વાર્તા એક વિસ્મયની

 




એક કુટુંબ બસમાં બેસીને મુસાફરી કરી રહ્યું હતું. તેમાં પતિ પત્ની અને એક છોકરો એમ કુલ ત્રણ જણ હતા.છોકરો બારી પાસે બેસીને બારીમાંથી દ્રશ્યો જોતો હતો અને ખૂબ જ ખુશ થતો હતો.વૃક્ષ આવે એટલે તરત તેના માતા-પિતાને કહેતો હતો કે આ ઝાડ કેટલું સુંદર છે! નદી આવે એટલે તરત કહે કે આ નદી કેટલી સુંદર છે! દુકાન આવે એટલે કહે કે આ દુકાન કેટલી સુંદર છે!આવું વારંવાર બોલવાના લીધે સામે બેઠેલા એક અન્ય દંપતીને લાગ્યું કે છોકરો ગાંડો છે કે શું? આણે જીવનમાં કશું જોયું જ નથી કે શું? એટલે એમને ખૂબ નવાઈ લાગી એટલે એ દંપતીએ છોકરાના માતા પિતાને પૂછ્યું કે તમારો છોકરો આવી નાની નાની બાબતમાં કેમ આટલો બધો આનંદ વ્યક્ત કરે છે અને બધું પૂછ્યા કરે છે? આ ઝાડ,વૃક્ષો અને મેદાનો તો ઘેર પણ જોયા જ હોય. જોઇએ.તો એને આટલી બધી નવાઈ કેમ લાગે છે? શું તમે એને જિંદગીમાં પહેલી વખત ઘરની બહાર કાઢ્યો છે કે શું?@કર્દમ મોદી


ત્યારે એના માતા-પિતાએ કહ્યું કે તમને આશ્ચર્ય થાય એમાં કશું ખોટું નથી.કારણ કે અમારો છોકરો ખરેખર જ જિંદગીમાં આ બધું પહેલીવાર જોઇ રહ્યો છે. કારણકે એ અત્યાર સુધી અંધ હતો.પરંતુ હમણાં જ એનું ઓપરેશન કરાવ્યું છે અને હવે તે દેખતો થયો છે એટલે ખરેખર જ એ જીવનમાં પ્રથમ વખત આ બધું જોઈ રહ્યો છે. એટલા માટે એ પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે.@કર્દમ મોદી


સંકલન:


કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ

મો.82380 58094


U tube link: kardam modi




Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા