બાળવાર્તા
એક રાજા હતો.એ રાજા મોંઘાકપડા પહેરીને હજારો રૂપિયા ખર્ચી નાખતો હતો, પરંતુ દાન વખતે તેમની મુઠ્ઠી બંધ થઈ જતી હતી.એકથી એક પ્રખ્યાત લોકો રાજસભામાં આવતા હતા, પરંતુ ગરીબ, નાખુશ, વિદ્વાન, સજ્જન તેમાંથી કોઈ આવતું નહોતું કારણ કે તેમને ત્યાં કોઈ મદદ આપવામાં આવતી ન હતી.
એકવાર તે દેશમાં દુકાળ પડ્યો. પૂર્વ સરહદના લોકો ભૂખ અને તરસથી મરવા લાગ્યા.આ સમાચાર રાજાને મળ્યા. તેણે કહ્યું, "આ ભગવાનનો કોપ છે, આમાં મારો કોઈ વાંક નથી."લોકોએ કહ્યું, "મહારાજ, મહેરબાની કરીને શાહી ભંડારમાંથી અમને મદદ કરો,જેથી અમે અન્ય દેશોમાંથી અનાજ ખરીદીને અમારો જીવ બચાવી શકીએ." રાજાએ કહ્યું, "આજે તમે દુકાળથી પીડિત છો, કાલે તમને ખબર પડશે, ક્યાંક ભૂકંપ આવ્યોછે, અમુક જગ્યાના લોકો ખૂબ ગરીબ છે, તેમને બે વખત રોટલી મળતી નથી. આ રીતે મદદ કરવામાં તો મારો રાજભંડાર સમાપ્ત થઈ જશે,આવી મદદમાં તો હું પોતે ભિખારી થઈ જઈશ."આ સાંભળીને લોકો નિરાશ થઈને પાછા ફર્યા.
અહીં દુકાળનો પ્રકોપ ફેલાઈ રહ્યો હતો.દરરોજ કેટલાય લોકો ભૂખે મરવા લાગ્યા.પ્રજા ફરી રાજા પાસે પહોંચી અને રાજસભામાં પ્રસ્તાવ મૂક્યો, "દુહાઈ મહારાજ!આપની પાસેથી વધુ કશું જોઈતું નથી, બસ અમને દસ હજાર રૂપિયા આપો, પછી અમે અડધું ખાઈને પણ જીવતા રહીશું."રાજાએ કહ્યું," દસ હજાર રૂપિયા તમને બહુ ઓછા લાગે છે? આવા દુખોમાં જીવનનો શું ઉપયોગ!" એક વ્યક્તિએ કહ્યું," ભગવાનની કૃપાથી લાખો રૂપિયા તિજોરીમાં છે.સંપત્તિના મહાસાગરમાંથી એકાદ લોટા જેટલી રકમથી રાજકોષને શું નુકસાન થશે, મહારાજ."
રાજાએ કહ્યું, "જો તિજોરીમાં વધારે પૈસા હોય તો શું હું તેને બંને હાથે લૂંટાવી લઉં? અન્ય એક વ્યક્તિએ કહ્યું, "મહેલમાં આ સુગંધિત કપડાં, મનોરંજન અને શણગાર માટે દરરોજ હજારો રૂપિયા ખર્ચવામાં આવે છે." તેણે ગુસ્સામાં કહ્યું, "તમે પોતે મને ભિખારી થઇને ઉપદેશ આપી રહ્યા છો? મારી પાસે પૈસા છે,પછી ભલે હું તેને ઉકાળીને ખાઉં કે તળીને ખાઉં! મારી ઈચ્છા.જો તમે આ રીતે બકવાસ કરો છો, તો તમે મુશ્કેલીમાં મુકાશો.તેથી આ ક્ષણે તમે ચૂપચાપ અહીથી ચાલ્યા જાવ. રાજાનો ગુસ્સો જોઈને લોકો ચાલ્યા ગયા.રાજા હસી પડ્યા અને કહ્યું, "નાનું મોં, મોટી વાત! જો સો કે બસો રૂપિયા હોત તો તે એક વખત વિચાર કરી શકત.તેણે રક્ષકોની માત્રા ઘટાડી દીધી હોત. બે-ચાર દિવસમાં આટલી નાની રકમ પૂરી થઈ ગઈ હોત. પણ સો-બસોથી આ લોકોનું પેટ નહીં ભરાય,આતો દસ હજારની માંગણી.મૂરખ લોકો...આ સાંભળીને ત્યાં હાજર લોકો હા - એમ કહીને જતા રહ્યા. પરંતુ તેમણે પોતે વિચાર્યું કે, “રાજાએ આ યોગ્ય કર્યું નથી.જરૂરિયાતમંદોને મદદ કરવી એ રાજાની ફરજ છે.
"બે દિવસ પછી,એક વૃદ્ધ સન્યાસી ક્યાંકથી દરબારમાં આવ્યો. રાજાને આશીર્વાદ આપતાં તેણે કહ્યું," બેટા કર્ણ મહારાજ! હું તમારી ખ્યાતિ સાંભળીને ઘણે દૂરથી આવ્યો છું.તેની વાત સાંભળીને રાજાએ કહ્યું, તમને શું જોઈએ છે? જો તમે ઓછું માંગશો, તો તમને તે મળી શકે છે. સંન્યાસિએ કહ્યું, "હું સંન્યાસી છું.વધુ પૈસાને હું શું કરીશ? હું તિજોરીમાંથી વીસ દિવસ સુધી દરરોજ સામાન્ય ભિક્ષા લેવા માંગુ છું.ભિક્ષા લેવાનો મારો નિયમ નીચે મુજબ છે, હું પહેલા દિવસે જે લઉં છું, બીજા દિવસે તેનું બમણું કરું છું, પછી ત્રીજા દિવસે તેનું બમણું કરું છું, પછી ચોથા દિવસે ત્રીજા દિવસનું બમણું કરું છું.આ મારી ભિક્ષા માંગવાની રીત છે.રાજાએ કહ્યું, "હું રીત તો સમજી ગયો છું.પણ પહેલા દિવસે તમે કેટલું લેશો, એ વાત કરો. જો તમે બે -ચાર રૂપિયાથી ખુશ થાઓ તો સારી વાત છે,પણ મોટી રકમ માંગો તો તે વીસ દિવસમાં મોટી રકમ ખૂબ મોટી થઈ જશે"
સંન્યાસીએ હસીને કહ્યું, "મહારાજ, હું લોભી નથી. આજે મને એક રૂપિયો આપો, પછી તેને વીસ દિવસ સુધી બમણા કરવાનો હુકમ કરો."આ સાંભળીને રાજા, મંત્રી અને દરબારી બધા રાજી થઈ ગયા. રાજાએ આદેશ આપ્યો કે તેને સંન્યાસીની ઇરછા મુજબ વીસ દિવસ માટે તિજોરીમાંથી ભિક્ષા આપો. રાજાને ખુશ જોઈને સન્યાસી ઘરે પાછો ફર્યા. રાજાના આદેશ મુજબ,રાજભંડારીએ દરરોજ ગણતરી કર્યા પછી સંન્યાસીને ભિક્ષા આપવાનું શરૂ કર્યું. આ રીતે બે દિવસ પસાર થયા, દસ દિવસ પસાર થયા.બે અઠવાડિયા સુધી ભિક્ષા આપ્યા પછી, ભંડારીએ ગણતરી કરીને જોયું કે તિજોરીમાંથી ઘણા પૈસા ઉપડીરહ્યા છે.આ જોઈને તેને મૂંઝવણ થવા લાગી.તેને થયું કે મહારાજ તો ક્યારેય કોઈને આટલું બધું આપતા નહોતા.તેમણે મંત્રીને આ વાત જણાવી.મંત્રીએ કંઈક વિચારીને કહ્યું, "વાસ્તવમાં, આ બાબત અગાઉ ધ્યાનમાં આવી ન હતી. પણ હવે કોઈ ઉપાય નથી. મહારાજનો આદેશ બદલી શકાય નહી. વળી થોડા દિવસ પસાર થયા.ભંડારીએ ફરી મંત્રીને ઉશ્કેર્યા. મંત્રી તેમની સાથે આવ્યા. સંપૂર્ણ હિસાબ જોઈને મંત્રીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો.તેણે પોતાનો પરસેવો લૂછ્યો,માથું ખંજવાળ્યું અને કહ્યું, "તમે શું બોલો છો!અત્યારથી આટલા બધા પૈસા ગયા છે, તો પછી વીસ દિવસના અંતે કેટલા પૈસા જશે? ભંડારીએ કહ્યું, "હા, તમે સંપૂર્ણ ગણતરી કરી નથી." મંત્રીએ કહ્યું, "તો તરત જ બેસો, હવે સંપૂર્ણ ગણતરી કરો."
ભંડારી ગણતરી કરવા બેઠા.મંત્રી મહાશય, તેમના કપાળ પર બરફ લગાવતા માંડ્યા અને પંખો ઝડપથી નાખવા લાગ્યા.થોડા સમયમાં ભંડારીએ સંપૂર્ણ ગણતરી કરી લીધી.મંત્રીએ પૂછ્યું, "કુલ કેટલું થયું? ભંડારીએ હાથ જોડીને કહ્યું," સાહેબ, દસ લાખ અડતાલીસ હજાર પાંચસો પંચોતેર રૂપિયા. "મંત્રીએ ગુસ્સામાં કહ્યું," તમે મજાક કરો છો? " ભંડારીએ કહ્યું, "હું કેમ મજાક કરું? તમે જાતે જ જુઓ." આટલું કહીને તેમણે ખાતાના પેપર મંત્રીને આપ્યા. ખાતું જોઈને મંત્રીને ચક્કર આવ્યા.બધાએ તેમની સંભાળ રાખી અને ભારે મુશ્કેલીથી તેમને રાજા પાસે લઈ ગયા.રાજાએ પૂછ્યું, "શું વાત છે? "મંત્રીએ કહ્યું," મહારાજ, તિજોરી ખાલી થવા જઇ રહી છે.મંત્રીએ રાજાને કહ્યું, "મહારાજ, તમે સંન્યાસીને ભિક્ષા આપવાનો આદેશ આપ્યો છે?
(કુલ હિસાબ : 1 રૂપિયા 2 રૂપિયા 4 રૂપિયા 8 રૂપિયા 16 રૂપિયા 32 રૂપિયા 64 રૂપિયા 128 રૂપિયા 256 રૂપિયા 512 રૂપિયા 1024 રૂપિયા 2048 રૂપિયા 4096 રૂપિયા 8192 રૂપિયા 16384 રૂપિયા 32768 રૂપિયા 65536 રૂપિયા 131072 રૂપિયા 262144 રૂપિયા 524288 રૂપિયા 1048575 રૂપિયા)
રાજાએ ગુસ્સામાં કહ્યું, "મેં આટલા પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો ન હતો.તો પછી આટલા પૈસા કેમ આપવામાં આવી રહ્યા છે? ભંડારીને બોલાવો. "મંત્રીએ કહ્યું," હા, તમારા આદેશ મુજબ બધું થયું છે.તમારું દાન ખાતું જાતે તપાસો."રાજાએ તેને એક વખત જોયું, તેને બે વાર જોયું,પછી તે બેહોશ થઈ ગયો.ઘણા પ્રયત્નો પછી,જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે લોકો સંન્યાસીને બોલાવવા દોડી ગયા. કહ્યું, 'સન્યાસી મહારાજ, મને મારા જીવન અને મિલકત સાથે આ રીતે મારશો નહીં.કાંઈક સમાધાન કરીને મને વચનમાંથી મુક્ત કરો.જો તમને વીસ દિવસ માટે ભિક્ષા આપવામાં આવશે તો રાજ્યની તિજોરી ખાલી થઈ જશે.તો પછી હું રાજ કેવી રીતે ચલાવીશ"સંન્યાસિએ ગંભીરતાથી કહ્યું,"રાજ્યમાં લોકો દુકાળથી મરી રહ્યા છે. મારે તેમના માટે માત્ર પચાસ હજાર રૂપિયા જોઈએ છે.જલદી મને તે પૈસા આપી દો એટલે હું સમજીશ કે મને મારી બધી ભિક્ષા મળી ગઈ છે. " રાજાએ કહ્યું," પણ તે દિવસે એક માણસે મને કહ્યું કે દુષ્કાળ માટે દસ હજાર રૂપિયા પૂરતા છે."સંન્યાસીએ કહ્યું," પણ આજે હું કહું છું કે હું પચાસ હજારથી ઓછો એક પૈસો નહીં લઉં. "રાજાએ વિનંતી કરી, મંત્રીઓએ વિનંતી કરી, બધાએ વિનંતી કરી પણ સંન્યાસી પોતાની વાત પર અડગ રહ્યો.આખરે સન્યાસીને નાછૂટકે રાજાએ પચાસ હજાર આપ્યા અને રાજાનો જીવ બચ્યો.આખા દેશમાં સમાચાર ફેલાયા કે દુષ્કાળને કારણે તિજોરીમાંથી પચાસ હજાર રૂપિયાની રાહત આપવામાં આવી છે.બધાએ કહ્યું, "આપણા મહારાજ કર્ણ જેવા જ છે."
લેખક: સુકુમાર રોય
અનુવાદ: કર્દમ મોદી
પાટણ
Comments
Post a Comment