કોરોના એક વૈશ્વિક મહામારી
આગામી પરીક્ષામાં પૂછાવાલાયક નિબંધ :
કોરોના એક વૈશ્વિક મહામારી
કોરોના પ્રાસ્તાવિક:
કોરોનાનું વૈજ્ઞાનિક નામ કોવિડ19 છે. તેની ઉત્પત્તિ ચીનના નોનવેજ બજારમાંથી અથવા ચામાચીડિયાથી થયેલી ગણાય છે. સાથેસાથે ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને બાયો વેપન એટલેકે જૈવ શસ્ત્ર તરીકે વિકસાવ્યું હોય તેવું પણ કહેવાય છે. હવે આમાં સાચું શું છે એ કહેવું આપણા હાથમાં નથી. પરંતુ કોરોના એક જીવલેણ વાયરસ છે જે માનવીને ભરખી જાય છે. કોરોના શબ્દનો અર્થ ચાઇનીઝ ભાષામાં મુગટ એવો થાય છે કારણ કે તેનો આકાર મુગટ જેવો દેખાય છે. પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ કોવિડ 19 છે. તે શોધાયેલો 19 નંબરનો વાયરસ છે.ચીનના વુહાન શહેરથી વાયરસ નો અભ્યાસ કરતી એક પ્રયોગ શાળામાંથી આ વાયરસ લીક થયો છે એમ મનાય છે. જેને લીધે સમગ્ર વુહાન શહેર તાત્કાલિક lockdown અથવા નજરકેદ કરવામાં આવ્યું.યુદ્ધના ધોરણે મેડિકલ પગલા લેવામાં આવ્યા.સમગ્ર ચીનના ડૉક્ટરોને લાવવામાં આવ્યા. તાત્કાલિક નવી હોસ્પિટલો બાંધવામાં આવી અને સેંકડો લોકોને ચેપ લાગ્યો હોવાથી સારવાર કરવામાં આવી.જેમાંથી ચીનમાં 3500 જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા.જોકે આ સત્તાવાર આંકડો છે.સાચો આંકડો ઘણો મોટો હશે એવું માની શકાય. જોકે વિચિત્રતા એ પણ છે કે ચીનની વસ્તીની ઘનતા (ડેન્સિટી) ઘણી વધારે હોવા છતાં વુહાન સિવાય ચીનમાં કશે નથી ફેલાયો.એ તે કેવી અજબ જેવી વાત છે.
અન્ય દેશોમાં અસર:
કરોનાના વાયરસની ભયંકર અસરો અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જર્મની ઈટાલી, તુર્કી જેવા દેશો પર થઈ. જ્યારે સંખ્યાની વાત કરીએ તો 190 જેટલા દેશો પર અસર થઇ.અમેરિકા અને ઈટાલીમાં તો હવે મૃત્યુનો આંકડો લાખોમાં પહોંચ્યો છે.જોકે સ્પેન, ફ્રાન્સ, જર્મની પણ પાછળ નથી.આ દેશોમાં માણસોને દફનાવવા માટે હવે જગ્યા રહી નથી કામચલાઉ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.જર્મનીના નાણામંત્રીએ તો ''હવે દેશ કઈ રીતે મંદીમાંથી બહાર આવશે" એવી ચિંતામાં આત્મહત્યા કરી એવા પણ સમાચાર આવ્યા.આમ વિશ્વના મોટા મોટા દેશના પાયા કોરોનાએ હચમચાવી નાખ્યા છે.માણસોને ગભરાવી નાખ્યા છે. એવું કહેવામાં અતિશયોક્તિ નથી.
કોરોના ભારત અને lockdown:
ભારતમાં ૩૦મી જાન્યુઆરીએ પ્રથમ દર્દી મળ્યો હતો અને કર્ણાટકમાં તેનું મૃત્યુ પણ થયું.પરંતુ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અગાઉથી સાવચેતીનાં પગલાં લઈને એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના સ્ક્રિનિંગ કરવા માંડ્યું અને દેશમાં જરૂરી જાહેરાતો કરીને જનતા જાગૃતિ કરવા માંડી.જેની શરૂઆત 22 માર્ચથી જનતા કરફ્યુથી કરી અને ૨૩મી માર્ચથી complete lockdown જાહેર કરી દીધું. શરૂઆતમાં બે દિવસ લોકોને આકરુ લાગ્યું.પરંતુ રોગનો ડર મહાન હતો.આથી લોકો તરત જ ઝડપથી ટેવાઈ ગયા.દરમિયાન ૨૯ માર્ચના રોજ તાળીથાળી પ્રયોગ અને 5 એપ્રિલ 2020ના રોજ દિયા બાતી પ્રયોગ કરીને જનતાને જાગૃત વાત કરતાં સંદેશા આપ્યા. દરમિયાન ટીવી ઉપર કોરોના અપડેટ સંદેશા,આરોગ્ય સેતુ એપ વર્તમાન પત્રોના સંદેશા તેમજ વોટ્સએપ પરથી કરવામાં આવેલા મેસેજો આ બધાથી જનતા જાગૃતિ સારી થઈ આ સંદેશાઓનો એક સારાંશ એવો પણ નીકળે છે કે આયુર્વેદમાં આ રોગનો ઉપચાર છે. નવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ૧૭ ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ અત્યાર સુધી કોરોના સંક્રમણના ૧,૦૯,૩૭,૩૨૦ કેસ બન્યા છે. જેમાંથી ૧,૦૬,૪૪,૮૫૮ દર્દીઓ સાજા થયા છે અને ૧,૫૫,૯૧૩ લોકોના મોત થયા છે.
કોરોનાના લક્ષણો:
કોરોના વાયરસ ફેફસામાં જઈને વિકસે છે.આથી માણસોનું શ્વસન તંત્ર નબળું પડી જાય છે.માણસ શ્વાસ નથી લઈ શકતો.શ્વાસ રૂંધાઈ જાય છે, તાવ આવે છે, ખાંસી થાય છે.આમ જુઓ તો આ ફ્લૂના પ્રકારનો રોગ ગણી શકાય પરંતુ આ રોગ હકીકતમાં જીવલેણ રોગ છે.
કોરોનાથી બચાવ:
1)કોરોના વાયરસ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે.એટલે માસ્ક પહેરવું અનિવાર્ય છે.2)આ વાયરસ ઠંડકમાં વિકસતો હોવાથી ઠંડા પદાર્થો જેવા કે આઈસ્ક્રીમ વગેરેથી દૂર રહેવું જરૂરી છે.
3)શરીરને ગરમ રાખવું જરુરી હોઇ ગરમ પાણી પીવું, સૂંઠ, આદુ, હળદર, તુલસી, મરી,તજ જેવા ગરમ પદાર્થોનું સેવન આવશ્યક છે.
4)વાયરસ થોડો અભિમાની છે અને બહાર બોલાવવા જઇએ તો જ આવે છે.આથી ઘર બહાર ન જવું.જાહેર સ્થળો પર ન જવું, ભીડમાં ન જવું.
5)હાથ વારંવાર નાકમોં તરફ જાય છે આથી હાથ વારંવાર સાબુથી ધોવા જરૂરી છે.6)ઘરમાં સ્વચ્છતા રાખવી, કચરા-પોતા ફિનાઇલયુક્ત પ્રવાહીથી નિયમિત કરવા જરૂરી છે.
7) બારણા, બારી, ટેબલ, ગાડીના હેન્ડલ વગેરે વારંવાર સાફ કરવા ફાયદાકારક છે.8)કોઈપણ વ્યક્તિથી લઘુત્તમ એક મીટર અંતરે દૂર રહેવું જરૂરી છે.
9)સ્વચ્છ વસ્ત્રો પહેરવા.બહારથી ઘેર આવીને તરત સ્નાન કરી લેવું(કોરોનાના નામનું)
10) ટીવી, પેપરના સમાચારો, ન્યુઝ અપડેટ થી વાકેફ રહીને પરિસ્થિતિનો અંદાજ કાઢવો.
11)એકાંતવાસ સેવવો.
12)બહારના જંકફૂડ વગેરે ન ખાવા.13)સ્વાસ્થ્યના નિયમો અનુસરવા, યોગ પ્રાણાયામ કરવા.
14)સરકારે બનાવેલી આરોગ્ય સેતુની એપનો અભ્યાસ કરતા રહેવું.
કોરોના lockdown ના હકારાત્મક પાસા:
(1)આરોગ્યલક્ષી પાસા: lockdownથી આપણે ઘરમાં પુરાઈ રહીએ.તેનાથી કોરોનાની સાંકળ તૂટી જાય છે આથી કોરોના આગળ ફેલાતો અટકી જાય છે. વ્યક્તિમાં સ્વાસ્થ્યલક્ષી જાગૃતિ આવે છે.
(2)જીવનલક્ષી પાસા : આજના કાળની સૌથી મોટી કટોકટી છે સમય. મતલબ કે દોડધામવાળી જિંદગી.એટલે કે કોરોનાએ lockdown ના નામે આપણને પુષ્કળ સમય આપી દીધો છે. હવે આપણા બધાની પાસે એટલો બધો સમય છે કે સમય ક્યાં પસાર કરવો એ ઊલટાની એક સમસ્યા બની ગઈ છે. હવે જે કોઈ મનપસંદ પ્રવૃત્તિ હોય તે તમામ પ્રવૃત્તિઓ તમે કરી શકો છો વળી ઘરમાં થતી પ્રવૃત્તિઓ કોઈ જોવા પણ આવવાનું નથી એટલે કોઈ પ્રકારે શરમાવાની જરૂર પણ નથી. તમે રસોઈ બનાવો તો પણ વાંધો નથી. તમે કચરા પોતા કરો તો પણ કંઈ વાંધો નહીં અને તમે સંગીત શીખો તો પણ કશો વાંધો નથી.આમ તમામ પ્રકારનો સમય lockdown માં આપણને મળી જાય છે એ જીવન ની દ્રષ્ટિએ અત્યંત ફાયદાકારક બાબત છે.જે જીવનલક્ષી પ્રવૃત્તિઓ વાંચન, ચિંતન, મનન, સંગીત, ચિત્રકલા આપણે નહોતા કરી શકતા તે લોક ડાઉનલોડમાં કરી શકાય છે. આપણે નોકરીધંધાની હાડમારીમાં કુટુંબને સમય આપી નથી શકતા એ આપણી જૂની ફરિયાદ હતી. કોરોનાએ આપણને કુટુંબ સાથે રહેવાનો સમય આપ્યો છે.જીઓ યાર જી ભરકે.
(3) યોગ-પ્રાણાયામ,આયુર્વેદ, સ્વાસ્થ્ય વિશે આપણે વધારે જાગૃત થયા પોતાના કે પોતાના કુટુંબ વિષે ન વિચારતા આપણે સમાજના અન્ય લોકો, ગરીબો કે દેશ વિશે વિચારતા થયા.આરોગ્ય વિશેના નિયમોના પાલનના લીધે આપણે થોડાક આરોગ્ય પ્રત્યે જાગૃત થયા." આરોગ્યને જીવનમાં જાણે કે સ્થાન મળ્યું એવું લાગે છે.
(4)"નેટમાં કંઇ બળ્યું નથી" એવું ઘણા જડમતિઓને જ્ઞાન લાધ્યું છે.
(5)દૂરદર્શન પર રામાયણ,મહાભારત, ક્રિષ્ના, વિષ્ણુ પુરાણ, ઉપનિષદગંગા જેવી સુંદર સીરીયલ બતાવવામાં આવી.જેનાથી નવી પેઢીને સાંસ્કૃતિક વારસાનો પરિચય મળ્યો.
આજની પરિસ્થિતિ:
આજે તો હવે કોરોના રોગની રસી પણ શોધાઈ ગઈ છે અને આપણા માટે અત્યંત આનંદની બાબત છે કે કોરોનાની રસીની બાબતમાં ભારતે વિશ્વમાં નેતૃત્વ લીધું છે. એટલે કે ભારતે શોધેલી રસી એ સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ છે. ભારતે ૯૦ જેટલા દેશોને રસી પહોંચાડી પણ છે. ભારતની અંદર આ રસી એક કરોડથી વધુ લોકોને આપવામાં પણ આવી છે. એની કોઈ પણ જાતની આડઅસર નથી.વળી પરિણામો ખૂબ જ સુંદર મળ્યા છે. એના ઉપરથી એ પણ સાબિત થાય છે કે કોરોના જેવી મહામારીમાં દુનિયાના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહાન ગણાતા દેશો પણ રસી શોધવાનુ જે ભગીરથ કાર્ય નથી કરી શક્યા, તે ભારતે બહુ જ સહજતાથી કરી દીધું છે.એનો સીધો અર્થ એ નીકળે છે કે ભારત પાસે બૌદ્ધિક સંપત્તિ પણ છે જ. પરંતુ પ્રશ્ન એ છે કે આ બૌદ્ધિક સંપત્તિને યોગ્ય તક મળવી જોઈએ. ખરેખર કોરોના જેવી મહામારી કે જેનાથી સમગ્ર વિશ્વ ત્રાહિમામ પોકારી ગયું હતું. એની રસી ભારતે શોધી એ ભારતે વિશ્વ પર કરેલો ઉપકાર છે. હકીકતમાં વિશ્વમાં ભારતની છાપ ખૂબ જ સારી થઈ ગઈ છે. વિશ્વના લોકોને લાગ્યું કે હવે ભારતને અવગણી ન શકાય. ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ભારતની વર્તમાન સરકારે પણ કોરોનાની અંદર બહુ જ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ પગલાં લીધા છે. અધિકારીઓએ પણ સારી ફરજ બજાવીછે. જે આપણા માટે ખરેખર ગૌરવ લેવા લાયક બાબત છે. પરંતુ કોઈપણ વસ્તુ સમયની સાથે આગળ વધતા વધતા બદલાતી હોય છે તેવી રીતે કોરોના વાયરસમાં પણ હવે નવા ફેરફારો થતા જોવા મળે છે અને દેશમાં કોરોના નવા સ્વરૂપે ઉથલો મારશે એવી એક સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વના અન્ય દેશોમાં કેટલીક જગ્યાએ કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે અને તેની મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે. ભારતમાં પણ નવા સ્ટ્ર્એઇનના કેસો શરૂ થવા માંડ્યા છે. જોકે મોટી સંખ્યામાં નવા કોરોનાના કેસો હાલ સુધીમાં દેખાતા નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે આ મહામારી ઉથલો મારવાની નથી.એટલે આપણે સૌએ જે પાયાની બાબતો છે તે હજુ પણ કરવી જોઇએ. જેમ કે મોઢા ઉપર માસ્ક બાંધવું તેમ જ સામાજિક અંતર જાળવવું, આરોગ્યને લગતા જે કંઈ પગલાં હોય એ બધા પાલન કરતા રહેવું એ આપણા માટે અત્યંત જરૂરી બાબત છે.
કોરોનાની શિક્ષણ પર અસર:
કોરોનાથી સૌથી વધારે નુકસાન કોને થયું છે એવું પૂછવામાં આવે તો તેનો જવાબ શિક્ષણ. lockdown ના લીધે આપણા લાખો કરોડો બાળકો શાળામાં જઈ શક્યા નથી. તેના લીધે શિક્ષણ યોગ્ય રીતે થઇ શક્યું નથી.આથી નછૂટકે બાળકોએ ઓનલાઇન શિક્ષણ લેવું પડ્યું. પરંતુ ઓનલાઇન શિક્ષણની ઘણી બધી મર્યાદાઓ છે. સૌથી પ્રથમ બાબત કે આપણી પાસે એ પ્રકારની સામાજિક વ્યવસ્થા નથી કે બધા વિદ્યાર્થી ઓનલાઇન શિક્ષણ લઇ શકે. બધા વિદ્યાર્થીઓની પાસે મોબાઇલ હોતા નથી અને મોબાઈલ હોય છે તો યોગ્ય નેટવર્ક હોતા નથી.ઘણી વખત લાઈટની સમસ્યા હોય છે. આ બધી બાબતોને લઇને ઓનલાઇન શિક્ષણ પણ યોગ્ય રીતે થઇ શક્યું નથી. ઓનલાઈન શિક્ષણથી બાળકોને આંખની બીમારી થાય છે. આથી બાળકો વર્ષ દરમિયાન સારી રીતે ભણી શક્યા નથી. જે આપણા માટે કોરોનાથી થયેલું સૌથી મોટું નુકસાન ગણાય. પરંતુ હમણાંથી શાળાઓ શરૂ થઈ ગઈ છે એટલે હવે બાકીના સમયમાં બાળકો સારી રીતે ભણશે એવી આશા રાખીએ અને બાળકોએ આ ચેલેન્જ ઉત્સાહપૂર્વક ઉપાડી પણ લેવી જોઈએ.
ઈશ્વરને પ્રાર્થના છે કે વિશ્વ ઝડપથી સ્વસ્થ થઈ જાય.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.,
Mathematics,
પાટણ.

Comments
Post a Comment