હવા હવાઈ

ફિલ્મ : હવા હવાઈ : એક અવલોકન


અમોલ ગુપ્તાની ફિલ્મ  હવા હવાઈ બીજી વાર જોઈ.નામ વાંચીને કોઈને લાગે કે વિમાન પર હશે. પરંતુ હકીકતમાં સ્કેટિંગના બૂટ વિશે છે. સ્કેટિંગના બુટ નું નામ હવા હવાઈ  રાખવામાં આવે છે.


 વાર્તામાં પાંચ  મજુર કક્ષાના પાંચ  બાળકો છે.કોઈ ગજરા વેચે છે. કોઈ ભંગાર  વીણે છે, તો કોઈ ગેરેજમાં કામ કરે છે તો કોઈ ચાની કીટલી પર કામ કરે છે.


હવે ચાની કીટલી પર કામ કરતો રાજુ નામનો છોકરો તેની કિટલી સામે રોજ રાત્રે ચાલતી સ્કેટિંગ રિંગ જુએ છે.ધનવાનોના બાળકો ત્યાં આવે છે અને સ્કેટિંગ કરતાં એમને જુએ છે.એ જોઈને રાજુને સ્કેટિંગ કરવાની ઈચ્છા થાય છે. પણ પૈસા ક્યાંથી લાવવા? તે બધા મિત્રોને વાત કરે છે.બધા ભેગા થઈને નક્કી કરે છે કે આપણે ભંગારના ઢગલા માંથી જાતે સ્કેટ્સ બનાવીશું અને એ લોકો મંડી પડે છે અને બનાવે છે પણ ખરા.અને એ ભાગ જ મને સુપર લાગ્યો કે સ્કેટ્સ કે જે રૂપિયા 25,000ના આવે છે.એ પણ બાળકો ભંગારમાંથી બનાવે છે.


એ ખરેખર જોવા જેવું છે અને પ્રેરણાદાયી છે.આજકાલ આપણે નવું કશું જાતે બનાવતા નથી.પરંતુ વધારે પૈસા ખર્ચીને નવી વસ્તુ લેવા દોડી જઈએ છીએ.જો કે જાતે નવું બનાવવાનો અભિગમ જ ખતમ થઈ ગયો છે.પછી તો રાજુ(અર્જુન વાઘમારે) રાત્રે રાત્રે ખૂબ પ્રેક્ટિસ  કરે છે અને ઘણા બધા ઉતાર-ચઢાવ પછી ચૅમ્પિયન બને છે.રાજુના પિતાની જમીન જતી રહેવાથી દેવામાં રાજુના પિતા આઘાતથી ખેતરમાં જ ગુજરી ગયા હતા. તે દૃશ્ય અત્યંત કરુણ છે.


ફિલ્મ ખરેખર સુંદર બની છે.વાર્તા પરથી લાગે છે કે આ ફિલ્મ સત્ય ઘટના આધારીત હશે.ગરીબ બાળકોના પાત્રવાળા તમામ બાળકોએ  સુંદર અભિનય કર્યો છે .કોચના પાત્રમાં જે કલાકાર છે એણે પણ જાનદાર અભિનય કર્યો છે.ખરેખર ફિલ્મ ખૂબ જ પ્રેરણાદાયી છે.વારંવાર જોવી ગમે એટલી સુંદર છે.એકલવ્યએ જેમ એકધ્યાન બનીને સાધના કરેલી તેવી રીતે રાજુ એકધ્યાન બનીને સાધના કરે છે.વળી કશું પણ નવું પ્રાપ્ત કરવું હોય તો એકલવ્ય બનીને જ પ્રાપ્ત કરી શકાય છે. તે આ ફિલ્મનો મુખ્ય સંદેશો છે.આજના બાળકો આજકાલ ભણવામાં ખૂબ સમય આપે છે પણ તેને ધારી સફળતા મેળતી નથી.કારણ કે તેઓ એકલવ્ય પદ્ધતિને અનુસરતા નથી.


કર્દમ મોદી,
નિર્મલનગર,
પાટણ..
                 

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા