આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ
આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ
પણ માણસની વાતે પૂરા વ્હેમીઓ
તમારો મોબાઇલ મને ગમે ને મારો મોબાઇલ તમને
એક બીજાના મોબાઈલ થકી ધન્યતા માણી એ બંને મોબાઈલ વિના મોળો કંસાર મિસકોલ કરતો રહીઓ
આપણે સહુ મોબાઈલ પ્રેમીઓ
મોબાઈલ વિનાના યુગમાં , કેમ જીવતા લોકો
ફુરસદમાં તો ફેર ફુદરડીનો,શોધતા હશે મોકો
ચાર્જર ને બેટરી વિના, કરતા હશે શું કીમિયો
આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ
મહાલું હું તો મેસેજના મહાસાગરમાં બિન્દાસ
એક મોબાઈલ હોય પછી,મને ના કોઈની આસ
મોબાઈલ મારો જુલિયટ, ને હું એનો રોમિયો
આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ
અડધી રાતે અપડેટ થાઉંને, મળસ્કે આવે મેસેજ ડાઉનલોડિંગ લગાતાર,બીજું તો શું whatsapp વિશ્વરૂપનું યંત્ર આ તો, હર પલ દર્શન કરીઓ
આપણે સૌ મોબાઇલ પ્રેમીઓ
મોબાઈલની માયાજાળમાં, ડૂબી ગયો છે દેશ
રમતા રહો આ રમકડું, ભલેને વાગે પછી ઠેસ
વાંધો નહીં તમે દેશપ્રેમના મેસેજ કરતા રહીઓ
આપણે સૌ મોબાઈલ પ્રેમીઓ
પણ માણસની વાતે પૂરા વ્હેમીઓ
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment