આજનું શિક્ષણ

 

આજકાલ શિક્ષણના નામની અફરા તફરી જામેલી છે અને ચારે બાજુ જેમ આગ લાગી હોય અને બચાવો બચાવોની બૂમો પડતી હોય તેવી રીતે શિક્ષણ શિક્ષણની બૂમો પડી રહી છે.જોકે શિક્ષણ વધ્યું પણ છે પરંતુ નોકરીઓ મળતી નથી એવી પણ બૂમો પડી રહી છે.પરંતુ અમારો અનુભવ એવો છે કે નોકરીઓ તો આજે પણ મળી શકે છે પરંતુ લાયક માણસો અત્યારે પણ મળતા નથી.શિક્ષણનું એટલું અધ: પતન થઈ ચૂક્યું છે કે માત્ર પાસ થવાનું અને આંકડા (ટકા) લાવવાનું મહત્વ રહેલું છે પરંતુ બાળકને કેટલું આવડ્યું કે ન આવડ્યું એનું હવે કોઈ જ મહત્વ રહ્યું નથી.

અત્યારે પરિસ્થિતિ એવી છે કે દસમા ધોરણમાં પાસ થયેલો બાળક સારી રીતે વાંચી કે લખી શકતો નથી કે સાદી ગણતરી કરી શકતો નથી.આવા બાળકો આગળ જતા કોલેજ કરીને સમાજમાં ઠલવાયા કરે છે.જેના લીધે માત્ર બેરોજગારી વધી રહી છે.આવા લોકો આગળ જઈને ફરિયાદ કરે છે કે નોકરીઓ મળતી નથી પરંતુ હકીકતમાં નોકરીને લાયક સારા માણસો પણ મળતા નથી.

આથી હવે પછી જે બાળકો ભણવા માંગે છે એમણે એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે હવે પાસ થવાનું કે ટકા લાવવાનું મહત્વ નથી અને રહેવાનું પણ નથી.તમારી અંદર કેટલી કુશળતા છે? કેટલી આવડત છે ?પ્રશ્નોની સાથે કામ કરવાની કેટલી હોશિયારી છે તે બાબતોની જરૂર પડશે.આથી ગોખેલા શિક્ષણને મહત્વ આપવા કરતા વ્યવહારીક શિક્ષણને મહત્વ આપીને કોઈ સ્કીલ ડેવલોપ કરવાનું મહત્વ ભવિષ્યમાં વધી જવાનું છે.આથી શિક્ષણના નામે માત્ર ડિગ્રી ભેગી કરવાનો હવે પછીના સમયમાં કોઈ અર્થ રહેશે નહી.

સારાંશ એ છે કે નોકરીઓ આજે પણ મળી શકે છે પરંતુ નોકરી કરવા વાળા લાયક માણસોની હજુ પણ અછત જ છે.

લેખક
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
8238958094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા