બાળવાર્તા લાડવાનો અફસોસ

 બાળવાર્તા

લાડવાનો અફસોસ


એક ઘર હતું.એ ઘરના લોકોએ લાડવા બનાવ્યા હતા.હવે ઘરમાં બન્યું એવું કે મોટા ભાઈને ભૂખ લાગી.એટલે એણે એક લાડવો લઈને ખાધો.આ જોઈને બીજો એક લાડવો ગભરાઈ ગયો.એને થયું કે આ લોકો મને પણ ખાઈ જશે એટલે લાડવો કહે કે મારે અહીં રહેવું નથી.એમ કહીને એ લાડવો ઘરમાંથી નીકળી ગયો.નીકળીને બહાર ગયો એટલે એક ડોશીમાએ એને કહ્યું કે એ લાડવા તું ક્યાં જાય છે? લાડવાએ કહ્યું કે હું તો ફરવા નીકળ્યો છું.મને ઘરમાં રહેવાનું ફાવતું નથી.ડોશીએ કહ્યું કે એના કરતાં તો તું મારા ઘરે આવી જા.હું તને બહુ સરસ રીતે રાખીશ.આ સાંભળીને લાડવો રાજીનો રેડ બની ગયો અને લાડુ ડોશીના ઘેર રહેવા ચાલ્યો ગયો. લાડવાએ કહ્યું કે મને બહાર મૂકો તો ડોશી કહે,ના તને બહાર કોઈ ખાઈ જશે.એના કરતા હું તને કબાટમાં મૂકું.એટલે તને કોઈ ખાઈ ના જાય.લાડવો કહે કે સારું, ત્યારબાદ ડોશીએ લાડવાને કબાટમાં મૂકીને બહારથી તાળું મારી દીધું.લાડવાને થોડી વાર માટે એવું લાગ્યું કે મને સલામત રીતે રાખેલો છે.પરંતુ ડોશી તો તિજોરીનું તાળું મારીને ભૂલી જ ગઇ કે લાડુ અંદર મુકેલો છે એટલે ડોશીએ તાળું ખોલ્યું જ નહીં.લાડવાએ અંદર ઘણાં ધમપછાડા કર્યા પરંતુ મેળ પડ્યો નહિ.આખરે લાડવાને વિચાર આવ્યો કે આના કરતા તો પેલા ઘરમાં રહીને એ લોકોનું મોં મીઠું કરાવ્યું હોત તો સારું હતું.આ કબાટની અંદર પુરાઈને ગુંગળાઈને મરવાથી શું ફાયદો? અને આખરે લાડવાનું કબાટની અંદર જ મૃત્યુ થયું.


 પંથિની કર્દમભાઈ મોદી,

 ધોરણ ૨

 પાટણ

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા