ગરમ કોટ

 




મહાન અભિનેતા બલરાજ સહાનીનું 1955 નું શ્વેત શ્યામ મુવી " ગરમ કોટ " જોયું.ખૂબ જ સુંદર અને લાગણીસભર ફિલ્મ.ઈમાનદાર વ્યક્તિના જીવનની કરુણતા અને સાથે સાથે સુખી ગૃહસ્થ જીવનની સુંદરતા બંને સરસ રજૂ થયા છે.આદર્શ મૈત્રીની પણ ધારદાર રજૂઆત છે.@કર્દમ મોદી


પતિ પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે.પરંતુ આવક ઓછી છે.એક બે વખત હિસાબમાં ભૂલ પડે છે. એથી પગારની રકમ ઓફિસમાં જમા કરાવવી પડે છે.પતિનો કોટ ખૂબ જ ફાટી ગયેલો છે.પત્ની સતત પતિને કહે છે કે તમે પગારમાંથી કોટ સીવડાવી લો. પરંતુ પૈસાનો મેળ આવતો નથી અને સમય ખેંચાયા કરે છે.ગરમ કોટ લેવા માટે જીવનમાં કેવી કેવી કરૂણાંતિકા સર્જાય છે.એમાં એક આદર્શ પતિપત્નિ કેટલું સહન કરે છે એની ખુબ જ લાગણી સભર અને સુંદર ફિલ્મ એટલે ગરમ કોટ.અચૂક જોવા જેવી ફિલ્મ છે.વધુ લખવું જરૂરી નથી.સમય મળે જરૂર જોવા વિનંતી.@કર્દમ મોદી



કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ.

82380 58094


U Tube: kardam modi


Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા