હું સુરક્ષિત છું.

 

" હું સુરક્ષિત છું " આ ભાવ ભૂતકાળમાંથી બહાર આવવામાં મદદ કરે છે.

એક મહિલાને સડક દુર્ઘટનામાં ગંભીર ઈજા પહોંચી. તેને વર્ષો સુધી પીઠનો દુખાવો થતો રહ્યો.એક સમય એવો આવ્યો જ્યારે તેનું ઊઠવું બેસવું અઘરું થઈ ગયું.મહિલાનો મોટાભાગનો સમય મુશ્કેલીમાં પસાર થતો હતો.@કર્દમ મોદી

એક દિવસ તેના ફિઝિયોથેરાપિસ્ટે તેને દિવસમાં ઓછામાં ઓછું એક વખત એક્સરસાઇઝ બોલ પર ત્યાં સુધી બેસવા કહ્યું જ્યાં સુધી તે સહન કરી શકે. જો કે મહિલા દુખાવાથી એટલી ડરેલી હતી કે તે એક બે સેકન્ડથી વધારે બેસી શકતી નહોતી.પછી ડોક્ટરે મહિલાને સમજાવી કે તમે જ્યારે બોલ પર બેસો ત્યારે બોલો કે હું સાજી છું. કેમકે દુર્ઘટનામાં ઘાયલ તમારું મોટા ભાગનું શરીરે સાજું થઈ ચૂક્યું છે.તમે ઘણી હદ સુધી સાજા છો.પરંતુ લાંબા સમય સુધી શરીરમાં રહેલો આ દુખાવો અને ફરીથી ઇજા થવાનો ડર તમારા ગંભીર દુખાવાનું કારણ છે.

આ મહિલાએ ધીમે ધીમે એ વાત પર વિશ્વાસ મૂક્યો .પછી પહેલા એક મિનિટ,પછી પાંચ મિનિટ પછી દસ મિનિટ સુધી તે સંતુલન બનાવવા લાગી. નિષ્કર્ષ એટલો છે કે પોતાના સકારાત્મક વર્તનની ઓળખ કરવાથી તમારું શરીર અંદરથી સાજું થવાનું શરૂ કરી દે છે.@કર્દમ મોદી

આ ટેકનિક ખરાબ યાદો સાથે સંકળાયેલી ભાવનાઓ અને શરીર સાથે સંબંધિત ગંભીર દુખાવો બંને માટે સમાન રીતે કામ કરે છે.હકીકતમાં આપણું મગજ ભૂતકાળની યાદોને એવી રીતે પકડી લે છે, જાણે કે તે વર્તમાનમાં સાચી હોય.આ સ્થિતિમાં મગજને એક સારી વાત વારંવાર અને પ્રેમથી યાદ અપાવવાની જરૂર હોય છે.ત્યાર પછી તે જાતે જ વિચારોમાં બદલાવા લાગે છે.જેની સીધી અસર શરીર પર પડે છે.જો કે જો તમે કોઈ પ્રકારની ઘટના થી પીડિત છો કે પછી ભૂતકાળમાં થયેલી ઘટનાઓ આજે પણ તમને પ્રભાવિત કરી રહી છે તો સાયકોલોજી અથવા સાયકોથેરાપીના વિશેષજ્ઞની મદદ જરૂર લો.જૂની યાદો એટલી સરળતાથી પીછો છોડતી નથી.જોકે વિચારવાની આ સકારાત્મક રીત આપણને ખરાબ ભાવનાઓ અને શારીરિક તકલીફમાંથી છૂટકારો આપવામાં મદદગાર બને છે.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર

કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ(ઉ. ગુ.)
82380 58094

U Tube: kardam modi

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા