કેરલ પ્રસંગ 2

 બીજો એક પ્રસંગ જે પહેલી નજરે સામાન્ય લાગે છે પણ મને એ નોંધવો જરૂરી લાગે છે. 


શંકરાચાર્યની જન્મભૂમિ કાલડી (કેરળ) મુકામે હું અને મારી મમ્મી દર્શન માટે ગયા હતા.અમે મંદિરના પ્રાંગણમાં રિક્ષાની રાહ જોતા બેઠા હતા. તે દરમિયાન બાજુમાં કેટલાક યુવાનો બેઠા હતા જે પણ દર્શન માટે જ આવેલા હતા. બહુ સહજ રીતે અમે એમને સાથે વાત કરી અને આગળના ગામ જવાનો રસ્તો પૂછ્યો.એ દરમિયાન જે વાતચીત થઈ તે દરમિયાન મેં બહુ સહજતાથી એ યુવાનને મેં મારો અને મારી મમ્મીનો પરિચય આપ્યો. જેવી એ યુવાને ખબર પડી કે એ મારી મમ્મી છે.તરત જ એણે મારી મમ્મીને કમરથી ઝૂકીને ચરણ સ્પર્શ કર્યો.ખરેખર હું આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય ચકિત અને ભાવવિભોર થઈ ગયો કે પારકા પ્રદેશમાં કોઈપણ જાતની વિશેષ ઓળખાણ વગર પણ એક માતાને એક અજાણ્યો યુવાન પગે લાગે એ એના માતા-પિતાના મહાન સંસ્કાર માત્ર.બીજું શું! ખરેખર સંસ્કારો જ મહત્વના હોય છે.વળી આજના મોબાઇલ યુગમાં તો સંસ્કારોની આવશ્યકતા ઊલટાની વધી જાય છે. 


આપણે બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું ન ચૂકીએ એ પણ એટલું જ જરૂરી છે.તેવું મેં તે દિવસે અનુભવ્યું. ધન્ય છે એના માતા-પિતાને અને ધન્ય છે એવા યુવાનને!!!


લેખક

કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ

8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા