લાલ બહાદુર શાસ્ત્રી

 એક મહાન વડાપ્રધાન કેવા હોઇ શકે એ જાણવા માટે આ લેખ ફરજિયાત વાંચો અને શેર કરો.અમુક પ્રસંગો વાંચીને તો આંખમાં આંસુ આવી જશે.

કર્દમ ર. મોદી


એક પીએમ એવા પણ સાદગીને સિદ્ધાંતો વાળા.


છેલવાણી:

પોસ્ટરો આવે ને જાય રાષ્ટ્રનાયકો સદાયે જીવે.


ત્યારે નવી નવી આઝાદી મળેલી. ભ્રષ્ટાચાર પણ નવો શરૂ થયેલો. પ્રધાનમંત્રી નહેરુએ જાહેર કર્યું કે ભ્રષ્ટાચારીઓને થાંભલે બાંધીને જાહેરમાં લટકાવવામાં આવશે.બીજા દિવસથી થાંભલા સપ્લાય કરવા માટેના ટેન્ડર આવવા માંડ્યા. આ ત્યારનો જોક હતો. જે આજે પણ કદાચ સ્વીકાર્ય લાગે.પણ નૈતિકતા અને ઈમાનદારીની વાત આવે તો બીજી ઓક્ટોબરે ગાંધીજીની સાથે પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મતિથિ આવે છે. જે હંમેશાં ભૂલી જવાય છે.જો કે ગાંધીજી બાદ શાસ્ત્રીજી જેવાઓ થકી જ ગાંધીવિચાર વિકસતો રહ્યો છે.


ચાલો, શાસ્ત્રીજીને યાદ કરીએ.હિન્દી સાહિત્યકાર ધર્મવીર ભારતી (૧૯૨૬ થી ૧૯૭૪) ની નજરે જેમણે અંધાયુગ જેવું મહાન નાટક આપ્યું છે.૧૯૬૫ ના યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણમાં અમેરિકાએ જાહેરાત કરી કે ભારતને અનાજની સહાય આપવાનું બંધ કરાશે.શાસ્ત્રીજીએ જવાબમાં કહ્યું કે હું સોમવારે સાંજે નહીં ખાઉં અને જો આખો દેશ અઠવાડિયામાં એકવાર ભોજન નહીં કરે તો ભારતને અમેરિકાના ઘઉંની જરૂર નહિ પડે ને આખા દેશે દર સોમવારે સાંજે જમવાનું મુલતવી રાખેલ.ભારતીજી લખે છે કે વહ ફેસલા ભય, ગભરાહટ યા યાચનાકા દ્યોતક નહી થા.પરંતુ ભારતીય પરંપરા કે અનુઠે આત્મબલકા પરિચાયક થા.


એક વાર ધર્મવીર ભારતીએ શાસ્ત્રીજીના દીકરા સુનિલ શાસ્ત્રીના બાળપણનો એક કિસ્સો સંભળાવે છે.ઘરમાં બે ગાડી હતી. એક સરકારી imported ગાડી અને બીજી નાની ઘરની ફિયાટ.સરકારી ગાડીમાં પરિવારને જવાની મનાઈ હતી.પરિવાર માટે કાર લેવાના પૈસા કાર ડીલરે હપ્તેથી બાંધી આપેલા હતા.એક વાર સુનિલ સરકારી કારને ડ્રાઈવ પર લઈ ગયો.બીજે દિવસે શાસ્ત્રીજીએ સુનીલને એ વિશે પૂછ્યું.શાસ્ત્રીજીએ કહ્યું કે શોખ પૂરો થયોને? હવે સરકારી ગાડીને ચલાવતો નહી.પછી ડ્રાઇવરને બોલાવીને પૂછ્યું કે ગાડી રાત્રે કેટલા કિલોમીટર ચાલી છે? ડ્રાઈવરેકહ્યું કે ૧૪ કિલોમીટર. શાસ્ત્રીજીએ  સેક્રેટરીને બોલાવીને કહ્યું કે ૧૪ કિલોમીટર ગાડી ચલાવવાનો જે ખર્ચ થાય તે મારી પાસેથી લઈને ટ્રાન્સપોર્ટ વિભાગમાં જમા કરાવી દેજો.આ ગાંધીજીના સાચા અનુયાયીની પ્રમાણિકતા.એમણે અભિનેતા અને નિર્દેશક મનોજકુમારને સામેથી બોલાવીને જય જવાન જય કિસાનના વિષય પર ફિલ્મ બનાવવાની પ્રેરણા આપેલી.જેના પરથી ઉપકાર બની. જેમાં પોતાનો કોઈ જ પેઇડ પ્રચાર નહોતો.


Interval: " જય જવાન જય કિસાન"


એકવાર ધર્મવીર ભારતીએ એક અદ્ભુત કિસ્સો લાલ બહાદુર શાસ્ત્રીના દિકરાને કહી સંભળાવ્યો. શાસ્ત્રીજીના મોત બાદ ૧૯૭૧ માં બાંગ્લાદેશ આઝાદ થયો પછી ભારતીજી બાંગ્લાદેશ ગયા અને એક બાંગ્લાદેશી મિલેટ્રી અફસરને મળ્યા. શાસ્ત્રીજીનું તાશ્કંદમાં અવસાન થયું ત્યારે તે ફૌજી ત્યાં હાજર હતો.શાસ્ત્રીજીના જનાજાને એને કાંધ આપેલી.તેને ભરતીજીને કહ્યું કે શાસ્ત્રીજીના નિધન બાદ ત્રણ દિવસ પછી એક સમાચાર વાંચીને એ ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો. એ સમાચાર એ હતા કે " શાસ્ત્રીજી પર પંદર હજાર રૂપિયાનું દેવું હતું."  પેલા બાંગ્લાદેશીએ કહ્યું કે" મેં દુઆ માંગી કે મારા દેશને ભગવાન આવો ગરીબ પ્રાઇમ મિનિસ્ટર આપે." કરોડો-અબજોમાં રાચતા આજના મારા નેતાઓ અહીંની ગરીબ જનતાના દુઃખ-દર્દ શું જાણે. દુશ્મન દેશનો ફોજી પણ યાદ રાખે એને કહેવાય સાચી જીત.પણ આ સાંભળીને સુનિલ શાસ્ત્રીએ અશ્રુભીની આંખે કહ્યું કે એ પંદર હજાર રૂપિયાનું દેવું પેલી ફિયાટ ગાડીનું હતું.


કમનસીબે ગુજરાતીઓ માટે સાહિર અમૃતાથી વધીને હિન્દી સાહિત્ય છે જ નહીં. છે જ નહિ પણ લેખક પત્રકાર ધર્મવીર ભારતીજી હિન્દીના શિરમોર સર્જક હતા.તેઓ શાસ્ત્રીજી ઉપર અદ્ભુત અંજલી આપતાં લખે છે કે શાસ્ત્રીજીકા વ્યક્તિત્વ કેવલ રાજનૈતિક નહીં થા,જિસમેં એક આધ્યાત્મિક આયામ ભી થા.જિસને દેશકોવહ દિયા જિસકી પ્રાથમિક જરૂરિયાત હમે હૈ... યાની આચરણકી શુદ્ધતા અન્યાયકે, અભાવકે,અજ્ઞાનકે ખીલાફ લડને મેં જો સબસે બડા અસ્ત્ર હૈ.યહી આચરણકી શુદ્ધતા છોટેસે શારીરિક કદકા યહ આદમી નૈતિક કદમેં બહુત બહુત ઊંચા થા. ઈશ્વર ઇસ દેશ કો ફિર કોઈ ઐસા પ્રધાનમંત્રી દેગા?વેલ, આટલામાં બધું આવી ગયું.


મૂળ લેખક:

સંજય છેલ (દિવ્ય ભાસ્કર)


સંકલન

કર્દમ મોદી

પાટણ

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા