જગુદણની સ્કૂલ
એક સારી સ્કૂલ
જગુદણની સ્કૂલ
થોડા વખત પહેલાં એક સ્કૂલની મુલાકાત લેવાનું બન્યું હતું.આ સ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલ છે.ગ્રાન્ટેડ સ્કૂલનું ચિત્ર આપણા મનમાં હોય એ પ્રકારે મને પણ એમ જ હતું કે બધી સ્કૂલોના જેવી હશે.પરંતુ હકીકતમાં મેં જોયેલી સ્કૂલોમાં આ હાઇસ્કુલ શ્રેષ્ઠ સ્કૂલ હતી.@કર્દમ મોદી
આ સ્કૂલમાં બધા ગ્રામ્ય બાળકો આવે છે.પરંતુ આ સ્કૂલની ખાસિયત એ હતી કે આ સ્કૂલની તમામ ભીંતો ભરેલી છે.એની અંદર પુષ્કળ પ્રોજેક્ટ આપવામાં આવે છે અને તમામ પ્રોજેક્ટને ભીંત પર લગાવવામાં આવે છે.ભણવામાં આવતા તમામ મુદ્દાઓના પ્રોજેક્ટ પ્રયોગ બનાવીને મુકેલા છે.જેથી સતત બાળકો પ્રાયોગિક કાર્યને જોઈ શકે.@કર્દમ મોદી
તદુપરાંત આ સ્કૂલમાં એટલી બધી શાંતિ છે કે ક્યાંય પણ ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય. આ શાળામાં મારી ત્રણ દિવસની ટ્રેનીંગ હતી.ત્રણ દિવસ દરમિયાન આ શાળાની શિસ્ત જોઈને હું ચકિત થઈ ગયો.એક સરકારી શાળાની આટલી શિસ્તની હું કોઈ કલ્પના કરી શકતો નથી.મારાથી ન રહેવાયું એટલે છેલ્લા દિવસે આચાર્યને મળીને મેં ખૂબ અભિનંદન આપ્યા.@કર્દમ મોદી
શિક્ષક મિત્રોને પણ હું જણાવું છું કે શક્ય બને તો એકાદ વખત જગુદણની શાળાની મુલાકાત લો અને શિસ્ત શું છે તે જુઓ અને ગ્રાન્ટેડ શાળા પણ કેટલી બધી પ્રવૃત્તિઓ કરીને શાળાને કેટલી ધબકતી રાખી શકે છે એ જુઓ.મેં જોયેલું મારા જીવનનું શાળાનું આ સર્વોત્તમ ઉદાહરણ છે.@કર્દમ મોદી
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment