મીમી એક સંવેદનશીલ ફિલ્મ

 




મીમી

લાગણીનો સમંદર


આજે એક ફિલ્મ જોઈ અને દિલ બાગ-બાગ થઈ ગયું. ફિલ્મનું નામ છે મીમી.હિરોઈનનું નામ છે ક્રિતી સેનન અને હીરોનું નામ છે પંકજ  ત્રિપાઠી. સરોગેટ મધરની થીમવાળી વાર્તા છે.@કર્દમ મોદી


મીમી(કૃતિ સેનન) એક રાજસ્થાની ડાન્સર છે અને હોટલોમાં ડાન્સ કરવાનું કામ કરે છે.એક નિઃસંતાન વિદેશી કપલ તેની દેહ યસ્ટી અને સ્ફૂર્તિજોઈને તેને સરોગેટ મધર બનાવવા માટે પસંદ કરે છે.ભાનું(પંકજ ત્રિપાઠી) મધ્યસ્થી બને છે. નામનો ડ્રાઇવરની મદદથી ની શોધ કરે છે.20 લાખ રૂપિયા નો કોન્ટ્રાકટ થાય છે. જોકે મિમીનું આ રકમથી બોલિવૂડમાં હેરોઇન બનવાનું સ્વપ્ન હોય છે.


હવે નવી તકલીફ એ થઈ કે ડૉક્ટર કહે કે  સંતાન ખામી વાળું જનમશે. આ સાંભળીને વિદેશી કપલ બાળક છોડીને ચાલ્યું જાય છે અને કહે છે કે અમારે બાળક જોઇતું નથી.આ સાંભળીને મીમી ટેન્શનમાં આવી જાય છે.આખરે લાંબી ચર્ચા વિચારણાના અંતે મીમી બાળકને જન્મ આપવાનું નક્કી કરે છે.


આખરે બાળકનો જન્મ થાય છે અને ડ્રાઇવર પોતે જ લોકલાજથી બચવા બાળકનો બાપ છે એવું જણાવે છે.બાળકના આવવાથી ઘરના બધા સભ્યો ખુશ થાય છે અને પ્રેમથી બાળકને મોટું કરે છે પરંતુ થાય છે એવું કે બાળક ચાર વર્ષનું થાય છે એટલે કે વિદેશી કપલ બાળકને લેવા માટે પાછું આવે છે. પરંતુ  મીમી લાગણીવશ બાળક આપવા તૈયાર નથી. 


પરંતુ વાર્તાનો અંત કેટલો સુંદર આવે છે એ જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.આ ફિલ્મ પૂર્ણત: સામાજિક ફિલ્મ છે તેમજ લાગણીના આધાર પર બનેલ છે.ઘણા લાંબા સમય પછી લાગણીના આધાર પર બનેલી આ ફિલ્મ જોઈ અને દિલ ખરેખર બાગ-બાગ થઈ ગયું.જૂની ફિલ્મોમાં જે રીતે લાગણીના આધાર પર વાર્તા લખાતી તે રીતે આ વાર્તા લખાઈ છે.આપ સૌને આ ફિલ્મ જોવા માટે ખૂબ ખૂબ આગ્રહ છે.@કર્દમ મોદી


કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ

મો.82380 58094

You tube channel

kardam modi




Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા