ભાષા શિક્ષણનું મહત્વ
ગણિત અને વિજ્ઞાન એ પોતાને આવડતા ન હોવાથી એ ઘણા અઘરા અને મહાન વિષયો છે એવી આપણા બધાના મનમાં ગાંઠ પડી ગઈ છે.એના લીધે આપણે બધા આપણા સંતાનોનો માત્ર ગણિત અને વિજ્ઞાનના ટ્યુશન બંધાવીને બેસી ગયા છીએ.એટલું જ નહીં પરીક્ષાની માર્કશીટ જ્યારે આવે છે ત્યારે આપણે સૌ પ્રથમ ગણિત અને વિજ્ઞાનના માર્કસને ધ્યાનમાં લઈએ છીએ.પરિણામ સ્વરૂપે થયું છે એ કે બાળકોની ભાષાઓ અત્યંત કાચી રહી ગઈ છે અને એનો ખૂબ જ ખરાબ પ્રભાવ સમગ્ર શિક્ષણ ઉપર પડી રહ્યો છે.
આ સાથે હું સર્વને જાણ કરવા માંગુ છું કે માત્ર ગણિત વિજ્ઞાનની પાછળ પડી જવું એ શિક્ષણ નથી બાળકને ભાષાઓ પણ સારામાં સારી આવડવી જોઈએ.કારણ કે ગણિત અને વિજ્ઞાન ભણવાનું માધ્યમ તો ભાષા જ છે.આથી ભાષા શીખવી પણ બરાબર જરૂરી છે અને ભાષા માટે માત્ર પાઠ્યપુસ્તકને વળગી રહેવું એ પણ જરૂરી નથી.લાઇબ્રેરીના પુસ્તકો વાંચવા પણ જરૂરી છે.
જેમ કે આપણે જાણીએ છીએ કે ડોક્ટર હોમી ભાભા એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે મહાન કવિ પણ હતા.અબ્દુલ કલામ એક મિસાઈલ મેન હોવા છતાં તેઓ સારામાં સારા લેખક હતા. વિક્રમ સારાભાઈ એક વૈજ્ઞાનિક હોવા ઉપરાંત જુદી જુદી 55 જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, તેમ જ તેઓ પોતે પણ એક સારા લેખક હતા .આ તમામ મહાનુભાવો પોતે જે તે ક્ષેત્રના નિષ્ણાત હતા છતાં પણ ભાષાઓની સાથે ઊંડાણથી જોડાયેલા હતા. આમ માત્ર ગણિત વિજ્ઞાનની પાછળ પડી જવું અને ભાષાઓની અવગણના કરવી એ સરવાળે શિક્ષણ માટે જ નુકસાનકારક છે.આથી ભાષાઓનો અભ્યાસ બાળકો વધારે એના ઉપર ભાર આપવો એ દરેક મા-બાપની ફરજ છે અને એના ઉપર પણ ધ્યાન આપે એવું મારું નમ્ર સૂચન છે.
લેખક
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ
8238058094
Comments
Post a Comment