શાળાઓ કે ટેસ્ટ ટ્યુબ
શાળાઓ કે Test tube
શાળાઓમાં વધારે પડતા ટેસ્ટ લેવા એ કંઈ સારી બાબત નથી.વધારે પડતા ટેસ્ટ લેવાના લીધે બાળક સારા માર્ક્સ લાવવાની લ્હાયમાં સતત ચિંતામાં રહે છે.એનાથી એની ભણવાની સ્વતંત્રતા જોખમાય છે અને સતત ટેસ્ટના લીધે બાળક સારા માર્ક્સ પણ લાવી શકતું નથી.પરિણામે બાળક પોતે જ પોતાની નજરમાં અને સમાજની નજરમાં હલકો પડે છે આથી વધારે પડતા ટેસ્ટનો કશો મતલબ રહેતો નથી.@કર્દમ મોદી
આપણી મહાન સ્કૂલોમાં વધારેમાં વધારે એસ એમએસ કરીને બાળકને વાલીની નજરમાં હલકું પાડીને પરોક્ષ રીતે એવું સાબિત કરવામાં આવે છે કે અમે વધારે ફી લઈને કશું ખોટું નથી કરતા પરંતુ તમારું બાળક જ નબળું છે.આ પ્રકારની યંત્રણાઓ અગાઉના સમયમાં નહોતી. અમારા સમયમાં માત્ર ચાર માસિક, આઠ માસિક અને બાર માસિક પરીક્ષા જ હતી.વિદ્યાર્થી પોતાની રીતે પોતાની અનુકૂળતાએ વાંચી શકતો હતો અને પરીક્ષાઓ આપીને એમાં જે પરિણામ આવતું હતું તે જ લાસ્ટ અને ફાઇનલ ગણાતું હતું.@કર્દમ મોદી
આજકાલ છાશવારે ટેસ્ટ લેવાને લીધે વિદ્યાર્થીને એક સાથે અનેક ટેસ્ટ ભેગા થઈ જાય છે.વિદ્યાર્થી સારી રીતે ટેસ્ટ આપી શકતો નથી અને પરિણામે અભ્યાસ પ્રત્યે નફરત કેળવે છે.આ પ્રકારનો લેખ હું સેંકડો વિદ્યાર્થીઓ સાથેની ચર્ચાના નિષ્કર્ષના આધારે લખી રહ્યો છું.@કર્દમ મોદી
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment