એક પ્રસંગ ટ્રેકિંગનો
ગઈકાલે મારા પિતાજી સાથે હું વાત કરતો હતો. ત્યારે તેમણે તેમના ટ્રેકિંગનો(પર્વતારોહણ) એક કિસ્સો કહ્યો.જે મને ખૂબ જ ગમી ગયો.એટલે હું આપ સૌની સાથે શેર કરું છું.@કર્દમ મોદી
મારા પિતાજી જ્યારે વેલી ઓફ ફ્લાવર્સનું ટ્રેકિંગ કરવા ગયા હતા ત્યારે વચ્ચે એક મંદિર આવતું એટલે બધા મંદિર જોવા જવાના હતા.મંદિર જોવા જતી વખતે બધાએ પોતપોતાના બુટ ચંપલ મંદિરની બહાર કાઢ્યા ત્યારે એક ટ્રેકરે કહ્યું કે તમે બધા દર્શન કરી આવો અને હું બહાર બેસીને તમારા બુટ ચંપલ સાચવું છું.એટલે બધા રાજી થયા અને બધા મંદિરમાં દર્શન કરવા ગયા.@કર્દમ મોદી
શાંતિથી દર્શન કરીને બધા બહાર આવ્યા.બધાએ પોતપોતાના બુટ ચંપલ પહેરી લીધા.બધાના મનમાં એક છૂપો આનંદ પણ હતો. ત્યારબાદ મારા પિતાજીએ એ ટ્રેકરને કહ્યું કે હવે અમે બધા આવી ગયા છીએ એટલે તમે અંદર જઈને દર્શન કરી આવો.તેણે જવાબ આપ્યો કે મેં બહાર બેસીને તમારા બધાના ચંપલ સાચવ્યા એ જ મારો ધર્મ છે એટલે હું તો મંદિરમાં જવાનો નથી અને ખરેખર જ ટ્રેક્ટર મંદિરમાં ના ગયો.@કર્દમ મોદી
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ
મો.82380 58094
U tube link: kardam modi
Comments
Post a Comment