ઉત્સવ ગરીબોનો અને અમિરોનો
આજે મેં એક લેખ વાંચ્યો.તેના લેખક સુરેશ જોશી હતા. તેમાં બે અલગ અલગ પરિસ્થિતિનું વર્ણન કરેલ છે.
તેમાં એક બાજુ કૃષ્ણ જન્મોત્સવની પ્રક્રિયા બતાવી છે. તે જ સમયે બીજા કોઈ ગરીબના ઘરમાં એક બાળકનો જન્મ થાય છે. તે પરિસ્થિતિ દર્શાવી છે. એક બાજુ જ્યારે કૃષ્ણ જન્મ થાય છે, ત્યારે લોકો તેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ એક ગરીબના ઘરમાં પણ એ જ સમય એક બાળકનો જન્મ થાય છે. ત્યારે એક ગરીબ ભિખારી તેના બાળકને લઈને એક વૈધ પાસે જાય અને બીજી બાજુ વસુદેવ શ્રીકૃષ્ણને લઈને ગોકુળ જાય છે. બીજી બાજુ પેલો ભિખારી હોય છે .તે બાળકના પગ ભગાવી નાખે છે. જેથી એ આખી જિંદગી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી શકે. બીજી બાજુ વસુદેવ શ્રી કૃષ્ણને ગોકુળમાં લાવે છે. કારણકે તેમનું જીવન સુખમય થાય અને તેમને કારાગૃહનું જીવન ન જીવવું પડે .એક બાજુ શ્રીકૃષ્ણ જન્મથી કારાગૃહમાં પ્રકાશ પથરાઈ જાય છે. તે જ રીતે બીજી બાજુ પેલા ભિખારીના ઘરમાં બાળકના જન્મથી પ્રકાશનો દીવો ઓલવાઈ જાય છે અને અંધકાર ફેલાઈ જાય છે. આ રીતે લેખક બે અલગ અલગ પરિસ્થિતિનું વર્ણન કરીને આપણા સમાજના બે અલગ અલગ પ્રકારના લોકોનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણ ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે બીજી બાજુ પેલો ગરીબ છોકરો જેના પગ
તેના પિતાએ ભગાવી નાખ્યા હતા. એક તરફ તેના પિતા તેને એક ગાડીમાં બેસાડીને રસ્તા પર ચાલે છે. તેના પિતા આંખે અંધ છે અને તેની માતા બંનેની સાથે ચાલે છે. તેમને એવો વિશ્વાસ છે કે ભગવાન ની ઈચ્છા હશે તો તેમને કોઈકને કોઈક તો થોડા ઘણા પૈસા આપશે.
આ રીતે સમાજની અલગ અલગ પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. જેના પરથી આપણે બોધ લેવો જોઈએ કે આપણા જીવનમાં સુખ આવવાથી વધારે છકી ન જવું જોઈએ. આપણે સમાજના નબળા લોકોની મદદ કરવી જોઈએ.
ફ્રાન્સી મોદી
પાટણ
Comments
Post a Comment