બુદ્ધ પ્રસંગ
એક વખત ભગવાન બુદ્ધને કોઈએ પૂછ્યું કે ધ્યાન કરવાથી તમને શું મળ્યું? એટલે બુધ્ધે કહ્યું કે કશું મળ્યું તો નથી જ, ઊલટાનું ઘણું બધું ખોયું છે.એટલે પેલો માણસ આશ્ચર્ય ચકિત થઈ ગયો કે ભગવાન આપને ધ્યાન કરવાથી કશું મળ્યું નથી તો પછી ધ્યાન કરવાનું કેમ ચાલુ રાખો છો? ત્યારે બુધ્ધે જવાબ આપ્યો કે ધ્યાન કરવાથી મેં ચિંતા,ગુસ્સો,નફરત,ઈર્ષા વગેરે ખોયા છે છતાં પણ ધ્યાન કર્યા કરું છું.
સંકલન
કર્દમ મોદી
પાટણ
Comments
Post a Comment