Posts

Showing posts from November, 2021

આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ

Image
 આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ         પણ માણસની વાતે પૂરા વ્હેમીઓ તમારો મોબાઇલ મને ગમે ને મારો મોબાઇલ તમને એક બીજાના મોબાઈલ થકી ધન્યતા માણી એ બંને મોબાઈલ વિના મોળો કંસાર મિસકોલ કરતો રહીઓ          આપણે સહુ મોબાઈલ પ્રેમીઓ         મોબાઈલ વિનાના યુગમાં , કેમ જીવતા લોકો  ફુરસદમાં તો ફેર ફુદરડીનો,શોધતા હશે મોકો ચાર્જર ને બેટરી વિના, કરતા હશે શું કીમિયો           આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ          મહાલું હું તો મેસેજના મહાસાગરમાં બિન્દાસ એક મોબાઈલ હોય પછી,મને ના કોઈની આસ મોબાઈલ મારો જુલિયટ, ને હું એનો રોમિયો                   આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ   અડધી રાતે અપડેટ થાઉંને, મળસ્કે આવે મેસેજ ડાઉનલોડિંગ લગાતાર,બીજું તો શું whatsapp વિશ્વરૂપનું યંત્ર આ તો, હર પલ દર્શન કરીઓ          આપણે સૌ મોબાઇલ પ્રેમીઓ મોબાઈલની માયાજાળમાં, ડૂબી ગયો છે દેશ રમતા રહો આ રમકડું, ભલેને વાગે પછી ઠેસ વાંધો નહીં તમે દ...

બાસઠમે વર્ષે

Image
મન્ના નાયકની કવિતાઓ અને  નારીવાદી નવલકથાઓ વાંચીને જુવાનીના જોશમાં લગ્ન ન કર્યા. અને પુરુષની નફરત કરવામાં, જીવનનું પરમ ગૌરવ માન્યું. "મારા નામની પાછળ પતિનું નહીં  પણ પિતાનું નામ જ કેમ ન હોય" એ અભિયાન ચલાવવા મેં મારી જાતને પસંદ કરી. પેપરોમાં નારીવાદી લેખોના કટિંગથી  ફાઈલો ભરીને એને ઉપનિષદો માન્યા. લંપટ નારીવાદી પુરુષોની હુંફાળી વાણીને  મૈત્રીનું ઉચ્ચતમ બિંદુ માનીને મનમાં એક કલ્યાણ ગ્રામ રચ્યું. અને આ રીતે જવાની પૂર્ણ કરી  આજે 62 થયા છે ત્યારે,    ખબર પડી છે કે    એ કવિઓ અને લેખકોને     પ્રકાશકો કંઈક આપતા.      એ કટિંગોની ફાઈલો ઉધઈનો આહાર માત્ર હતી. અને પેલા દોસ્તીની દુઆવાળા હવા થઈ ગયા છે.  આજે હું એકલી છું   એકલતા સિવાય મારી સાથે કોઈ નથી.    ધિક્કારું છું જાતને ને ધિક્કારું છું રાતને.     શ્રાવણની મેઘલી રાતે જ્યારે       પીઠમાં દુખાવો ઊપડે ત્યારે,        સંડાશ સાફ કરવાના બ્રશ પર        Moov લગાડીને જાતે પીઠ પર ઘસું    ...

ખાલી જગ્યા અને જોડકા ઝિંદાબાદ

Image
 ખાલી જગ્યા અને જોડકા ઝિંદાબાદ આપણે ત્યાં લગભગ બધા ધોરણના ભાષાના પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં એવા પાઠ આપેલા છે કે જેમાં ચિત્ર જોઈ અને વર્ણન કરવાનું હોય છે આવા પાઠોને આપણા વિદ્વાન શિક્ષકો દ્વારા હાસ્યાસ્પદ માનવામાં આવે છે.હવે આ પાઠોનું મહત્વ કેટલું છે એ સમજવા માટે નીચેની બાબત વાંચો. “નીચે આપેલ ફોટોગ્રાફનું વિશ્લેષણ કરી તમારા રચનાત્મક નિરીક્ષણો વિગતે લખો.”(ફોટો નીચે આપેલ જ છે) GPSC વર્ગ ૧ & ૨ની 20 જુલાઈથી શરૂ થયેલ મુખ્ય લેખિત પરીક્ષામાં ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રમાં પુછાયેલ એક પ્રશ્નમાં આ ફોટોગ્રાફમાં કેટલાક મિત્રોને મહીલાઓ પાણી ભરવા જાય છે તેવું તો કેટલાકને આ ચિત્રમાં ભારતીય મહિલાઓની એકતા અને સંગઠનનું ઉત્તમ ઉદાહરણ દેખાયું. કોઈકે મહીલાઓના ચહેરા પરની ખુશી વાંચી તો કોઈકને તેઓની હાર્ડશીપ નજર આવી. ઘણા લોકોને આ મહીલાઓ ડેરીમાં દુધ ભરવા જતી હોય તેવું લાગ્યું અને તે પરથી કો-ઓપરેટીવ મુવમેન્ટ, વીમેન એમ્પાવરમેન્ટ, પશુપાલન થકી ગ્રામીણ વિસ્તારનો સામાજિક-આર્થિક વિકાસ વિગેરે વિગેરે બાબતો ધ્યાનમાં આવી.  તો સમજવાની વાત એ છે કે ધોરણ 1 થી 10 ની સમગ્ર શિક્ષણ પદ્ધતિને આપણે ખાલી જગ્યા અને જોડકા અને ટૂં...

દુર્યોધનની મૂંઝવણ

Image
  મહાભારતના યુદ્ધમાં દુર્યોધન એક જગ્યાએ કહે છે કે ધર્મ શું છે તે હું જાણું છું પરંતુ તેનું પાલન કરી શકતો નથી અને અધર્મ શું છે એ પણ હું જાણું છું પરંતુ તેને છોડી શકતો નથી..હવે આ વાત ખરેખર અધુરી છે. આના પછી પણ દુર્યોધન એક વાક્ય બોલે છે કે એવી કઈ બાબત છે કે જે મને ખોટું કરવા પ્રેરે છે તે જ મને સમજાતું નથી. હવે અહીં જાણવા જેવી વાત એ છે કે એ બાબતનું નામ હતું શકુની. દુર્યોધન શકુની કહે એમ જ કરતો હતો.પરંતુ આ વાત  દુર્યોધનનું મન પકડી શકતું નહોતું.એ એવું માનતો હતો કે એવી કોઈ રહસ્યમય શક્તિ છે કે જેના લીધે એ ખોટું કરવા કરવા પ્રેરાતો હતો. હકીકતમાં એ શક્તિનું નામ જ શકુની હતું.પરંતુ દુર્યોધનને શકુની પર આંધળો વિશ્વાસ હતો કે મારો મામો કદી ખોટું કરાવે નહીં અને પછી આગળ શું થયું કે આપણે જાણીએ છીએ. એની સામે મહાભારતમાં અર્જુન પણ ઘણીવાર  ભીંસમાં આવી જાય છે અને મુશ્કેલીમાં મુકાઇ જાય છે.પરંતુ અર્જુનના ગુરુ કૃષ્ણ હતા અને એ કૃષ્ણ હંમેશા સાચું માર્ગદર્શન આપતા.આથી અર્જુનને કોઈ જગ્યાએ ખોટું માર્ગદર્શન મળ્યું નથી અને આપણે જાણીએ છીએ કે અંતમાં અર્જુનનો વિજય થાય છે. આમ તમારા ગુરુ કોણ છે તેનું પૂરેપૂરું ...

Escavator

Image
  Escalator શબ્દથી આજકાલ કદાચ બધા જ પરિચિત હશે.રેલવે સ્ટેશન કે એરપોર્ટની સીડીઓ ઉપર ચડવા માટે હવે પગને કષ્ટ આપવું પડતું નથી. પરંતુ સીડી પર ઊભા રહી જવાનું હોય છે અને સીડી પોતે ઉપર ચાલી જાય છે. જેને અંગ્રેજીમાં escalator કહેવાય છે. એની સામે આપણી જે અસલ જૂની સીડી છે.એ પણ આપણને ઉપર પહોંચાડે છે. પરંતુ તેમાં ચડવા માટે જાતે પરિશ્રમ કરવો પડે છે. આ વાતનો બોધ પાઠ એ છે કે આપણા માબાપોએ બાળક માટે સીડી બનવાની જરૂર છે. Escalator બનવાની જરૂર નથી.સંતાનને જે જોઈતું હોય તે જરૂર આપો પરંતુ એમાં સંતાનના ભાગે પણ થોડો પરિશ્રમ હોવો જોઈએ.માંગે એ બધું સંતાનને આપી દેવાનું કે સંતાનને ખભા પર ઊંચકીને ફરવાની કોઈ જરૂર નથી. અમુક ટકા મહેનત સંતાન પણ કરે તે જરૂરી છે. અન્યથા સંતાનના મગજનો વિકાસ થતો નથી. ઘણી મમ્મીઓ પોતાની દીકરીને કશું જ કામ કરાવતી નથી અને એવું માને છે કે મારી દીકરી કામ કરવા જન્મી નથી, એ મોટી થઈને ઘણું કામ કરશે. પરંતુ આવી દીકરીઓના હાથ-પગ મોટા થયા પછી કામ કરવા માટે વળતા નથી અને કામ કરવા માટે સજ્જ હોતા નથી. આવી સ્ત્રીઓને હકીકતમાં જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ફળ જાય છે. સરવ...

એક પ્રસંગ ટ્રેકિંગનો

Image
  ગઈકાલે મારા પિતાજી સાથે હું વાત કરતો હતો. ત્યારે તેમણે તેમના ટ્રેકિંગનો(પર્વતારોહણ) એક કિસ્સો કહ્યો.જે મને ખૂબ જ ગમી ગયો.એટલે હું આપ સૌની સાથે શેર કરું છું.@કર્દમ મોદી મારા પિતાજી જ્યારે વેલી ઓફ ફ્લાવર્સનું ટ્રેકિંગ કરવા ગયા હતા ત્યારે વચ્ચે એક મંદિર આવતું એટલે બધા મંદિર જોવા જવાના હતા.મંદિર જોવા જતી વખતે બધાએ પોતપોતાના બુટ ચંપલ મંદિરની બહાર કાઢ્યા ત્યારે એક ટ્રેકરે કહ્યું કે તમે બધા દર્શન કરી આવો અને હું બહાર બેસીને તમારા બુટ ચંપલ  સાચવું છું.એટલે બધા રાજી થયા અને બધા મંદિરમાં દર્શન કરવા ગયા.@કર્દમ મોદી શાંતિથી દર્શન કરીને બધા બહાર આવ્યા.બધાએ પોતપોતાના બુટ ચંપલ પહેરી લીધા.બધાના મનમાં એક છૂપો આનંદ પણ હતો. ત્યારબાદ મારા પિતાજીએ એ ટ્રેકરને કહ્યું કે હવે અમે બધા આવી ગયા છીએ એટલે તમે અંદર જઈને દર્શન કરી આવો.તેણે જવાબ આપ્યો કે મેં બહાર બેસીને તમારા બધાના ચંપલ સાચવ્યા એ જ મારો ધર્મ છે એટલે હું તો મંદિરમાં જવાનો નથી અને ખરેખર જ ટ્રેક્ટર મંદિરમાં ના ગયો.@કર્દમ મોદી કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ મો. 82380 58094 U tube link: kardam modi

વાર્તા એક વિસ્મયની

Image
  એક કુટુંબ બસમાં બેસીને મુસાફરી કરી રહ્યું હતું. તેમાં પતિ પત્ની અને એક છોકરો એમ કુલ ત્રણ જણ હતા.છોકરો બારી પાસે બેસીને બારીમાંથી દ્રશ્યો જોતો હતો અને ખૂબ જ ખુશ થતો હતો.વૃક્ષ આવે એટલે તરત તેના માતા-પિતાને કહેતો હતો કે આ ઝાડ કેટલું સુંદર છે! નદી આવે એટલે તરત કહે કે આ નદી કેટલી સુંદર છે! દુકાન આવે એટલે કહે કે આ દુકાન કેટલી સુંદર છે!આવું વારંવાર બોલવાના લીધે સામે બેઠેલા એક અન્ય દંપતીને લાગ્યું કે છોકરો ગાંડો છે કે શું? આણે જીવનમાં કશું જોયું જ નથી કે શું? એટલે એમને ખૂબ નવાઈ લાગી એટલે એ દંપતીએ છોકરાના માતા પિતાને પૂછ્યું કે તમારો છોકરો આવી નાની નાની બાબતમાં કેમ આટલો બધો આનંદ વ્યક્ત કરે છે અને બધું પૂછ્યા કરે છે? આ ઝાડ,વૃક્ષો અને મેદાનો તો ઘેર પણ જોયા જ હોય. જોઇએ.તો એને આટલી બધી નવાઈ કેમ લાગે છે? શું તમે એને જિંદગીમાં પહેલી વખત ઘરની બહાર કાઢ્યો છે કે શું?@કર્દમ મોદી ત્યારે એના માતા-પિતાએ કહ્યું કે તમને આશ્ચર્ય થાય એમાં કશું ખોટું નથી.કારણ કે અમારો છોકરો ખરેખર જ જિંદગીમાં આ બધું પહેલીવાર જોઇ રહ્યો છે. કારણકે એ અત્યાર સુધી અંધ હતો.પરંતુ હમણાં જ એનું ઓપરેશન કરાવ્યું છે અને હવે તે દેખતો થય...

લોનાવાલા પ્રવાસ

Image
 મારો લોનાવાલા ખંડાલાનો પ્રવાસ ઘણા વખતથી લોનાવાલા અને ખંડાલા શબ્દો સાંભળ્યા હતા અને ખાસ કરીને તો આમિરખાનનું પેલું ગીત "આતી ક્યા ખંડાલા" એટલે ઘણા વખતથી મનમાં એક સપનું હતું કે લોનાવાલા ખંડાલા જવું છે. એટલે આ વખતે આ દિવાળીમાં યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત ત્રણ દિવસના ટ્રેકિંગ પ્રોગ્રામમાં ભાગ લઇને લોનાવાલા ખંડાલા ટ્રેક કરી નાખ્યો.જે લખાણ નીચે મુજબ છે.@કર્દમ ર. મોદી અમદાવાદથી પુના જતી રાત્રી 🚆 અહિંસા એક્સપ્રેસ તમને સીધી લોનાવાલા જ ઉતારે છે. લોનાવાલા એ પહાડી વિસ્તારમાં જમીન પર આવેલું રેલવે સ્ટેશન છે. ત્યાંથી આજુબાજુ ફરવાના સ્થળ નીચે મુજબ છે.@કર્દમ ર. મોદી 1 ભાજે ગુફાઓ બુદ્ધના વખતની આ ગુફાઓ લોનાવાલા રેલવે સ્ટેશનથી 8 કિલોમીટર દૂર છે અને લગભગ 300 પગથિયાં ચડવાનાં છે.બહુ જ સુંદર સ્થળ છે.ગુફાઓ બૌદ્ધ સાધુઓ દ્વારા સરસ રીતે કોતરવામાં આવી છે.@કર્દમ ર. મોદી 2 કાર્લા ગુફાઓ: આ પણ બુદ્ધ કાલીન ગુફાઓ છે. જે લોનાવાલા થી લગભગ ૧૦ ૧૨ કિલોમિટર દૂર આવેલી છે.ગુફાને અડીને એકવિરા માતાનું મંદિર છે. ગુફામાં ભવ્ય ચૈત્યગૃહ છે.એ ખરેખર દર્શનીય છે.આ સ્થળ પ્રવાસીઓએ ફરજીયાત હોવું જોઈએ.  3 લોહગઢનો કિલ્લો: આ કિલ્લા માટ...

મીમી એક સંવેદનશીલ ફિલ્મ

Image
  મીમી લાગણીનો સમંદર આજે એક ફિલ્મ જોઈ અને દિલ બાગ-બાગ થઈ ગયું. ફિલ્મનું નામ છે મીમી.હિરોઈનનું નામ છે ક્રિતી સેનન અને હીરોનું નામ છે પંકજ  ત્રિપાઠી. સરોગેટ મધરની થીમવાળી વાર્તા છે.@કર્દમ મોદી મીમી(કૃતિ સેનન) એક રાજસ્થાની ડાન્સર છે અને હોટલોમાં ડાન્સ કરવાનું કામ કરે છે.એક નિઃસંતાન વિદેશી કપલ તેની દેહ યસ્ટી અને સ્ફૂર્તિજોઈને તેને સરોગેટ મધર બનાવવા માટે પસંદ કરે છે.ભાનું(પંકજ ત્રિપાઠી) મધ્યસ્થી બને છે. નામનો ડ્રાઇવરની મદદથી ની શોધ કરે છે.20 લાખ રૂપિયા નો કોન્ટ્રાકટ થાય છે. જોકે મિમીનું આ રકમથી બોલિવૂડમાં હેરોઇન બનવાનું સ્વપ્ન હોય છે. હવે નવી તકલીફ એ થઈ કે ડૉક્ટર કહે કે  સંતાન ખામી વાળું જનમશે. આ સાંભળીને વિદેશી કપલ બાળક છોડીને ચાલ્યું જાય છે અને કહે છે કે અમારે બાળક જોઇતું નથી.આ સાંભળીને મીમી ટેન્શનમાં આવી જાય છે.આખરે લાંબી ચર્ચા વિચારણાના અંતે મીમી બાળકને જન્મ આપવાનું નક્કી કરે છે. આખરે બાળકનો જન્મ થાય છે અને ડ્રાઇવર પોતે જ લોકલાજથી બચવા બાળકનો બાપ છે એવું જણાવે છે.બાળકના આવવાથી ઘરના બધા સભ્યો ખુશ થાય છે અને પ્રેમથી બાળકને મોટું કરે છે પરંતુ થાય છે એવું કે બાળક ચાર વર્ષનું થ...

સિંહ અને વાંદરો

 એકવાર જંગલમાં એક માણસની પાછળ સિંહ પડ્યો.માણસ દોડતો દોડતો ઝાડ ઉપર ચડી ગયો. સિંહ ઝાડ નીચે અડીંગો જમાવ્યો કે ક્યારેક તો માણસ નીચે ઉતરશે ને? એ ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. તેણે માણસને કહ્યું ચિંતા ના કર, હું છું ને? સવાર સુધીમાં વાઘ કંટાળીને જતો રહેશે, પછી તું  ઉતરીને નીચે જતો રહેજે. અડધી રાતે વાંદરો સુઈ ગયો ત્યારે વાઘે માણસને ઓફર કરી કે જો તું વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દઇશ તો હું એને ખાઈને જતો રહીશ અને તું બચી જઈશ.લાલચમાં આવી જઈને માણસે વાંદરાને ધક્કો માર્યો. નીચે પડતા પડતા વાંદરાએ માણસને કહ્યું કે શહેર માં જઈને કોઈને કહેતો નહીં કે માણસજાત વાંદરા માંથી ઉતરી આવી છે!!! કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ મો.82380 58094