પેપર શા માટે વાંચવું
હું અનેક વિદ્યાર્થીઓને ભણાવું છું.જ્યારે જ્યારે પણ ભણાવું છું ત્યારે મને એવું લાગ્યા કરે છે કે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં છાપ્યું હોય એના સિવાય કશું જાણતા નથી.એટલું જ નહીં પાઠ્ય પુસ્તક સિવાય આ દુનિયામાં અન્ય બાબત છે એવી પણ એમને માહિતી નથી.કારણ એ છે કે વિદ્યાર્થીઓને આપણી મહાન શિક્ષણ પ્રથા પાઠ્યપુસ્તકની બહાર આવવા દેતી નથી. શાળા, શિક્ષણ, પાઠ્યપુસ્તકો અને ટ્યુશન વચ્ચે બાળકની હાલત ડાબલા પહેરેલા ઘોડા જેવી થઈ ગઈ છે.જે વસ્તુ મને ક્ષણે ક્ષણે કનડે છે.એમાંથી મુક્ત થવાનો પ્રથમ અને સીધો ઉકેલ એ છે કે તમારા ઘરમાં કોઈપણ એક પેપર બંધાવવું. એ ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય કે દિવ્ય ભાસ્કર હોય પણ તમારા ઘેર પેપર આવવું જોઈએ.કારણકે હમણાં એક સારો અનુભવ થયો.@કર્દમ મોદી
જ્યારે પણ દુનિયામાં બનતી ઘટના કે રાજકારણની કોઈ વાત કરું ત્યારે મારો એક વિદ્યાર્થી તરત જ એના સમર્થનમાં કંઈ બોલે એટલે મને આશ્ચર્ય થાય કે આને બધી વાતની ખબર કેવી રીતે છે એટલે મેં પૂછ્યું તો એણે જવાબ આપ્યો કે મારા ઘેર પેપર આવે છે એટલે હું નવરો બેઠો પેપર વાંચું છું.મને નાનપણથી વાંચવાની ટેવ છે.પેપર વાંચવાથી ઘણા ફાયદા છે. જેમકે
* બાળકનું સામાન્ય જ્ઞાન ઘણું વધે છે.
* બાળક નવા શબ્દો શીખે છે.
* ભાષાની આંટીઘૂંટી શીખે છે.
* બાળકને ખબર પડે છે કે દુનિયા કેટલી મોટી છે.
*પાઠ્યપુસ્તકની બહાર પણ દુનિયાનું અસ્તિત્વ છે.
*આસપાસ બનતી ઘટનાઓ સમજે છે.
*જીજ્ઞાસા વૃત્તિ કેળવાય છે.@કર્દમ મોદી
ઘરમાં કોઈપણ પેપર ટીપોય પર પડેલું હશે તો બાળક એના ઉપર નજર ફેરવવાનું જ છે.નજર ફેરવશે એટલે એનું વાંચન થશે અને વાંચન સુધરશે.વળી સાથે-સાથે જીજ્ઞાસા પણ કેળવાશે.એમાંથી જ બાળક વાલીને પ્રશ્નો પૂછશે.આમ જેમના જેમના ઘરમાં બાળક ભણતું હોય તેવા તમામ વાલીઓને પોતાના ઘેર એક છાપું બંધાવવા મારી ભલામણ છે. ચોક્કસ બંધાવો.@કર્દમ મોદી
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment