બાળકોનાં રમકડાંનો વિકલ્પ

 બાળકોનાં રમકડાં અને વિડિયો ગેમનો વિકલ્પ@કર્દમ મોદી


આપણે નાના બાળકો માટે બજારમાંથી રમકડાં લાવીએ છીએ.મેડ ઈન ચાઈના રમકડાં લાવવાનો ક્રેઝ પણ વધ્યો છે.જોકે હવે તો વિડિયો ગેમ માથાનો દુખાવો બની છે. હમણાં સુરતમાં એક બાળકે વિડિયો ગેમ બાબતે તેના પિતાની હત્યા કરી નાખી.એવા પ્રસંગો આપણી વચ્ચે અવારનવાર બનતા જ રહે છે.કારણકે એક તો બાળક એનું વ્યસની થઈ જાય છે અને બીજું કે બાળકની કસરત બંધ થઈ જાય છે.ઘણા વાલીઓ તો બાળકનું વિડિયો ગેમનું વ્યસન છોડાવવા કાઉન્સેલર પાસે જતા થયા છે.હકીકતમાં આ એક સામાજિક સમસ્યા છે.


 અમે નાના હતા ત્યારે બજારમાંથી રમકડાં લાવવા એ અમારા માટે સપના જેવું હતું.અમારે હંમેશાં તૂટીફૂટી વસ્તુમાંથી રમકડા જાતે બનાવવા પડતા. ક્યારેક તો રસ્તે ચાલતાં ચાલતાં માતા-પિતાની નજર ચૂકવીને પણ ખોખાં કે બંગડી જેવી કોઈની ફેંકી દીધેલી વસ્તુઓને લઈ લેતા હતા.પછી ઘેર આવીને વિચારતા કે આમાંથી શું બનાવી શકાય એમ

છે?પછી એમાંથી કંઈનું કંઈ બનાવતા (creativity you know?) એમાં જબરજસ્ત સર્જનશીલતા પડેલી હતી.મગજનો સારો એવો વિકાસ થતો હતો. એવું અત્યારે અમને લાગે છે.

 

આજે પણ સ્કૂલોની અંદર બાળકોની પાસે બજારમાંથી અવનવી વસ્તુઓ મંગાવીને કલાના નામે જુદી જુદી વસ્તુઓ બનાવડાવવામાં આવે છે. તે બધી હકીકતમાં બહુ સામાન્ય અને ખર્ચાળ વસ્તુઓ જ હોય છે.પરંતુ આજે માતા પિતાની પાસે સમય નથી એટલે બાળકો માટે સમય ફાળવી શકતા નથી.સાથે સાથે બાળકોની પાસે પણ સમય નથી કે ઘરની કોઈ નકામી વસ્તુમાંથી જાતે રમકડા બનાવે.માટે શાળામાં રમકડા બનાવડાવવા પડે છે. @કર્દમ મોદી


બજારમાંથી રમકડાં ખરીદવાની વાત છે એમાં એક નવી બાબત એ છે કે આપણે બાળકોને જ્યારે પણ બજારમાંથી રમકડાં લાવી આપીએ છીએ,ત્યારે આપણામાંથી કેટલા લોકો બાળકોને રમકડાં તરીકે બૌદ્ધિક રમકડાં લાવી આપે છે?બધા જ રમકડાં માત્ર રમવાના હોય છે એવું નથી,પરંતુ કેટલાક રમકડા એવા પણ છે કે જે જ્ઞાન સાથે ગમ્મત પણ આપે છે.@કર્દમ મોદી


1) એમાં સૌથી સારામાં સારુ રમકડું એટલે ચેસ. ચેસ સંપૂર્ણપણે બૌદ્ધિક રમત છે.જોકે ચેસ વિશે બધાં જાણે જ છે એટલે કશું કહેવાની જરૂર નથી.

2) તદુપરાંત ક્યૂબ આવે છે. આ ક્યુબના ચોકઠા ફેરવી અને તેની એક જ બાજુએ એક જ પ્રકારનો રંગ લાવવાનો હોય છે.ક્યૂબ ટુ બાય ટુ, થ્રી બાય થ્રી, ફોર બાઈ ફોર... એમ ઘણી બધી જાતના આવતા હોય છે.ત્રિકોણ ક્યુબ પણ આવતો હોય છે.એના પણ ઘણા એક્સપર્ટ હોય છે.એના પણ ગિનીઝ બુકમાં રેકોર્ડ નોંધાયા છે.

3) તદુપરાંત મિકેનિક્સ નામની એક રમત આવે છે. જેની અંદર વાહનના જુદા જુદા ટુકડા આપેલા હોય છે.જેને ડિસમિસ, સ્ક્રુ, પાનાં અને પક્કડની મદદથી વિમાન,હેલિકોપ્ટર,ખુરશી,બાઈક જેવા જુદા જુદા રમકડા બનાવવાના હોય છે. રમતના ઉંમર પ્રમાણે ઘણાં લેવલ પણ આવે છે.@કર્દમ મોદી


આ બધું કરતાં કરતાં બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે.સારું એ છે કે બાળકને માત્ર રિમોટથી સંચાલિત રમકડાં કે વિડિયો ગેમ આપવાને બદલે તેની બુદ્ધિનો વિકાસ થાય એવા બૌદ્ધિક રમકડાં આપવા પણ અત્યંત જરૂરી છે.આવું કરવાથી બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે.ગમ્મતની સાથે જ્ઞાન પણ મેળવે છે.@કર્દમ મોદી


કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ.

82380 58094


U Tube: kardam modi



Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા