સિંહ અને વાંદરો

 એકવાર જંગલમાં એક માણસની પાછળ સિંહ પડ્યો.માણસ દોડતો દોડતો ઝાડ ઉપર ચડી ગયો. સિંહ ઝાડ નીચે અડીંગો જમાવ્યો કે ક્યારેક તો માણસ નીચે ઉતરશે ને?


એ ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. તેણે માણસને કહ્યું ચિંતા ના કર, હું છું ને? સવાર સુધીમાં વાઘ કંટાળીને જતો રહેશે, પછી તું  ઉતરીને નીચે જતો રહેજે.


અડધી રાતે વાંદરો સુઈ ગયો ત્યારે વાઘે માણસને ઓફર કરી કે જો તું વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દઇશ તો હું એને ખાઈને જતો રહીશ અને તું બચી જઈશ.લાલચમાં આવી જઈને માણસે વાંદરાને ધક્કો માર્યો.


નીચે પડતા પડતા વાંદરાએ માણસને કહ્યું કે શહેર માં જઈને કોઈને કહેતો નહીં કે માણસજાત વાંદરા માંથી ઉતરી આવી છે!!!


કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ

મો.82380 58094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા