ફિર જિંદગી મૂવી વિશે

 




યુ ટ્યુબ પર હમણાં " ફિર જિંદગી" નામની એક હૃદયસ્પર્શી ફિલ્મ જોઈ.આ ફિલ્મ ઓર્ગન ડોનેશન

( અંગદાન ) ઉપર છે.વ્યક્તિ મૃત્યુ પામે(બ્રેઈન ડેડ) ત્યારે એના અંગો બીજી વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરવા વિશેની ફિલ્મ છે.નસરુદ્દીન શાહ અને રત્ના પાઠકના અભિનયથી આ ફિલ્મ ખરેખર એક ઉત્કૃષ્ટ ફિલ્મ બની છે અને હૃદય ઉપર ખરેખર એક છાપ છોડી જાય છે.@કર્દમ મોદી


વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આ દુનિયા છોડતી વખતે પણ બીજા સાત જણને તે જીવન આપી શકે એ ખ્યાલ પણ કેટલો રોમાંચક છે.જોકે આપણે બધા આ જાણીએ જ છીએ.પરંતુ આનો અમલ કરવામાં પાછા પડીએ છીએ. આ ફિલ્મમાં આ ખ્યાલ જ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે.@કર્દમ મોદી


વધુ લખતો નથી પરંતુ એટલું જરૂર કહીશ કે તમામ પાત્રોએ ઉત્કૃષ્ટ પ્રકારનો અભિનય કર્યો છે.ફિલ્મ ખૂબ જ સુંદર બની છે માત્ર ૫૫ મિનિટની આ ફિલ્મ જોવા આપ સૌને ખૂબ ખૂબ ખૂબ અનુરોધ છે.લિંક આ સાથે સામેલ છે ( https:m.youtube.com/watch?v=xHwHPlUZuOU&t=143s) 


કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ.

82380 58094


U Tube: kardam modi


Link

https://m.youtube.com/watch?v=xHwHPlUZuOU&t=156s


Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા