Posts

Showing posts from December, 2021

ગીતા ગોપીનાથ

 હમણાં છાપામાં એક સમાચાર આવ્યા.ભારતીય મૂળના એવા ગીતા ગોપીનાથ આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યા.જે આપણા માટે ગૌરવની વાત ગણી શકાય. એમના વિષે છાપામાં વિગતવાર વાંચતા એક મહત્વની બાબત જાણવા મળી કે ગીતા ગોપી નાથ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે ધોરણ સાત સુધી તેઓ માત્ર ૪૫ ટકા મેળવતા હતા.આપણી દૃષ્ટિએ ઠોઠ નિશાળિયામાં ગણાય. હવે જોવાની વાત એ છે કે જે વ્યક્તિ પ્રાથમિક શાળામાં ભણવામાં અત્યંત નબળી છે તે આગળ જતા આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બને છે.આ વાતનો સારાંશ એ છે કે આજે આપણે ત્યાં ધોરણ-૧થી જ 95 ટકાથી વધારે લાવવાની હોડ જામી છે અને પછી બાળકને દરેક ધોરણમાં 95 ટકાથી વધારે આવે એ માટે દબાણ કરવામાં આવે છે બાળક વધારે ટકા લાવે એ માટે મહેનત કરીએ એમાં કશું ખોટું પણ નથી.પરંતુ આ બધી ક્રિયાઓ સમજણપૂર્વક થવી જોઈએ અને બાળકને એમાં મજા આવવી જોઈએ. કારણ કે આખરે આ બધી બાબતો એ બાળકના મગજ સાથે " છેડછાડ " છે. બાળકને નાનપણથી વધારે પડતું દબાણ આપી દેવાથી( નાનપણમાં બાળકની યાદશક્તિ તેજ હોય છે માટે ) નાનપણમાં ટકાવારી આવી જાય છે.વળી તેની ટકાવારી માટે જુઠ્ઠી પરીક્ષા પદ્ધતિ પણ જવાબદાર છે.શરૂઆતના ધોર...

તોડવા લાગણીનું ફૂલ

Image
  તોડવા લાગણીનું ફુલ પાછું જવાનું સ્કૂલ ? એક વત્તા એક હજુય બે જ થાતા ત્રિકોણ પર ચોરસ હજુ ક્યાં ગોઠવાતા સાહેબને દાખલામાં પડે છે હવે ભૂલ તોય પાછું  મારે કાલે  જવાનું    સ્કૂલ વ્યાકરણના વાયદા ને નાગરિકશાસ્ત્રના કાયદા કેટલાય ભણ્યા'ને કોને થયા ફાયદા હર્ષદને જાણે બનાવવાનો છે બૂલ તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ પપ્પાનું કરાવે ડેડીને મમ્મીનું પાછું મોમ આ છે મારો ભારત કે એને કહેવો રોમ વીજળીની જેમ હું તો થઈ ગયો છું ડુલ તોય પાછું મારે, કાલે   જવાનું   સ્કૂલ H2 નું સૂત્ર ના આવડે ને હલકામાં હું ગણાતો સંશ્લેષણ કરે પર્ણ ને ફિક્કો હું પડી જાતો વાતો આ વિજ્ઞાનની પેટમાં કરે છે શુલ તોય પાછું  મારે  કાલે  જવાનું  સ્કૂલ રોટલા ટિપતા શીખવે ના ખાડો ખોદતા આવડે ના જીવનનું તો નામ નહિ બુદ્ધિનું જાણે કામ નહિ વાતો આવી ના આપની જરાય અનુકૂલ તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ બની શકતો'તો માણસ ને બન્યો હું નોકરિયાત ચાર કાગળિયાની ફાઇલનો હું તો જાણે આંગળિયાત નીકળ્યો તો લેવા શિક્ષણ,ને બની ગયો ફુલ તોય પાછું મારે કાલે જવાન...

પેપર શા માટે વાંચવું

Image
 હું અનેક વિદ્યાર્થીઓને ભણાવું છું.જ્યારે જ્યારે પણ ભણાવું છું ત્યારે મને એવું લાગ્યા કરે છે કે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં છાપ્યું હોય એના સિવાય કશું જાણતા નથી.એટલું જ નહીં પાઠ્ય પુસ્તક સિવાય આ દુનિયામાં અન્ય બાબત છે એવી પણ એમને માહિતી નથી.કારણ એ છે કે વિદ્યાર્થીઓને આપણી મહાન શિક્ષણ પ્રથા પાઠ્યપુસ્તકની બહાર આવવા દેતી નથી. શાળા, શિક્ષણ, પાઠ્યપુસ્તકો અને ટ્યુશન વચ્ચે બાળકની હાલત ડાબલા પહેરેલા ઘોડા જેવી થઈ ગઈ છે.જે વસ્તુ મને ક્ષણે ક્ષણે કનડે છે.એમાંથી મુક્ત થવાનો પ્રથમ અને સીધો ઉકેલ એ છે કે તમારા ઘરમાં કોઈપણ એક પેપર બંધાવવું. એ ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય કે દિવ્ય ભાસ્કર હોય પણ તમારા ઘેર પેપર આવવું જોઈએ.કારણકે હમણાં એક સારો અનુભવ થયો.@કર્દમ મોદી જ્યારે પણ દુનિયામાં બનતી ઘટના કે રાજકારણની કોઈ વાત કરું ત્યારે મારો એક વિદ્યાર્થી તરત જ એના સમર્થનમાં કંઈ બોલે એટલે મને આશ્ચર્ય થાય કે આને બધી વાતની ખબર કેવી રીતે છે એટલે મેં પૂછ્યું તો એણે જવાબ આપ્યો કે મારા ઘેર પેપર આવે છે એટલે હું નવરો બેઠો પેપર વાંચું છું.મને નાનપણથી વાંચવાની ટેવ છે.પેપર વાંચવાથી ઘણા ફાયદા છે. જેમકે * બાળકનું સામાન્ય જ્ઞા...

વાલી સંમેલન

Image
 આજકાલ શાળાઓમાં વાલી મીટીંગનું એક જબરદસ્ત નાટક ચાલી રહ્યું છે.છાશવારે વાલીઓને શાળાઓમાં બોલાવવામાં આવે છે અને જુદી જુદી બાબતો સમજાવવામાં આવે છે.એમાં હકીકતમાં કોઇ નક્કર મુદ્દો હોતો નથી અને કશું સમજવા જેવું હોતું નથી પરંતુ શબ્દોની રમત દ્વારા પોતે મહાન શિક્ષણ આપનાર સંસ્થા છે એવું સાબિત કરવામાં આવે છે.જે સરવાળે વાલી માટે અર્થવિહીન જ હોય છે.આજકાલ મોટાભાગના વાલીઓ ભણેલા જ હોય છે.એટલે પાયાની વાતો સારી રીતે જાણતા જ હોય છે.જેમ કે બાળકને ઘેર વંચાવવું જોઈએ. બાળકને મોબાઈલ ન આપવો જોઈએ.બાળકે ટીવીમાં સમય ન બગાડવો જોઈએ વગેરે.આ વાત આજનો કયો વાલી નથી જાણતો? છતાં પણ વાલી સંમેલનના નામે વાલીઓને ફરજિયાત શાળાઓમાં ફોન કરીને બોલાવવામાં આવે છે.પછી વાલીઓ સમક્ષ તેમના વિદ્યાર્થીઓની નબળાઈઓ રજૂ કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે અમારા તરફથી અમે ખૂબ મહેનત કરીએ છીએ પણ તમારું બાળક જ નબળું છે. અરે ભાઈ! બાળક નબળું છે એટલે તો શાળામાં મોકલીએ છીએ.વાલીની આગળ એનું નબળાપણું સાબિત કરીને આપ શું સિદ્ધ કરવા માંગો છો? હકીકતમાં વાલીને આવી રીતે બોલાવવાનો કોઈ અર્થ જ નથી.વાલીને બોલાવવો પણ ન જોઈએ. વાલીએ બાળકને શાળામાં ભણવ...

શાળાઓ કે ટેસ્ટ ટ્યુબ

Image
 શાળાઓ કે Test tube શાળાઓમાં વધારે પડતા ટેસ્ટ લેવા એ કંઈ સારી બાબત નથી.વધારે પડતા ટેસ્ટ લેવાના લીધે બાળક સારા માર્ક્સ લાવવાની લ્હાયમાં સતત ચિંતામાં રહે છે.એનાથી એની ભણવાની સ્વતંત્રતા જોખમાય છે અને સતત ટેસ્ટના લીધે બાળક સારા માર્ક્સ પણ લાવી શકતું નથી.પરિણામે બાળક પોતે જ પોતાની નજરમાં અને સમાજની નજરમાં હલકો પડે છે આથી વધારે પડતા ટેસ્ટનો કશો મતલબ રહેતો નથી.@કર્દમ મોદી આપણી મહાન સ્કૂલોમાં વધારેમાં વધારે એસ એમએસ કરીને બાળકને વાલીની નજરમાં હલકું પાડીને પરોક્ષ રીતે એવું સાબિત કરવામાં આવે છે કે અમે વધારે ફી લઈને કશું ખોટું નથી કરતા પરંતુ તમારું બાળક જ નબળું છે.આ પ્રકારની યંત્રણાઓ અગાઉના સમયમાં નહોતી. અમારા સમયમાં માત્ર ચાર માસિક, આઠ માસિક અને બાર માસિક પરીક્ષા જ હતી.વિદ્યાર્થી પોતાની રીતે પોતાની અનુકૂળતાએ વાંચી શકતો હતો અને પરીક્ષાઓ આપીને એમાં જે પરિણામ આવતું હતું તે જ લાસ્ટ અને ફાઇનલ ગણાતું હતું.@કર્દમ મોદી આજકાલ છાશવારે ટેસ્ટ લેવાને લીધે વિદ્યાર્થીને એક સાથે અનેક ટેસ્ટ ભેગા થઈ જાય છે.વિદ્યાર્થી સારી રીતે ટેસ્ટ આપી શકતો નથી અને પરિણામે અભ્યાસ પ્રત્યે નફરત કેળવે છે.આ પ્રકારનો લેખ હું સેંકડ...

જગુદણની સ્કૂલ

Image
 એક સારી સ્કૂલ જગુદણની સ્કૂલ થોડા વખત પહેલાં એક સ્કૂલની મુલાકાત લેવાનું બન્યું હતું.આ સ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલ છે.ગ્રાન્ટેડ સ્કૂલનું ચિત્ર આપણા મનમાં હોય એ પ્રકારે મને પણ એમ જ હતું કે બધી સ્કૂલોના જેવી હશે.પરંતુ હકીકતમાં મેં જોયેલી સ્કૂલોમાં આ હાઇસ્કુલ શ્રેષ્ઠ સ્કૂલ હતી.@કર્દમ મોદી આ સ્કૂલમાં બધા ગ્રામ્ય બાળકો આવે છે.પરંતુ આ સ્કૂલની ખાસિયત એ હતી કે આ સ્કૂલની તમામ ભીંતો ભરેલી છે.એની અંદર પુષ્કળ પ્રોજેક્ટ આપવામાં આવે છે અને તમામ પ્રોજેક્ટને ભીંત પર લગાવવામાં આવે છે.ભણવામાં આવતા તમામ મુદ્દાઓના પ્રોજેક્ટ પ્રયોગ બનાવીને મુકેલા છે.જેથી સતત બાળકો પ્રાયોગિક કાર્યને જોઈ શકે.@કર્દમ મોદી તદુપરાંત આ સ્કૂલમાં એટલી બધી શાંતિ છે કે ક્યાંય પણ ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય. આ શાળામાં મારી ત્રણ દિવસની ટ્રેનીંગ હતી.ત્રણ દિવસ દરમિયાન આ શાળાની શિસ્ત જોઈને હું ચકિત થઈ ગયો.એક સરકારી શાળાની આટલી શિસ્તની હું કોઈ કલ્પના કરી શકતો નથી.મારાથી ન રહેવાયું એટલે છેલ્લા દિવસે આચાર્યને મળીને મેં ખૂબ અભિનંદન આપ્યા.@કર્દમ મોદી શિક્ષક મિત્રોને પણ હું જણાવું છું કે શક્ય બને તો એકાદ વખત જગુદણની શાળાની મુલાકાત લો અને શિસ્ત શુ...

બુદ્ધ પ્રસંગ

Image
 એક વખત ભગવાન બુદ્ધને કોઈએ પૂછ્યું કે ધ્યાન કરવાથી તમને શું મળ્યું? એટલે બુધ્ધે કહ્યું કે કશું મળ્યું તો નથી જ, ઊલટાનું ઘણું બધું ખોયું છે.એટલે પેલો માણસ આશ્ચર્ય ચકિત થઈ ગયો કે ભગવાન આપને ધ્યાન કરવાથી કશું મળ્યું નથી તો પછી ધ્યાન કરવાનું કેમ ચાલુ રાખો છો? ત્યારે બુધ્ધે જવાબ આપ્યો કે ધ્યાન કરવાથી મેં ચિંતા,ગુસ્સો,નફરત,ઈર્ષા વગેરે ખોયા છે છતાં પણ ધ્યાન કર્યા કરું છું. સંકલન કર્દમ મોદી પાટણ

સ્કુટી પરની કવિતા

Image
 સ્કુટી પરની કવિતા મન મારું તો માને ના,  વહેતી જોઇ સરીતા સર્જનહારની લીલા કેરી સ્કુટી પરની કવિતા માર્ગો કેવા અટપટાને પાછા ઉબડખાબડ પણ મુસ્કુરાહટનો મંત્ર આપતી  સ્કુટી પરની કવિતા ગતિ તો છે પર્યાય એનો, પ્રગતિ તો પારાવાર સંઘર્ષોમાં આગળ વધતી સ્કુટી પરની કવિતા જોવાવાળા જોતા રહે ને, કહેનારાઓ કહેતા ઇર્ષાળુને  આશિર્વાદતી,   સ્કુટી પરની કવિતા સૌંદર્યના સાગર સાથે, અઢી અક્ષર રેલાવતી ક્ષણવારમાં શ્રાવણ બનતી સ્કૂટી પરની કવિતા  કર્દમ ર . મોદી, પાટણ

લોગ ચલે ગયે

Image
  લોગ ચલે ગયે, લાશેં રહ ગઈ ઇન્સાન કહા હૈ સાંસે રહ ગઈ બોલનેવાલે તો, ચૂપ હૈ યહાં પર અબ તો સિર્ફ, બક્વાસેં રહ ગઈ જિંદગી હાર કર બેઠે હૈ યહા પર ખેલકે ક્યા કરે,જબ તાશેં રહ ગઈ સદીયોંસે પ્યાસ, થી એક બુંદકી દેખતે હી દેખતે નદીયાં બહ ગઈ આઉંગી યહીં પર, ઇન્તજાર  કરના દો પલકા કહકર, જિંદગી કહાં ગઈ કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi