રીતે અનેક લોકપ્રિય ગીતો પણ આપ્યા. તેમણે બનાવેલી ધૂન પર ફિલ્મ 'શિકારી'માં તો રફી સાહેબ જબરદસ્ત ખીલી ઊઠયા હતા. આ ફિલ્મમાં "અગર મેં પૂછુ જવાબ દોગે.." તથા "ચમનકે ફૂલ ભી તુજકો..."માં રફી સાહેબની કમાલ અનુભવાય છે. આ જ ફિલ્મનું એક અન્ય નૃત્યગીત "તુમકો પિયા દિલ દિયા..." તો આજે પણ મહેફિલોની શાન ગણાય છે. તેમાં વગાડવામાં આવેલાં ઢોલકના ઠેકાઓ ઉપર શ્રોતાઓ ડોલી ઊઠે છે. આ ઉપરાંત તેમણે 'મહાદાન', 'ફૌલાદ', 'નમસ્તેજી' તથા 'લંબે હાથ' જેવી બીજી અનેક ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું.
*પ્રેમ ધવન:
....આ યાદીમાં આ નામ જોઈને નવાઈ લાગી હશે, પણ પ્રેમ ધવન એક બહુમુખી પ્રતિભાના માલિક હતા...
...ફિલ્મ 'નયા દૌર'ના ગીત "ઊડે જબ જબ ઝુલ્ફે તેરી...."માં નાચતી વૈજયંતિમાલાને કોણ વીસરી શકે? પણ કેટલાને એ ખબર છે કે એ મશહૂર કોરિયોગ્રાફી પ્રેમ ધવનની દેન છે!! તેઓ સંગીતકાર ઉપરાંત એક મજબૂત ગીત લેખક પણ હતાં. તેમણે 'શોલા ઓર શબનમ', 'કાબૂલીવાલા', 'એક ફૂલ દો માલી', 'ગેસ્ટ હાઉસ', 'ઝબક', 'જાગતે રહો' તથા 'પૂરબ ઓર પશ્ચિમ' જેવી કેટલીય ફિલ્મોના મધુર ગીતોની શબ્દ રચના કરી હતી. હજુ આટલું ઓછું હોય તેમ આ કલાકસબીએ 'ગૂંજ ઊઠી શહનાઈ' અને 'લાજવાબ' જેવી ફિલ્મોમાં અભિનયનાં અજવાળા પણ પાથર્યા હતા. તેમણે 'શહિદ' ("અય વતન અય વતન..", "મેરા રંગ દે બસંતી ચોલા.." તથા "પઘડી સંભાલ જટા...") તથા પવિત્ર પાપી ("લા દે સૈયાં ઓઢની.." અને "તેરી દુનિયાએ હો કે મજબૂર ચલા..") જેવી યાદગાર ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું. આવા અનેકવિધ યોગદાન બદલ સિતારવાદક પંડિત રવિશંકરજીના આ શિષ્યને પદ્મશ્રીનો ખિતાબ પણ એનાયત થયો હતો...
.....આજે આપણે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે અતિશય મશહૂર ગીતો આપવા છતાંયે મળવી જોઈએ તેવી પ્રસિદ્ધિથી વંચિત રહી ગયેલાં કેટલાક સંગીતકારોને યાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો. યાદીમાં હજુ ગણેશ ("હમ તેરે બીન જી ના સકેંગે..." ઠાકૂર જર્નેલસિંગ) બુલ્લો સી.રાની ("ઘુંઘટ કે પટ ખોલે..." જોગન), કનુ ઘોષ ("તુમસે દૂર ચલે..." પ્યાર કી રાહે), શાર્દૂલ કવાત્રા ("જીનકી નિગાહો ને..." તીસ મારખાં), શીવરામ ("તુમ નાચો...." સતી નારી) રોય ફ્રેન્ક, જમાલસેન, એસ.મદન, રોબીન બેનરજી વગેરે જેવા અનેક સંગીતકારોનો સમાવેશ થાય છે.
...અંતે એમ જ કહી શકાય કે;
.....જેને માળીએ જ મૂળ કાપીને નાના રાખ્યા એવા આ સંગીતના બોન્સાઈ વૃક્ષોની સુંદરતા મોટા વૃક્ષોની ઓથે દેખાતી નથી હોતી....
સંકલિત

Comments
Post a Comment