પાયાનું શિક્ષણ
એક શિક્ષક તરીકે સતત એવું લાગે છે કે બાળકોને પ્રાથમિક કક્ષાએ નપાસ કરવામાં આવતા નથી અને ઉપલા ધોરણમાં મોકલવામાં આવે છે તેમજ શાળાઓમાં માત્ર ખાલી જગ્યા અને જોડકાના ટેસ્ટ લેવાય છે.એના લીધે બધા જ માબાપો એવા એક વહેમમાં રહે છે કે મારું સંતાન ખૂબ હોશિયાર છે. હકીકતમાં એવું કશું જ હોતું નથી.
અમારા અનુભવ પ્રમાણે 70 ટકાથી વધુ બાળકોનો પાયો કાચો રહી જાય છે જેના લીધે આગળ ઉપલા ધોરણમાં ખૂબ જ તકલીફ પડે છે આવા બાળકોને આગળ જતા શોષાવાનું થાય છે.દાખલા તરીકે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીને ધોરણ પાંચનો કોઈક મુદ્દો ન સમજાય તો એને ધોરણ પાંચનું શીખવામાં શરમ આવે છે જેને લીધે તે પોતાનો ધોરણ 12 પણ સારી રીતે ભણી શકતો નથી.
આથી સમગ્ર સમાજને મારે એટલી જાણ કરવી છે કે બાળકોનો પાયો આજકાલ અત્યંત કાચો રહે છે આથી એને જરૂરી નથી કે આઠમા ધોરણમાં હોય તો આઠમા ધોરણની જ મહેનત કરવી.બાળક આઠમા ધોરણમાં ભણતું હોય પરંતુ પાયો કાચો હોય તો તેને નીચલા ધોરણનું તૈયાર કરવા આપવું જોઈએ અને એવું કરવામાં કશો વાંધો પણ નથી કારણ કે શાળાઓ બાળકોને જો નપાસ ન કરતી હોય તો પછી બાળક નપાસ તો થવાનું નથી તો પછી ધોરણ પાંચનું શીખવાડવામાં શું વાંધો છે.પરંતુ કાચા પાયા વાળા બાળકો આગળ જઈને એટલા બધા શોષાય છે કે ક્યાં જવું તેની સમજ પડતી નથી અને પરિણામે વાલી તેમજ બાળક બંને નિરાશ થતા હોય છે.
લેખક
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ
Comments
Post a Comment