ટ્યુશન નો નવો વિચાર



 આજના શિક્ષણને ટ્યુશન વગરનું કલ્પવું કદાચ અશક્ય છે.પરંતુ ટ્યુશનમાં સમસ્યા એ છે કે જ્યારે પણ આપણે નાના બાળકોને ટ્યુશન મૂકીએ છીએ ત્યારે ટ્યુશનથી આપણને સંતોષ થતો નથી કારણ કે ટ્યુશનમાં બાળકોને હંમેશા ટોળામાં બેસાડવામાં આવે છે.નાના બાળકોના પાયાના ખ્યાલ તેમજ પોતાની સમજણ ઘણી કાચી હોવાથી ટોળામાં બેસાડીને તેમને સારી રીતે શિક્ષણ આપી શકાતું નથી તેમ જ ઘણા બધા કિસ્સામાં તો ટ્યુશન આપનાર શિક્ષક પણ સક્ષમ હોતા નથી અને ઘણા લોકો તો માત્ર પોતાની આવક વધારવા માટે જ ટ્યુશન કરતા હોય છે.આથી આ ટ્યુશનમાં કમિટમેન્ટ પણ હોતું નથી.


આવા કેસમાં મારી પાસે એક સારો ઉકેલ છે જોકે વાચકોને એ ગમશે કે નહીં એનો હું દાવો ન કરી શકું પરંતુ મારો આ અનુભવ છે જેના હું આપની સાથે શેર કરવા માગું છું.જ્યારે પણ એકથી આઠ ધોરણના નાના બાળકોનું ટ્યુશન કરાવવાનું હોય ત્યારે કોઈ શિક્ષકની પાસે ટ્યુશન મૂકવા કરતા ધોરણ નવ કે દસમાં ભણતા કોઈ હોશિયાર વિદ્યાર્થી પાસે બાળકને ટ્યુશન મૂકવો.હોશિયાર વિદ્યાર્થી પોતે વિદ્યાર્થી અવસ્થામાં હોવાના લીધે એ ખૂબ સારી રીતે વિષયને જાણતા હોય છે તેમજ ન્યાય આપી શકે છે. વળી એમને ભણાવવાનું ખૂબ જ ગમતું હોય છે બીજું આટલી નાની ઉંમરમાં ભણાવવાથી પોતાને પૈસા મળે એટલે પોતાને પણ ઉત્સાહ આવે છે તેમ જ દરેક બાળકના મનમાં શિક્ષક બનવાનો એક શોખ છુપાયેલો હોય છે તેથી આવા હોશિયાર બાળકો વધારે સારી રીતે ભણાવી શકશે.વળી આવા હોશિયાર વિદ્યાર્થી પાસે એક કે બે બાળકોને મૂકવાથી એમની પાસે ઓછી સંખ્યા હશે.માટે એ બાળકને સારી રીતે ભણાવી શકશે.એટલે આપણા શિક્ષણનો મુખ્ય હેતુ છે તે પણ સારી રીતે પાર પડશે. 


સારાંશ એ છે કે કોઈ શિક્ષકની પાસે ટ્યુશનમાં નાના બાળકોને ટોળામાં મૂકવા એના કરતા કોઈ હોશિયાર વિદ્યાર્થી પાસે ટ્યુશન મૂકવાથી કદાચ ઘણો મોટો ફાયદો થશે એવી મારો નમ્ર અભિપ્રાય છે.આ બાબતે મારો પોતાનો જાત અનુભવ છે જેના આધારે માત્ર સૂચન કરવાના હેતુથી આ લેખ લખ્યો છે.આપ પણ આપની આસપાસ તપાસ કરીને કોઈ હોશિયાર વિદ્યાર્થીનો સંપર્ક કરી જો એને ટ્યુશન માટે કન્વીન્સ કરી શકો તો કરી જુઓ અને એનું પરિણામ જોઈ જુઓ હું માનું છું કે શિક્ષકો કરતાં વિદ્યાર્થીઓ ઘણું સારું ભણાવી શકશે.


લેખક

કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ

8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા