બાસઠમે વર્ષે
મન્ના નાયકની કવિતાઓ અને
નારીવાદી નવલકથાઓ વાંચીને
જુવાનીના જોશમાં લગ્ન ન કર્યા.
અને પુરુષની નફરત કરવામાં,
જીવનનું પરમ ગૌરવ માન્યું.
"મારા નામની પાછળ પતિનું નહીં
પણ પિતાનું નામ જ કેમ ન હોય"
એ અભિયાન ચલાવવા મેં મારી જાતને પસંદ કરી.
પેપરોમાં નારીવાદી લેખોના કટિંગથી
ફાઈલો ભરીને એને ઉપનિષદો માન્યા.
લંપટ નારીવાદી પુરુષોની હુંફાળી વાણીને
મૈત્રીનું ઉચ્ચતમ બિંદુ માનીને
મનમાં એક કલ્યાણ ગ્રામ રચ્યું.
અને આ રીતે જવાની પૂર્ણ કરી
આજે 62 થયા છે ત્યારે,
ખબર પડી છે કે
એ કવિઓ અને લેખકોને
પ્રકાશકો કંઈક આપતા.
એ કટિંગોની ફાઈલો ઉધઈનો આહાર માત્ર હતી. અને પેલા દોસ્તીની દુઆવાળા હવા થઈ ગયા છે.
આજે હું એકલી છું
એકલતા સિવાય મારી સાથે કોઈ નથી.
ધિક્કારું છું જાતને ને ધિક્કારું છું રાતને.
શ્રાવણની મેઘલી રાતે જ્યારે
પીઠમાં દુખાવો ઊપડે ત્યારે,
સંડાશ સાફ કરવાના બ્રશ પર
Moov લગાડીને જાતે પીઠ પર ઘસું
ત્યારે આવા વિચારો આવે છે.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment