નાનકડી શાળા
નાનકડી શાળા
થોડા વખત પહેલાની વાત છે.
મેં મારી અઢી વર્ષની દીકરીને પ્રથમ વખત ભણાવી.તેને પલાઠી વાળીને બેસવા કહ્યું પછી ચૂપ રહેવા કહ્યું. પછી મેં પાટીયામાં એકડો લખ્યો અને કહ્યું કે "બોલો એકડ એક". ખુશ થઈને બે હાથ ઊંચા કરીને એ મોટેથી બોલી" એકડ એક" પછી તરત જ બોલી કે ચાલો સ્કુલ પતી ગઈ. મેં પણ મનોમન લાંબો બેલ વગાડી દીધો અને કહ્યું કે હા સ્કૂલ છૂટી ગઈ.
અમારી શાળા પ્રથમ જ દિવસે પાંચેક સેકન્ડ સુધી લગાતાર ચાલી. પણ ખરેખર ભણાવવાની મજા આવી. ભણનાર ખુશ થયું એવું લાગ્યું.
લેખક :
કર્દમ મોદી,પાટણ
Comments
Post a Comment