સ્કુટી પરની કવિતા

 સ્કુટી પરની કવિતા


મન મારું તો માને ના,  વહેતી જોઇ સરીતા સર્જનહારની લીલા કેરી સ્કુટી પરની કવિતા


માર્ગો કેવા અટપટાને પાછા ઉબડખાબડ પણ મુસ્કુરાહટનો મંત્ર આપતી  સ્કુટી પરની કવિતા


ગતિ તો છે પર્યાય એનો, પ્રગતિ તો પારાવાર

સંઘર્ષોમાં આગળ વધતી સ્કુટી પરની કવિતા


જોવાવાળા જોતા રહે ને, કહેનારાઓ કહેતા

ઇર્ષાળુને  આશિર્વાદતી,   સ્કુટી પરની કવિતા


સૌંદર્યના સાગર સાથે, અઢી અક્ષર રેલાવતી ક્ષણવારમાં શ્રાવણ બનતી સ્કૂટી પરની કવિતા 


કર્દમ ર . મોદી,

પાટણ



Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા