Posts

Showing posts from October, 2021

ગરમ કોટ

Image
  મહાન અભિનેતા બલરાજ સહાનીનું 1955 નું શ્વેત શ્યામ મુવી " ગરમ કોટ " જોયું.ખૂબ જ સુંદર અને લાગણીસભર ફિલ્મ.ઈમાનદાર વ્યક્તિના જીવનની કરુણતા અને સાથે સાથે સુખી ગૃહસ્થ જીવનની સુંદરતા બંને સરસ રજૂ થયા છે.આદર્શ મૈત્રીની પણ ધારદાર રજૂઆત છે.@કર્દમ મોદી પતિ પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે.પરંતુ આવક ઓછી છે.એક બે વખત હિસાબમાં ભૂલ પડે છે. એથી પગારની રકમ ઓફિસમાં જમા કરાવવી પડે છે.પતિનો કોટ ખૂબ જ ફાટી ગયેલો છે.પત્ની સતત પતિને કહે છે કે તમે પગારમાંથી કોટ સીવડાવી લો. પરંતુ પૈસાનો મેળ આવતો નથી અને સમય ખેંચાયા કરે છે.ગરમ કોટ લેવા માટે જીવનમાં કેવી કેવી કરૂણાંતિકા સર્જાય છે.એમાં એક આદર્શ પતિપત્નિ કેટલું સહન કરે છે એની ખુબ જ લાગણી સભર અને સુંદર ફિલ્મ એટલે ગરમ કોટ.અચૂક જોવા જેવી ફિલ્મ છે.વધુ લખવું જરૂરી નથી.સમય મળે જરૂર જોવા વિનંતી.@કર્દમ મોદી કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi

પાટણનો ઇતિહાસ

Image
 પાટણનો ઇતિહાસ પુરાતન પાટણની સ્થાપના વિક્રમ સંવત 802 માં વનરાજ ચાવડા દ્વારા કરાઇ પણ ગુર્જરપ્રદેશનો સુખ અને સમૃદ્ધિનો વિકાસ સોલંકી કાળમાં થયાનું લખાય છે.તેમાં પણ ગુર્જર નરેશ સિદ્ધરાજ સોલંકી (૧૦૯૪ થી ૧૧૪૩ ) દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં પાટણ સંસ્કારી નગરી તરીકે ખ્યાતિ પામ્યું હતું. તે સમયે પાટણનો ઘેરાવો ૧૮ માઈલનો હતો.સિદ્ધરાજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને માળવાને પણ જોડ્યા હતા.ઉત્તરમાં અજમેર સુધી,દક્ષિણમાં કોલાપુર,પૂર્વમાં બુંદેલખંડ સુધી પાટણની આણ વર્તાતી હતી.સિધ્ધરાજ પણ સંગીતકલા અને વિદ્યાના આશ્રય દાતા તરીકે જાણીતા થયા.તેમણે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય ફરી બંધાવ્યો અને પાટણમાં અતિભવ્ય સહસ્ર લિંગ તળાવ બનાવી તેમણે જે મંદિરો બનાવ્યા તેમાં એક શ્રી કાલિકા માતાજીનું અતિ પ્રાચીન મંદિર છે.જે આજે પણ અડીખમ ઉભું છે.જે પ્રાચીન કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા,તેમની બાજુમાં મહાલક્ષ્મી ભદ્રકાળી માતા અને રાજસ્થાનના ભીનમાલ બિરાજતા શ્રી ખીમજ માતા ક્ષેમંકરી માતા તરીકે બિરાજે છે. પાટણનો પરિચય કરાવતા વિશ્વસનીય પુસ્તક સરસ્વતી પુરાણમાં દર્શાવ્યું છે કે સિદ્ધરાજ સમાન કોઈ રાજા નથી અને ...

બાળવાર્તા

 એક રાજા હતો.એ રાજા મોંઘાકપડા પહેરીને હજારો રૂપિયા ખર્ચી નાખતો હતો, પરંતુ દાન વખતે તેમની મુઠ્ઠી બંધ થઈ જતી હતી.એકથી એક પ્રખ્યાત લોકો રાજસભામાં આવતા હતા, પરંતુ ગરીબ, નાખુશ, વિદ્વાન, સજ્જન તેમાંથી કોઈ આવતું નહોતું કારણ કે તેમને ત્યાં કોઈ મદદ આપવામાં આવતી ન હતી. એકવાર તે દેશમાં દુકાળ પડ્યો. પૂર્વ સરહદના લોકો ભૂખ અને તરસથી મરવા લાગ્યા.આ સમાચાર રાજાને મળ્યા. તેણે કહ્યું, "આ ભગવાનનો કોપ છે, આમાં મારો કોઈ વાંક નથી."લોકોએ કહ્યું, "મહારાજ, મહેરબાની કરીને શાહી ભંડારમાંથી અમને મદદ કરો,જેથી અમે અન્ય દેશોમાંથી અનાજ ખરીદીને અમારો જીવ બચાવી શકીએ."  રાજાએ કહ્યું, "આજે તમે દુકાળથી પીડિત છો, કાલે તમને ખબર પડશે, ક્યાંક ભૂકંપ આવ્યોછે, અમુક જગ્યાના લોકો ખૂબ ગરીબ છે, તેમને બે વખત રોટલી મળતી નથી. આ રીતે મદદ કરવામાં તો મારો રાજભંડાર સમાપ્ત થઈ જશે,આવી મદદમાં તો હું પોતે ભિખારી થઈ જઈશ."આ સાંભળીને લોકો નિરાશ થઈને પાછા ફર્યા. અહીં દુકાળનો પ્રકોપ ફેલાઈ રહ્યો હતો.દરરોજ કેટલાય લોકો ભૂખે મરવા લાગ્યા.પ્રજા ફરી રાજા પાસે પહોંચી અને રાજસભામાં પ્રસ્તાવ મૂક્યો, "દુહાઈ મહારાજ!આપની પાસેથી ...

બાળકોનાં રમકડાંનો વિકલ્પ

Image
 બાળકોનાં રમકડાં અને વિડિયો ગેમનો વિકલ્પ@કર્દમ મોદી આપણે નાના બાળકો માટે બજારમાંથી રમકડાં લાવીએ છીએ.મેડ ઈન ચાઈના રમકડાં લાવવાનો ક્રેઝ પણ વધ્યો છે.જોકે હવે તો વિડિયો ગેમ માથાનો દુખાવો બની છે. હમણાં સુરતમાં એક બાળકે વિડિયો ગેમ બાબતે તેના પિતાની હત્યા કરી નાખી.એવા પ્રસંગો આપણી વચ્ચે અવારનવાર બનતા જ રહે છે.કારણકે એક તો બાળક એનું વ્યસની થઈ જાય છે અને બીજું કે બાળકની કસરત બંધ થઈ જાય છે.ઘણા વાલીઓ તો બાળકનું વિડિયો ગેમનું વ્યસન છોડાવવા કાઉન્સેલર પાસે જતા થયા છે.હકીકતમાં આ એક સામાજિક સમસ્યા છે.  અમે નાના હતા ત્યારે બજારમાંથી રમકડાં લાવવા એ અમારા માટે સપના જેવું હતું.અમારે હંમેશાં તૂટીફૂટી વસ્તુમાંથી રમકડા જાતે બનાવવા પડતા. ક્યારેક તો રસ્તે ચાલતાં ચાલતાં માતા-પિતાની નજર ચૂકવીને પણ ખોખાં કે બંગડી જેવી કોઈની ફેંકી દીધેલી વસ્તુઓને લઈ લેતા હતા.પછી ઘેર આવીને વિચારતા કે આમાંથી શું બનાવી શકાય એમ છે?પછી એમાંથી કંઈનું કંઈ બનાવતા (creativity you know?) એમાં જબરજસ્ત સર્જનશીલતા પડેલી હતી.મગજનો સારો એવો વિકાસ થતો હતો. એવું અત્યારે અમને લાગે છે.   આજે પણ સ્કૂલોની અંદર બાળકોની પાસે બજારમાંથી અવનવ...

બાળવાર્તા લાડવાનો અફસોસ

 બાળવાર્તા લાડવાનો અફસોસ એક ઘર હતું.એ ઘરના લોકોએ લાડવા બનાવ્યા હતા.હવે ઘરમાં બન્યું એવું કે મોટા ભાઈને ભૂખ લાગી.એટલે એણે એક લાડવો લઈને ખાધો.આ જોઈને બીજો એક લાડવો ગભરાઈ ગયો.એને થયું કે આ લોકો મને પણ ખાઈ જશે એટલે લાડવો કહે કે મારે અહીં રહેવું નથી.એમ કહીને એ લાડવો ઘરમાંથી નીકળી ગયો.નીકળીને બહાર ગયો એટલે એક ડોશીમાએ એને કહ્યું કે એ લાડવા તું ક્યાં જાય છે? લાડવાએ કહ્યું કે હું તો ફરવા નીકળ્યો છું.મને ઘરમાં રહેવાનું ફાવતું નથી.ડોશીએ કહ્યું કે એના કરતાં તો તું મારા ઘરે આવી જા.હું તને બહુ સરસ રીતે રાખીશ.આ સાંભળીને લાડવો રાજીનો રેડ બની ગયો અને લાડુ ડોશીના ઘેર રહેવા ચાલ્યો ગયો. લાડવાએ કહ્યું કે મને બહાર મૂકો તો ડોશી કહે,ના તને બહાર કોઈ ખાઈ જશે.એના કરતા હું તને કબાટમાં મૂકું.એટલે તને કોઈ ખાઈ ના જાય.લાડવો કહે કે સારું, ત્યારબાદ ડોશીએ લાડવાને કબાટમાં મૂકીને બહારથી તાળું મારી દીધું.લાડવાને થોડી વાર માટે એવું લાગ્યું કે મને સલામત રીતે રાખેલો છે.પરંતુ ડોશી તો તિજોરીનું તાળું મારીને ભૂલી જ ગઇ કે લાડુ અંદર મુકેલો છે એટલે ડોશીએ તાળું ખોલ્યું જ નહીં.લાડવાએ અંદર ઘણાં ધમપછાડા કર્યા પરંતુ મેળ પડ્યો નહિ.આખ...

ફિર જિંદગી મૂવી વિશે

Image
  યુ ટ્યુબ પર હમણાં " ફિર જિંદગી" નામની એક હૃદયસ્પર્શી ફિલ્મ જોઈ.આ ફિલ્મ ઓર્ગન ડોનેશન ( અંગદાન ) ઉપર છે.વ્યક્તિ મૃત્યુ પામે(બ્રેઈન ડેડ) ત્યારે એના અંગો બીજી વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરવા વિશેની ફિલ્મ છે.નસરુદ્દીન શાહ અને રત્ના પાઠકના અભિનયથી આ ફિલ્મ ખરેખર એક ઉત્કૃષ્ટ ફિલ્મ બની છે અને હૃદય ઉપર ખરેખર એક છાપ છોડી જાય છે.@કર્દમ મોદી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આ દુનિયા છોડતી વખતે પણ બીજા સાત જણને તે જીવન આપી શકે એ ખ્યાલ પણ કેટલો રોમાંચક છે.જોકે આપણે બધા આ જાણીએ જ છીએ.પરંતુ આનો અમલ કરવામાં પાછા પડીએ છીએ. આ ફિલ્મમાં આ ખ્યાલ જ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે.@કર્દમ મોદી વધુ લખતો નથી પરંતુ એટલું જરૂર કહીશ કે તમામ પાત્રોએ ઉત્કૃષ્ટ પ્રકારનો અભિનય કર્યો છે.ફિલ્મ ખૂબ જ સુંદર બની છે માત્ર ૫૫ મિનિટની આ ફિલ્મ જોવા આપ સૌને ખૂબ ખૂબ ખૂબ અનુરોધ છે.લિંક આ સાથે સામેલ છે ( https:m.youtube.com/watch?v=xHwHPlUZuOU&t=143s)  કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi Link https://m.youtube.com/watch?v=xHwHPlUZuOU&t=156s

હું સુરક્ષિત છું.

  " હું સુરક્ષિત છું " આ ભાવ ભૂતકાળમાંથી બહાર આવવામાં મદદ કરે છે. એક મહિલાને સડક દુર્ઘટનામાં ગંભીર ઈજા પહોંચી. તેને વર્ષો સુધી પીઠનો દુખાવો થતો રહ્યો.એક સમય એવો આવ્યો જ્યારે તેનું ઊઠવું બેસવું અઘરું થઈ ગયું.મહિલાનો મોટાભાગનો સમય મુશ્કેલીમાં પસાર થતો હતો.@કર્દમ મોદી એક દિવસ તેના ફિઝિયોથેરાપિસ્ટે તેને દિવસમાં ઓછામાં ઓછું એક વખત એક્સરસાઇઝ બોલ પર ત્યાં સુધી બેસવા કહ્યું જ્યાં સુધી તે સહન કરી શકે. જો કે મહિલા દુખાવાથી એટલી ડરેલી હતી કે તે એક બે સેકન્ડથી વધારે બેસી શકતી નહોતી.પછી ડોક્ટરે મહિલાને સમજાવી કે તમે જ્યારે બોલ પર બેસો ત્યારે બોલો કે હું સાજી છું. કેમકે દુર્ઘટનામાં ઘાયલ તમારું મોટા ભાગનું શરીરે સાજું થઈ ચૂક્યું છે.તમે ઘણી હદ સુધી સાજા છો.પરંતુ લાંબા સમય સુધી શરીરમાં રહેલો આ દુખાવો અને ફરીથી ઇજા થવાનો ડર તમારા ગંભીર દુખાવાનું કારણ છે. આ મહિલાએ ધીમે ધીમે એ વાત પર વિશ્વાસ મૂક્યો .પછી પહેલા એક મિનિટ,પછી પાંચ મિનિટ પછી દસ મિનિટ સુધી તે સંતુલન બનાવવા લાગી. નિષ્કર્ષ એટલો છે કે પોતાના સકારાત્મક વર્તનની ઓળખ કરવાથી તમારું શરીર અંદરથી સાજું થવાનું શરૂ કરી દે છે.@કર્દમ મોદી આ ટેક...

લાલ બહાદુર શાસ્ત્રી

 એક મહાન વડાપ્રધાન કેવા હોઇ શકે એ જાણવા માટે આ લેખ ફરજિયાત વાંચો અને શેર કરો.અમુક પ્રસંગો વાંચીને તો આંખમાં આંસુ આવી જશે. કર્દમ ર. મોદી એક પીએમ એવા પણ સાદગીને સિદ્ધાંતો વાળા. છેલવાણી: પોસ્ટરો આવે ને જાય રાષ્ટ્રનાયકો સદાયે જીવે. ત્યારે નવી નવી આઝાદી મળેલી. ભ્રષ્ટાચાર પણ નવો શરૂ થયેલો. પ્રધાનમંત્રી નહેરુએ જાહેર કર્યું કે ભ્રષ્ટાચારીઓને થાંભલે બાંધીને જાહેરમાં લટકાવવામાં આવશે.બીજા દિવસથી થાંભલા સપ્લાય કરવા માટેના ટેન્ડર આવવા માંડ્યા. આ ત્યારનો જોક હતો. જે આજે પણ કદાચ સ્વીકાર્ય લાગે.પણ નૈતિકતા અને ઈમાનદારીની વાત આવે તો બીજી ઓક્ટોબરે ગાંધીજીની સાથે પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મતિથિ આવે છે. જે હંમેશાં ભૂલી જવાય છે.જો કે ગાંધીજી બાદ શાસ્ત્રીજી જેવાઓ થકી જ ગાંધીવિચાર વિકસતો રહ્યો છે. ચાલો, શાસ્ત્રીજીને યાદ કરીએ.હિન્દી સાહિત્યકાર ધર્મવીર ભારતી (૧૯૨૬ થી ૧૯૭૪) ની નજરે જેમણે અંધાયુગ જેવું મહાન નાટક આપ્યું છે.૧૯૬૫ ના યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણમાં અમેરિકાએ જાહેરાત કરી કે ભારતને અનાજની સહાય આપવાનું બંધ કરાશે.શાસ્ત્રીજીએ જવાબમાં કહ્યું કે હું સોમવારે સાંજે નહીં ખાઉં અને જો આખો દેશ અઠવાડિય...