ટોમ એન્ડ જેરી
ટોમ એન્ડ જેરી
કદાચ કોઈને જાણીને હસવું આવશે કે મને ટોમ એન્ડ જેરી જોવાનું આજે પણ ખૂબ ગમે છે કારણ કે એમાં ટોમએન્ડ જેરીની જીતવા માટેની ચડસાચડસી બતાવેલી છે. તમને ખબર છે કે ટોમ એન્ડ જેરી કાર્ટુનનો મતલબ શું છે?મતલબ એ છે કે વામન પણ જીતી શકે છે અને વિરાટ બની શકે છે.
મૂળ વાત એમ છે કે વિશ્વ પ્રસિદ્ધ લેખક સ્વપ્નદ્રષ્ટા એવા જિન ડાઇચ ૯૫ વર્ષની ઉંમરે પ્રાગમાં ગુજરી ગયા.8-8-1924માં એમનો જન્મ અમેરિકાના શિકાગોમાં.તેમની પ્રખ્યાત શોર્ટ ફિલ્મો મૂનરો,ટોમ ટેરેફિક અને નૂડનીક પણ છે.જેમાં મૂનરો ઓસ્કાર વિજેતા છે. એમણે ૧૯૦૮ સુધી કામ ચાલુ રાખ્યું પ્રાગ ચેકોસ્લોવેકિયા એમને એટલું ગમતું હતું કે તેમણે એ ક્યારેય ન છોડ્યું.મર્યા પછી પણ તેમણે કબર પર લખાવ્યું કે ફોર ધ લવ ઓફ પ્રાગ.જે એમનો અદભુત વતન પ્રેમ છે.
મારા સર્વ મિત્રોને અનુરોધ કરું છું ટોમ એન્ડ જેરી એ તો બાળકો માટે નું કાર્ટુન છે એમ માનીને એની અવગણના કરશો નહીં.ભલે બધા હપ્તા ન જુઓ પણ થોડાય જોજો જરૂર.
કર્દમ મોદી,
પાટણ.
82380 58094

Comments
Post a Comment