લોનાવાલા પ્રવાસ
મારો લોનાવાલા ખંડાલાનો પ્રવાસ
ઘણા વખતથી લોનાવાલા અને ખંડાલા શબ્દો સાંભળ્યા હતા અને ખાસ કરીને તો આમિરખાનનું પેલું ગીત "આતી ક્યા ખંડાલા" એટલે ઘણા વખતથી મનમાં એક સપનું હતું કે લોનાવાલા ખંડાલા જવું છે. એટલે આ વખતે આ દિવાળીમાં યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત ત્રણ દિવસના ટ્રેકિંગ પ્રોગ્રામમાં ભાગ લઇને લોનાવાલા ખંડાલા ટ્રેક કરી નાખ્યો.જે લખાણ નીચે મુજબ છે.@કર્દમ ર. મોદી
અમદાવાદથી પુના જતી રાત્રી 🚆 અહિંસા એક્સપ્રેસ તમને સીધી લોનાવાલા જ ઉતારે છે. લોનાવાલા એ પહાડી વિસ્તારમાં જમીન પર આવેલું રેલવે સ્ટેશન છે. ત્યાંથી આજુબાજુ ફરવાના સ્થળ નીચે મુજબ છે.@કર્દમ ર. મોદી
1 ભાજે ગુફાઓ બુદ્ધના વખતની આ ગુફાઓ લોનાવાલા રેલવે સ્ટેશનથી 8 કિલોમીટર દૂર છે અને લગભગ 300 પગથિયાં ચડવાનાં છે.બહુ જ સુંદર સ્થળ છે.ગુફાઓ બૌદ્ધ સાધુઓ દ્વારા સરસ રીતે કોતરવામાં આવી છે.@કર્દમ ર. મોદી
2 કાર્લા ગુફાઓ: આ પણ બુદ્ધ કાલીન ગુફાઓ છે. જે લોનાવાલા થી લગભગ ૧૦ ૧૨ કિલોમિટર દૂર આવેલી છે.ગુફાને અડીને એકવિરા માતાનું મંદિર છે. ગુફામાં ભવ્ય ચૈત્યગૃહ છે.એ ખરેખર દર્શનીય છે.આ સ્થળ પ્રવાસીઓએ ફરજીયાત હોવું જોઈએ.
3 લોહગઢનો કિલ્લો: આ કિલ્લા માટે લગભગ ૪૦૦ પગથિયાં ચઢવા પડે છે.ઉપર લગભગ હજાર વર્ષ જૂનો કિલ્લો છે.પરંતુ આ કિલ્લાનો કોઈ નક્કર ઇતિહાસ મળતો નથી.પરંતુ આટલી ઊંચાઈ પર આ મજબૂત કિલ્લો બાંધવામાં આવ્યો છે તે ખરેખર કાબિલેદાદ છે.આ સ્થળ ફરજીયાત જોવું જોઈએ. એમાં પાણીના ઘણા કુંડ બનાવેલા છે.વીંછી ખડ નામની જગ્યા છે ત્યાં લગભગ ૫૦૦ ફૂટ લાંબી અને 20 ફૂટ પહોળી પહાડની બનેલી પટ્ટી છે એના છેડા ઉપર જવું એ ખરેખર એક રોમાંચક લહાવો છે.ધક્કા બારી પ્રકારની જગ્યા છે.@કર્દમ ર. મોદી
4 પાવના ડેમ: લોનાવાલા વિસ્તારમાં આ ડેમનું નામ પાવના ડેમ છે.બોટિંગ અને વોટર સ્કૂટર માટેનું સુંદર સ્થળ.માઉન્ટ આબુના નખી લેક પર ઊભા હોઈએ એવો અહેસાસ થાય.ચારે બાજુ ઊંચા ઊંચા ડુંગરોની વચ્ચે આવેલ આ ડેમમાં વચ્ચોવચ એક રમણીય ટાપુ છે.@કર્દમ ર. મોદી
5 સનસેટ પોઇન્ટ, ટાઈગર પોઇન્ટ, લાયન પોઇન્ટ: આ ત્રણેય પોઇન્ટ નજીક નજીક આવેલા છે જે પહાડ ઉપરની ઊંચી જગ્યા છે.સામે ઊંડી ખીણ છે કશું જ જોવા લાયક નથી.ત્યાં જઈને ટાઈમ બગાડવા જેવો નથી.અમરીશ પુરીનું પરદેશ પિક્ચરનું ગીત આઈ લવ માય ઈન્ડિયા નું શૂટિંગ અહીંયા થયેલ છે પરંતુ આ સ્થળ જોવા માટે ટાઈમ બગાડવા જેવો નથી.@કર્દમ ર. મોદી
6 ખંડાલાઘાટ: નામ બડે દર્શન ખોટે.ટેકરા ઉપરથી એક મુંબઈ પુના હાઈવે પસાર થાય છે.સામે ઊંડી ખીણ છે.એ સિવાય ત્યાં બીજું કશું જ નથી.ટાઇમ હોય તો જવાનું.ન જાઓ તો કશો ફેર પડતો નથી
7 વેક્સ મ્યુઝીયમ લોનાવાલાના બજારમાં ત્રણ-ચાર વેક્સ મ્યુઝીયમ આવેલા છેએમાં જુદી જુદી સેલિબ્રિટીઓ ફિલ્મી હસ્તીઓ અને કલાકારોના સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે જે જોવામાં આનંદ આવે છે.દોઢસો રૂપિયા ટિકિટ છે.સ્ટેચ્યુ સાથે ફોટા પડાવવાની મજા આવે છે.@કર્દમ ર. મોદી
અમે આ તમામ સ્થળો શાંતિથી ફર્યા.ટ્રેકિંગ હોવાથી થોડું પગે ચાલીને પણ ફર્યા.ખૂબ મજા આવી.લોના વાલામાં મગનલાલ ચીકી ખૂબ પ્રખ્યાત છે પરંતુ અન્ય કંપનીઓની ચીકી પણ મળે છે,જે એટલી જ સારી હોય છે.@કર્દમ ર. મોદી
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ
મો.82380 58094
U tube link: kardam modi
Comments
Post a Comment