Posts

Showing posts from September, 2022

પાયાનું શિક્ષણ

 એક શિક્ષક તરીકે સતત એવું લાગે છે કે બાળકોને પ્રાથમિક કક્ષાએ નપાસ કરવામાં આવતા નથી અને ઉપલા ધોરણમાં મોકલવામાં આવે છે તેમજ શાળાઓમાં માત્ર ખાલી જગ્યા અને જોડકાના ટેસ્ટ લેવાય છે.એના લીધે બધા જ માબાપો એવા એક વહેમમાં રહે છે કે મારું સંતાન ખૂબ હોશિયાર છે. હકીકતમાં એવું કશું જ હોતું નથી. અમારા અનુભવ પ્રમાણે 70 ટકાથી વધુ બાળકોનો પાયો કાચો રહી જાય છે જેના લીધે આગળ ઉપલા ધોરણમાં ખૂબ જ તકલીફ પડે છે આવા બાળકોને આગળ જતા શોષાવાનું થાય છે.દાખલા તરીકે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીને ધોરણ પાંચનો કોઈક મુદ્દો ન સમજાય તો એને ધોરણ પાંચનું શીખવામાં શરમ આવે છે જેને લીધે તે પોતાનો ધોરણ 12 પણ સારી રીતે ભણી શકતો નથી. આથી સમગ્ર સમાજને મારે એટલી જાણ કરવી છે કે બાળકોનો પાયો આજકાલ અત્યંત કાચો રહે છે આથી એને જરૂરી નથી કે આઠમા ધોરણમાં હોય તો આઠમા ધોરણની જ મહેનત કરવી.બાળક આઠમા ધોરણમાં ભણતું હોય પરંતુ પાયો કાચો હોય તો તેને નીચલા ધોરણનું તૈયાર કરવા આપવું જોઈએ અને એવું કરવામાં કશો વાંધો પણ નથી કારણ કે શાળાઓ બાળકોને જો નપાસ ન કરતી હોય તો પછી બાળક નપાસ તો થવાનું નથી તો પછી ધોરણ પાંચનું શીખવાડવામાં શું વાંધો છે.પરંતુ કાચા ...

આવો અભ્યાસક્રમ હોય?

 મારી દીકરી ધોરણ ત્રણમાં ભણે છે તેને ત્રીજા ધોરણમાં આગ્રાનો નકશો દોરવાનો આવે છે હવે મને એમએસસી એમ.એડ થયા પછી અને 27 વર્ષના અનુભવ પછી આગ્રાનો નકશો મને પોતાને દોરતા આવડતું નથી.તો ગુજરાતમાં રહેતું ત્રીજા ધોરણનું બાળક આગ્રાનો નકશો કેવી રીતે દોરી શકે? તેમ જ શા માટે દોરવો જોઈએ? એ પ્રશ્નોનો જવાબ મને સમજાતો નથી. શિક્ષણ એ મારો મુખ્ય વિષય છે. તેમજ શોખ પણ છે.શિક્ષણ વિશે હું ઘણું બધું વિચારું છું તેમ જ નવું નવું લખતો પણ હોઉં છું છતાં પણ ત્રીજા ધોરણમાં આગ્રાનો નકશો દોરવાનો મુદ્દો મને કંઈ સમજાતું નથી આવા વાહિયાત મુદ્દાઓ મૂકી અને શિક્ષણને નિરસ કંટાળાજનક અને મૂર્ખતા પ્રેરક બનાવવા માટે કદાચ શિક્ષણ શાસ્ત્રીઓ તો જવાબદાર નહીં જ હોય. કારણ કે તેઓ તો મહાન માણસો ગણાય.પરંતુ આવું બધું કોણ બનાવે છે એ મને કોઈ કહો. શા માટે ભણવામાં વાર્તાઓ, કલ્પના કથાઓ, પરિ કથાઓ,સાહસ કથાઓ આવું બધું મૂકવામાં આવતું નથી?નાનું બાળક ટ્રેનમાં મુસાફરી કરે એને લગતા વાહિયાત પાઠો પણ મુકેલા છે.(ધોરણ 4)એક નાની છોકરી મધમાખીના મધપૂડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે એ પ્રકારના પાઠ પણ છે જે માથાના દુખાવા જેવા છે. (ધોરણ 4) અત્યારે હું વધુ કશું લખી ...

આજનું શિક્ષણ

  આજકાલ શિક્ષણના નામની અફરા તફરી જામેલી છે અને ચારે બાજુ જેમ આગ લાગી હોય અને બચાવો બચાવોની બૂમો પડતી હોય તેવી રીતે શિક્ષણ શિક્ષણની બૂમો પડી રહી છે.જોકે શિક્ષણ વધ્યું પણ છે પરંતુ નોકરીઓ મળતી નથી એવી પણ બૂમો પડી રહી છે.પરંતુ અમારો અનુભવ એવો છે કે નોકરીઓ તો આજે પણ મળી શકે છે પરંતુ લાયક માણસો અત્યારે પણ મળતા નથી.શિક્ષણનું એટલું અધ: પતન થઈ ચૂક્યું છે કે માત્ર પાસ થવાનું અને આંકડા (ટકા) લાવવાનું મહત્વ રહેલું છે પરંતુ બાળકને કેટલું આવડ્યું કે ન આવડ્યું એનું હવે કોઈ જ મહત્વ રહ્યું નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે દસમા ધોરણમાં પાસ થયેલો બાળક સારી રીતે વાંચી કે લખી શકતો નથી કે સાદી ગણતરી કરી શકતો નથી.આવા બાળકો આગળ જતા કોલેજ કરીને સમાજમાં ઠલવાયા કરે છે.જેના લીધે માત્ર બેરોજગારી વધી રહી છે.આવા લોકો આગળ જઈને ફરિયાદ કરે છે કે નોકરીઓ મળતી નથી પરંતુ હકીકતમાં નોકરીને લાયક સારા માણસો પણ મળતા નથી. આથી હવે પછી જે બાળકો ભણવા માંગે છે એમણે એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે હવે પાસ થવાનું કે ટકા લાવવાનું મહત્વ નથી અને રહેવાનું પણ નથી.તમારી અંદર કેટલી કુશળતા છે? કેટલી આવડત છે ?પ્રશ્નોની સાથે કામ કરવાની કેટલી...

ભાષા શિક્ષણનું મહત્વ

  ગણિત અને વિજ્ઞાન એ પોતાને આવડતા ન હોવાથી એ ઘણા અઘરા અને મહાન વિષયો છે એવી આપણા બધાના મનમાં ગાંઠ પડી ગઈ છે.એના લીધે આપણે બધા આપણા સંતાનોનો માત્ર ગણિત અને વિજ્ઞાનના ટ્યુશન બંધાવીને બેસી ગયા છીએ.એટલું જ નહીં પરીક્ષાની માર્કશીટ જ્યારે આવે છે ત્યારે આપણે સૌ પ્રથમ ગણિત અને વિજ્ઞાનના માર્કસને ધ્યાનમાં લઈએ છીએ.પરિણામ સ્વરૂપે થયું છે એ કે બાળકોની ભાષાઓ અત્યંત કાચી રહી ગઈ છે અને એનો ખૂબ જ ખરાબ પ્રભાવ સમગ્ર શિક્ષણ ઉપર પડી રહ્યો છે. આ સાથે હું સર્વને જાણ કરવા માંગુ છું કે માત્ર ગણિત વિજ્ઞાનની પાછળ પડી જવું એ શિક્ષણ નથી બાળકને ભાષાઓ પણ સારામાં સારી આવડવી જોઈએ.કારણ કે ગણિત અને વિજ્ઞાન ભણવાનું માધ્યમ તો ભાષા જ છે.આથી ભાષા શીખવી પણ બરાબર જરૂરી છે અને ભાષા માટે માત્ર પાઠ્યપુસ્તકને વળગી રહેવું એ પણ જરૂરી નથી.લાઇબ્રેરીના પુસ્તકો વાંચવા પણ જરૂરી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ડોક્ટર હોમી ભાભા એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે મહાન કવિ પણ હતા.અબ્દુલ કલામ એક મિસાઈલ મેન હોવા છતાં તેઓ સારામાં સારા લેખક હતા. વિક્રમ સારાભાઈ એક વૈજ્ઞાનિક હોવા ઉપરાંત જુદી જુદી 55 જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, તેમ જ તેઓ...

કેરલ પ્રસંગ 2

 બીજો એક પ્રસંગ જે પહેલી નજરે સામાન્ય લાગે છે પણ મને એ નોંધવો જરૂરી લાગે છે.  શંકરાચાર્યની જન્મભૂમિ કાલડી (કેરળ) મુકામે હું અને મારી મમ્મી દર્શન માટે ગયા હતા.અમે મંદિરના પ્રાંગણમાં રિક્ષાની રાહ જોતા બેઠા હતા. તે દરમિયાન બાજુમાં કેટલાક યુવાનો બેઠા હતા જે પણ દર્શન માટે જ આવેલા હતા. બહુ સહજ રીતે અમે એમને સાથે વાત કરી અને આગળના ગામ જવાનો રસ્તો પૂછ્યો.એ દરમિયાન જે વાતચીત થઈ તે દરમિયાન મેં બહુ સહજતાથી એ યુવાનને મેં મારો અને મારી મમ્મીનો પરિચય આપ્યો. જેવી એ યુવાને ખબર પડી કે એ મારી મમ્મી છે.તરત જ એણે મારી મમ્મીને કમરથી ઝૂકીને ચરણ સ્પર્શ કર્યો.ખરેખર હું આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય ચકિત અને ભાવવિભોર થઈ ગયો કે પારકા પ્રદેશમાં કોઈપણ જાતની વિશેષ ઓળખાણ વગર પણ એક માતાને એક અજાણ્યો યુવાન પગે લાગે એ એના માતા-પિતાના મહાન સંસ્કાર માત્ર.બીજું શું! ખરેખર સંસ્કારો જ મહત્વના હોય છે.વળી આજના મોબાઇલ યુગમાં તો સંસ્કારોની આવશ્યકતા ઊલટાની વધી જાય છે.  આપણે બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું ન ચૂકીએ એ પણ એટલું જ જરૂરી છે.તેવું મેં તે દિવસે અનુભવ્યું. ધન્ય છે એના માતા-પિતાને અને ધન્ય છે એવા યુવાનને!!! લે...

કેરલ પ્રવાસ શોભાયાત્રા

 મારા કેરળના પ્રવાસ દરમિયાન એક બે બાબતો મને સ્પર્શી ગઈ હતી જે આજે હું  પ્રસંગ સ્વરૂપે અલગથી લખવા માંગુ છું. ૧) શંકરાચાર્યની ભૂમિ કાલડી જવા માટે અલુવા રેલ્વે સ્ટેશન ઉતરવું જરૂરી છે.ત્યાંથી કાલડી 25 કિલોમીટરના બસ રસ્તે છે.આથી અમે રેલવે સ્ટેશનની બહાર આવેલા બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા ઉભા હતા.એ દરમિયાન રોડ ઉપર એક પી.એસ.આઇ અને બે ત્રણ પોલીસ ફરતા હતા. મોટા વાહનો ખાસ આવતા નહોતા અને પબ્લિક પણ ઓછી હતી.એટલે મને લાગ્યું કે નક્કી કોઈ કાર્યક્રમ હોવો જોઈએ.બાકી પીએસઆઇ અને બે ત્રણ પોલીસવાળા રોડ પર આ રીતે ફરતા ન હોય થોડી વાર પછી સામેથી એક સરઘસ આવતું દેખાયુ.એ દિવસે જન્માષ્ટમી હતી અને ત્યાં જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નીકળે.આ શોભાયાત્રા જોવી એ મારા માટે જીવનનો એક મહત્વનો પ્રસંગ બની ગયો.આપણે ત્યાં પણ જુદા જુદા તહેવારોમાં શોભાયાત્રા નીકળે છે પરંતું આમાં કંઇક વિશેષ હતું. ડીજેનો ઘોઘાટ,સ્પીકરો બુમ બરાડા અને શોર બકોર સદંતર ગેરહાજર. આપણે ત્યાં શોભાયાત્રા, શોભાયાત્રા બનવાને બદલે ઘોઘાટ યાત્રા બની જતી હોય છે. મેં જીવનમાં પ્રથમવાર એવી શોભા યાત્રા જોઈ કે જે લગભગ એક કિલોમીટર જેટલી લાંબી હતી પરંતુ નિરવ શાંત...

ટ્યુશન નો નવો વિચાર

 આજના શિક્ષણને ટ્યુશન વગરનું કલ્પવું કદાચ અશક્ય છે.પરંતુ ટ્યુશનમાં સમસ્યા એ છે કે જ્યારે પણ આપણે નાના બાળકોને ટ્યુશન મૂકીએ છીએ ત્યારે ટ્યુશનથી આપણને સંતોષ થતો નથી કારણ કે ટ્યુશનમાં બાળકોને હંમેશા ટોળામાં બેસાડવામાં આવે છે.નાના બાળકોના પાયાના ખ્યાલ તેમજ પોતાની સમજણ ઘણી કાચી હોવાથી ટોળામાં બેસાડીને તેમને સારી રીતે શિક્ષણ આપી શકાતું નથી તેમ જ ઘણા બધા કિસ્સામાં તો ટ્યુશન આપનાર શિક્ષક પણ સક્ષમ હોતા નથી અને ઘણા લોકો તો માત્ર પોતાની આવક વધારવા માટે જ ટ્યુશન કરતા હોય છે.આથી આ ટ્યુશનમાં કમિટમેન્ટ પણ હોતું નથી. આવા કેસમાં મારી પાસે એક સારો ઉકેલ છે જોકે વાચકોને એ ગમશે કે નહીં એનો હું દાવો ન કરી શકું પરંતુ મારો આ અનુભવ છે જેના હું આપની સાથે શેર કરવા માગું છું.જ્યારે પણ એકથી આઠ ધોરણના નાના બાળકોનું ટ્યુશન કરાવવાનું હોય ત્યારે કોઈ શિક્ષકની પાસે ટ્યુશન મૂકવા કરતા ધોરણ નવ કે દસમાં ભણતા કોઈ હોશિયાર વિદ્યાર્થી પાસે બાળકને ટ્યુશન મૂકવો.હોશિયાર વિદ્યાર્થી પોતે વિદ્યાર્થી અવસ્થામાં હોવાના લીધે એ ખૂબ સારી રીતે વિષયને જાણતા હોય છે તેમજ ન્યાય આપી શકે છે. વળી એમને ભણાવવાનું ખૂબ જ ગમતું હોય છે બીજું આટલી ના...

મારો કાલડી પ્રવાસ

Image
 મારો કાલડી પ્રવાસ ગયા મહિનામાં અમે કાલડી ગયા હતા.કાલડી એ આદ્ય શંકરાચાર્યનું જન્મ સ્થળ છે.ભારતમાં ભાગ્યે જ કોઈ શંકરાચાર્યના વ્યક્તિત્વથી પરિચિત નહીં હોય.આપણા દેશમાં શંકરાચાર્ય નામની એક મહાન વિભૂતિ થઈ ગઈ આજથી આશરે 1000 વર્ષ પહેલા કેરલમાં કાલડી ગામે જન્મ થયો હતો. કાલડી હકીકતમાં એમના પિતાનું ગામ છે.એમનો જન્મ તો કાલડીથી 45 km દૂર પિરામલ નામનું બીજું એક ગામ છે,તે એમનું જન્મ સ્થળ છે અર્થાત એમની માતાનું ગામ છે.પરંતુ બાળકના જન્મ બાદ એમની માતા પતિના ઘેર કાલડી આવી ગયા હતા.આથી કાલડીમાં એમનો ઉછેર થયો. કાલડી એ ખૂબ જ નાનું ગામ છે.જ્યાં પૂર્ણા નદીના કાંઠે શંકરાચાર્યનું મંદિર છે.જે સુંદર અને જોવાલાયક છે.ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે.કાલડી એ અલૂવા રેલવે સ્ટેશનથી માત્ર 25 km દૂર છે.ગુજરાતથી કાલડી જવા માટે તમે કોઈપણ એક્સપ્રેસ ટ્રેન પકડી શકો છો તેમાં અલુવા સ્ટેશને ઉતરવાનું રહે છે અને અલુવાથી કાલડી સરકારી બસમાં કે અન્ય કોઈ પ્રાઇવેટ વાહનમાં જઈ શકાય છે.કાલડીમાં મંદિરની અંદર જ એક અતિથિ ગૃહ છે.જેમાં તમે સારી રીતે રહી શકો છો અને મંદિરના દર્શન કરી શકો છો મંદિરની પાછળ જ નદી છે કે જ્યાં શંકરાચાર્યનો પગ મગરે ખેં...