Posts

Showing posts from March, 2021

ઉત્સવ ગરીબોનો અને અમિરોનો

 આજે મેં એક લેખ વાંચ્યો.તેના લેખક સુરેશ જોશી હતા. તેમાં બે અલગ અલગ પરિસ્થિતિનું વર્ણન કરેલ છે. તેમાં એક બાજુ કૃષ્ણ જન્મોત્સવની પ્રક્રિયા બતાવી છે. તે જ સમયે બીજા કોઈ ગરીબના ઘરમાં એક બાળકનો જન્મ થાય છે. તે પરિસ્થિતિ દર્શાવી છે. એક બાજુ જ્યારે કૃષ્ણ જન્મ થાય છે, ત્યારે લોકો તેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ એક ગરીબના ઘરમાં પણ એ જ સમય એક બાળકનો જન્મ થાય છે. ત્યારે એક ગરીબ ભિખારી તેના બાળકને લઈને એક વૈધ પાસે જાય અને બીજી બાજુ વસુદેવ શ્રીકૃષ્ણને લઈને ગોકુળ જાય છે. બીજી બાજુ પેલો ભિખારી હોય છે .તે બાળકના પગ ભગાવી નાખે છે. જેથી એ આખી જિંદગી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી શકે. બીજી બાજુ વસુદેવ શ્રી કૃષ્ણને ગોકુળમાં લાવે છે. કારણકે તેમનું જીવન સુખમય થાય અને તેમને કારાગૃહનું જીવન ન જીવવું પડે .એક બાજુ શ્રીકૃષ્ણ જન્મથી કારાગૃહમાં પ્રકાશ પથરાઈ જાય છે. તે જ રીતે બીજી બાજુ પેલા ભિખારીના ઘરમાં બાળકના જન્મથી પ્રકાશનો દીવો ઓલવાઈ જાય છે અને અંધકાર ફેલાઈ જાય છે. આ રીતે લેખક બે અલગ અલગ પરિસ્થિતિનું વર્ણન કરીને આપણા સમાજના બે અલગ અલગ  પ્રકારના લોકોનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણ ગોકુળથી પધાર...

ટૂંકા પ્રશ્નોની લાંબી વાત

 આજના શિક્ષણની એક એવી બાબત રજૂ કરવા માગું છું કે જે આપણામાંથી ઘણા વાલીઓની ધ્યાન બહાર હશે. છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોના ટકા વધારે આવે છે. એ બહુસ્પષ્ટ બાબત છે.આ માટે શિક્ષણમાં ટૂંકા પ્રશ્નો અથવા એમસીક્યુ અથવા હેતુલક્ષી પ્રશ્નોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બાળકોને ટૂંકા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો વધારે પડતા લખાવવામાં આવે છે અને એ જ તૈયાર કરાવવામાં આવે છે અને એની જ પરીક્ષા લેવામાં આવે છે. આવું તમામ ધોરણોમાં કરાવવામાં આવે છે.આવા ટૂંકા પ્રશ્નો તૈયાર કરવાનું બાળકો માટે બહુ સહેલું અને આરામદાયક હોય છે. એટલે બાળકો તૈયાર કરી લે છે અને એ જ પરીક્ષામાં પુછાય છે. એટલે સારા ટકા આવી જાય છે. જેના લીધે વાલીઓ પોતાની જાતને ધન્ય માને છે.  પરંતુ આ બાબતની લાંબા ગાળે શું અસર થઈ શકે એ આપણે સમજી શકતાં નથી. આજે પરિસ્થિતિ એ છે કે આપણા વિદ્યાર્થીઓ સારો નિબંધ લખી શકતા નથી. નિબંધ તો શું ટૂંક નોંધ કે ચાર માર્કના પ્રશ્નોનો આઠ લીટીમાં જવાબ પણ લખી શકતા નથી. એ પ્રકારના લાંબા પ્રશ્નો લખવામાં વિદ્યાર્થીઓ પાસે કોઈ પ્રકારની સારી ભાષા કે શબ્દ ભંડોળ પણ પૂરતી માત્રામાં છે નહીં. કારણકે ધોરણ-૧થી હંમેશા માટે ટૂંકા પ...

હસ્તકલાનું શિક્ષણ

  આજે એક સુંદર અનુભવ થયો. હું એક વિદ્યાર્થીના ઘેર ગયો હતો. વિદ્યાર્થીએ કબાટમાંથી કાઢીને કેટલીક વસ્તુઓ બતાવી. આ વસ્તુઓમાં ત્રણ ચાર પ્રકારના પર્સ હતા. જે ઉનમાંથી બનાવેલા હતા. અત્યંત સુંદર રંગોવાળા ઊનમાંથી બનાવેલા આ પર્સ ખૂબ જ આકર્ષક હતા. જોતાંવેંત જ ગમી ગયા. પરંતુ અત્યંત આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે એ વિદ્યાર્થી એમ કહ્યું કે આ તમામ પર્સ મારા દાદીમાએ બનાવેલા છે. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. એક ૭૫ વર્ષની ઉંમરના દાદીમાં આટલા સુંદર પર્સ ઉનમાંથી બનાવી શકતા હોય તો એમની હસ્તકલા વિશે શું કહેવું! ક્યારેક આપણે શિક્ષણને મહત્વ આપીએ છીએ. પરંતુ હવે એવો વિચાર આવે છે કે ૪૨ ટકા સાથે પ્રાપ્ત કરેલી ગ્રેજ્યુએશનની ડિગ્રી વધારે સારી કહેવાય કે હસ્તકલા દ્વારા બનાવેલા આ પર્સ ! વિચારવાની વાત એ છે કે હજુ પણ આપણી પાસે જૂની પેઢીના કેટલાક લોકો એવા વધ્યા છે કે જે આવી હસ્તકલાઓ જાણે છે અને નવરાશના સમયે આ પ્રકારની વસ્તુઓ બનાવે છે. નવી પેઢીએ સમય ફાળવીને આ પ્રકારની હસ્તકલાની વસ્તુઓ બનાવતા શીખવું જોઈએ અને પોતાના સમયનો સદુપયોગ કરવો જોઈએ. અત્યારે પૈસા વેરીને કોઈપણ વસ્તુ લાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. આજે ઘરમાં કોઈ ચાનો મસ...

ધરમપુરનું વિજ્ઞાન કેન્દ્ર

  ધરમપુરનું વિજ્ઞાન કેન્દ્ર વહાલા મિત્રો, આજે હું આપ સૌને ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર વિશે વાત કરવાનો છું. સૌ પ્રથમ તો હું આપને એ જણાવીશ કે આપનાં સંતાનને લઈ અને આપ આપના ગામથી ધરમપુર સ્પેશ્યલ જઈને આ સ્થળ બતાવો તો પણ તમે આવ્યા પછી એમ કહેશો કે પૈસા વસુલ. એટલું જબરદસ્ત આ સ્થળ છે. તો એવું તે શું છે આ સ્થળમાં? તો એના વિશે વિગતવાર વાત કરીએ. ધરમપુર એ વલસાડ જિલ્લામાં આવેલું છે વલસાડથી ૩૦ કિલોમીટર દૂર આવેલું તાલુકા સેન્ટર છે. જ્યાં જવું બહુ સરળ છે.આ એક રજવાડી શહેર છે. ત્યાં વિજ્ઞાન કેંદ્ર ઉપરાંત મ્યુઝીયમ, ત્રણ દરવાજા તેમજ બાગ બગીચા જોવાલાયક છે. નજીકમાં વિલ્સન હીલ નામનું હીલ સ્ટેશન પણ છે.પરંતુ આ લેખમાં આજે માત્ર વિજ્ઞાન કેન્દ્ર ની વાત કરવાની છે. આપણે ત્યાં તમામ ધોરણમાં વિજ્ઞાન ભણાવવામાં આવે છે. પરંતુ શાળામાં વિજ્ઞાનના પ્રયોગો ભાગ્યે જ કરાવવામાં આવે છે. આપણે ત્યાં ઓક્સીજન બનાવવાથી માંડીને, ખેતીમાં વિવિધ પાકો લેવાથી માંડીને, વિવિધ રોગોથી માંડી અને બાળકો કેવી રીતે જન્મે છે.... આ તમામ ઘટનાઓ કાળા પાટીયાની અંદર જ થઈ જાય છે. પરિણામે આપણે ત્યાં વિજ્ઞાનના પ્રાયોગિક ખ્યાલ જેવું કશું છે જ નહીં. વિજ્ઞાન...

સંકટ સમયનો સાથી

 સંકટ સમયનો સાથી આપણે આર્થિક રીતે ભલે સંપન્ન થયા હોઇએ.પરંતુ હવે આપણી સમસ્યાઓ ભૌતિક નહીં પરંતુ માનસિક વધી રહી છે. જેનો સીધો કોઈ ઉકેલ જણાતો નથી. પરંતુ ઊંડાણપૂર્વક વિચારતા એવું લાગે છે કે માનસિક સમસ્યાઓનો ઉકેલ વિચારોની તાજગીમાં પડેલો છે. વિચારોની તાજગી માટે મનની અંદર નવા પ્રકારના વિચારોની આવન-જાવન થવી જોઈએ અને મનની અંદર નવા પ્રકારના વિચારોની આવન-જાવન માટે આપણી પાસે વિચારોનો સ્ત્રોત હોવો જોઈએ અને વિચારોનો સ્રોત એટલે પુસ્તકો.આમ આપણે પુસ્તકો વાંચવા રહ્યા. પરંતુ આજના જમાનામાં કોઈને પુસ્તક વાંચવાનું કહેવું એ ગંભીર ગુનો પણ બની શકે છે. એટલે પુસ્તક વાંચવાનું તો કહી શકાય એવી પરિસ્થિતિ નથી. પરંતુ એનો અન્ય એક વિકલ્પ મને દેખાઈ રહ્યો છે. આપણે ત્યાં ઘણા બધા મેગેઝીનો છપાતા હોય છે.(સામયિકો)કેટલાક અઠવાડિયે પ્રસિદ્ધ થાય છે. કેટલાક પંદર દિવસે પ્રસિદ્ધ થાય છે અને કેટલાક સામયિકો દર મહિને પ્રસિદ્ધ થતા હોય છે. જો આપણે કાઠા થઈને પોતાની પસંદગીના એક બે કે પાંચ સામયિકોનું લવાજમ ભરી દઈએ તો આ સામયિકો દર અઠવાડિયે કે પંદર દિવસે નિયમિતપણે આપણા ઘેર બાય પોસ્ટ આવતા હોય છે.જ્યારે ટપાલ દ્વારા સામાયિક આપણા ઘેર આવે ત્યા...

કોરોના એક વૈશ્વિક મહામારી

  આગામી પરીક્ષામાં પૂછાવાલાયક નિબંધ  : કોરોના એક વૈશ્વિક મહામારી કોરોના  પ્રાસ્તાવિક:  કોરોનાનું વૈજ્ઞાનિક નામ કોવિડ19 છે. તેની ઉત્પત્તિ ચીનના નોનવેજ બજારમાંથી અથવા ચામાચીડિયાથી થયેલી ગણાય છે. સાથેસાથે ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને બાયો વેપન એટલેકે જૈવ શસ્ત્ર તરીકે વિકસાવ્યું હોય તેવું પણ કહેવાય છે. હવે આમાં સાચું શું છે એ કહેવું આપણા હાથમાં નથી. પરંતુ કોરોના એક જીવલેણ વાયરસ છે જે માનવીને ભરખી જાય છે. કોરોના શબ્દનો અર્થ  ચાઇનીઝ ભાષામાં મુગટ એવો થાય છે કારણ કે તેનો આકાર મુગટ જેવો દેખાય છે. પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ કોવિડ 19 છે.  તે શોધાયેલો 19 નંબરનો વાયરસ છે.ચીનના વુહાન શહેરથી વાયરસ નો અભ્યાસ કરતી એક પ્રયોગ શાળામાંથી  આ વાયરસ લીક થયો છે એમ મનાય છે. જેને લીધે સમગ્ર વુહાન શહેર તાત્કાલિક lockdown અથવા નજરકેદ કરવામાં આવ્યું.યુદ્ધના ધોરણે મેડિકલ પગલા લેવામાં આવ્યા.સમગ્ર ચીનના ડૉક્ટરોને લાવવામાં આવ્યા. તાત્કાલિક નવી હોસ્પિટલો બાંધવામાં આવી અને સેંકડો લોકોને ચેપ લાગ્યો હોવાથી સારવાર કરવામાં આવી.જેમાંથી ચીનમાં 3500 જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા.જોકે આ સત્ત...

આજનું teaching

  આજના શિક્ષણની સૌથી મોટી બલિહારી એ છે કે હવે શાળાઓમાં  ભણાવવામાં આવતું નથી. ભણાવવું એટલે શું એ પણ ઘણા શિક્ષકોને ખબર પણ નથી. ઘણા બધા શિક્ષકો ઘેરથી પોપટની જેમ ગોખીને આવે છે અને વર્ગખંડની અંદર બોલી જાય છે. અને કેટલાક શિક્ષકો વર્ગખંડની અંદર પાઠ્યપુસ્તકમાંથી પોતાની વાંચન કલાની રજૂઆત કરે છે. એટલું જ નહીં અમે કેટલાક શિક્ષકોને હાથમાં સીધેસીધી ગાઈડ પકડીને પણ ભણાવતા જોયા છે. હકીકતમાં શિક્ષણની અંદર જે પાઠો અથવા ગણતરીઓ અથવા સમીકરણો આપવામાં આવ્યા છે એ દરેક બાબતનો જીવનમાં ઉપયોગ કરવાનો હોય છે અને જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો એ શિક્ષકે બાળકને શીખવાડવાનું હોય છે. જેમકે અખાના છપ્પા ભણાવવામાં આવે ત્યારે આપણા સમાજમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવાની વાત કરવાની છે, જે શિક્ષકે બાળકોને સમજાવવાનું છે. એ જ રીતે હાઈડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો H2O બને છે અને H2O એટલે પાણી એવું શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવવાનું હોય છે. પાયથાગોરસનો પ્રમેય છે તે દુનિયાના કોઈપણ બિલ્ડિંગમાં વપરાયેલો હોય છે. પરંતુ આ બધું ખુલાસા પૂર્વક, ફોડ પાડીને સારી રીતે, ભારપૂર્વક કહેવામાં આવતું નથી. પરિણામે શિક્ષણનો અને જીવનનો કોઈ પ્રકારનો...

પુસ્તકનું નામ: આપણા ક્રાંતિકારીઓ લેખક: જીતેન્દ્ર પટેલ,

Image
  પુસ્તકનું નામ: આપણા ક્રાંતિકારીઓ લેખક: જીતેન્દ્ર પટેલ, પ્રકાશક: પાર્શ્વ publications, અમદાવાદ મિત્રો, હમણાં અનાયાસે એક પુસ્તક જોવામાં આવ્યું.એ કઈ રીતે જોવામાં આવ્યું એ જણાવવું પણ મને જરૂરી લાગે છે. હમણાં હું એક વિદ્યાર્થીનું ટ્યુશન કરું છું. આ વિદ્યાર્થી સાતમા ધોરણમાં ભણે છે. પરંતુ મને એનું વાંચન થોડું નબળું લાગ્યું. એટલે મને એમ થયું કે એનું વાંચન સુધારવા માટે હું એની પાસે રોજ એક ફકરો વંચાવવો. એ માટે મેં એને કહ્યું કે તારા ઘરમાં કોઈ ચોપડી પડી હોય તો તું મને એ ચોપડી આપ. એટલે એણે મને એના ઘરમાં પડેલી આપણા ક્રાંતિકારીઓ, લેખક જીતેન્દ્ર પટેલ. એ ચોપડી આપી. મેં ચોપડીનું અવલોકન કર્યું. તે ચોપડીનીમાં સો ક્રાંતિકારીઓના જીવન ચરિત્ર છાપેલા હતા. ડાબી બાજુના પેજ પર એક ક્રાંતિકારીનો ફોટો હતો અને જમણી બાજુના પેજ પર માત્ર એક પેજમાં જે તે ક્રાંતિકારીનું જીવન ચરિત્ર લખેલું હતું. એટલે મને એમ થયું કે નિયમિત વાંચવા માટે આ ચોપડી ખૂબ સારી છે. એટલે મેં એ વિદ્યાર્થીને મારા ટ્યુશનની શરૂઆતની બે-ત્રણ મિનીટમાં એ ચોપડી નું કોઈપણ એક પ્રકરણ ક્રમાનુસાર વાંચવાનું જણાવ્યું. આથી ટ્યુશનની શરૂઆતમાં રોજ તે એનું એક પ્ર...

ભાવતાં ભોજનિયા

  એક સમયે ગામડાના માણસો શહેરમાં ખરીદી કરવા જતા ત્યારે બપોરનો સમયે  ના છૂટકે સો ગ્રામ ભજીયા ખાવાની હિંમત કરતા અને તે પણ ડરતા ડરતા. કારણ કે મનમાં એવી ગ્રંથિ હતી કે બજારમાં ખાઈએ તો માંદા પડી જવાય. ત્યારબાદ એવો સમય આવ્યો કે કેટલાક લોકો શહેરમાં જાય તો એમને રોકાવું પડતું હતું. આથી નછૂટકે ખાવું પડે. એટલે અન્ય કોઇ ઉકેલ ન હોવાથી એ લોકો હોટલોમાં અથવા લોજમાં જમતા અને એ રીતે લોજમાં જમવાનું જરૂરી બનતું. પરંતુ આજે હોટલમાં જઇને ખાવું ફેશન બની ગઈ છે. કોઈપણ જાતના કારણ વગર સમગ્ર કુટુંબ ઘરને તાળુ મારી ગાડીમાં ગોઠવાઈને હોટલોમાં જાય છે. ત્યાં જઈને લાઈનમાં બેસે છે અને પોતાનો નંબર આવે ત્યારે પૈસા ખર્ચીને મોંઘા ભાવના ભોજન ખાય છે. આ ભોજનની પડતર કિંમત કરતાં લગભગ પાંચથી સાત ગણી કિંમત વસૂલવામાં આવે છે. આ ભોજન માત્ર અને માત્ર મસાલાઓના લીધે જ ચટાકેદાર લાગતું હોય છે. બાકી એની અંદરની હકીકતોથી આપણે સૌ સારી રીતે વાકેફ છીએ. અવારનવાર વર્તમાનપત્રોની અંદર રસોડાના સમાચારો ચમકતા જ હોય છે. વ્યવસ્થિત સાફ ન કરવામાં આવતાં વાસણો અને ગંદા ભોંય તળિયા આ બધું સમાચાર પત્રમાં પ્રકાશિત થાય જ છે. પરંતુ આપણે રસોડામાં ક્યારેય જોવ...