માણસને તો માણસ જોઈએ
માણસને તો માણસ જોઈએ
શબરીને રામાયણ જોઈએ દુઃખનું કોઈ મારણ જોઈએ
ભલે બીજું કંઈ ના મળે માણસને તો માણસ જોઈએ
કેટલાકને ભગવાન જોઈએ કેટલાકને રહેમાન જોઈએ
પણ સૌથી પહેલી શરત એ કે માણસને તો માણસ જોઈએ
કોઈ ને બધું કારણ જોઈએ છે કોઈને ભારે મથામણ જોઈએ
પામવાની દોડમાં સહુ ભૂલ્યા કે માણસને તો માણસ જોઈએ
ભલે ને લખલૂટ ધન હોય ભલે ને નશામાં હોય
એકબીજાની સારપ જોઈએ માણસને તો માણસ જોઈએ
કોઈને નાની અથડામણ જોઈએ કોઈને મોટું સમરાંગણ જોઈએ
ઝઘડો કરવા માટે પણ માણસને તો માણસ જોઈએ
કોઈને એક ઉદાહરણ જોઈએ કોઈને એક શિખામણ જોઈએ
જીવનમાં આગળ વધવા માટે માણસને તો માણસ જોઈએ
કોઈકને જીવવાનું કારણ જોઈએ કોઈને ઉદાહરણ જોઈએ
જવાબ બધા જડી જાય પછી પણ માણસને તો માણસ જોઈએ
કોઈને રદયના પ્રેમ જોઈએ કોઈને બધાનું નિકંદન જોઈએ
મહાત્મા ગાંધી હોય કે હિટલર હોય, માણસને તો માણસ જોઈએ
રચનાકાર
મૃગાંક શાહ
નોંધ: મૃગાંક ભાઈ મારા ખૂબ સારા મિત્ર છે અને તેઓ વડોદરામાં રહે છે. તેમની આ રચના મને ખૂબ જ ગમે છે. આથી મેં મારા બ્લોગમાં એમની રચના મૂકી છે.સૌ મિત્રોને આ રચના માણવી ખરેખર ગમશે. માણસને ખરેખર બીજા માણસની જરૂર હોય છે પરંતુ આ વાત માણસ મૃત્યુ પર્યંત સમ
Comments
Post a Comment