Posts

Showing posts from 2023

Who moved my cheese

 પુસ્તક who moved my cheese લેખક સ્પેન્સર જ્હોનસન છે.આ પુસ્તકમાં બેદરકારી અને કશું નહીં કરવાની વૃત્તિથી માણસનું જીવન કેવી સ્થિતિમાં પહોંચે છે એનું વર્ણન કરતી બે ઉંદરોની આ રસપ્રદ કથા છે.એક ઉંદર હંમેશા  વિકાસ અને પ્રવૃત્તિમાં જ્યારે માને છે.જ્યારે બીજો ઉંદર એવું માને છે કે આપણી પાસે બધી સુખ સમૃદ્ધિ હોય તો કશું કરવાની શું જરૂર છે? પરંતુ આ નકારાત્મક માનસિકતાનું પરિણામ શું આવે છે તે જાણવા માટે સ્પેન્સર જોન્સન ની who moved my cheese વાંચવી/સમજવી રહી.જીવનને હંમેશા ગતિશીલ રાખવા માટેનો બોધપાઠ આપતી આ ખૂબ જ નાની અને રસપ્રદ વાર્તા છે જે વિખ્યાત થયેલી છે. પુસ્તક Who moved my cheese લેખક ડો. સ્પેન્સર જોહનસન વક્તા કર્દમ મોદી M.Sc.,M.Ed., આચાર્ય પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસ્મા M.Sc.,M.Ed. 

મારી મનપસંદ એપો

Image
 મારી મનપસંદ એપો (Aplications) આજે હું એક એવો વિષય ઉપર લખવા માગું છું જેના વિશે લખવું એ મારો અધિકાર નથી.પરંતુ અમુક બાબતો મને એટલી બધી ગમે છે કે મને એવું લાગે છે કે મારે કોઈ પણ સ્વરૂપમાં લખીને એને લોકો સુધી પહોંચાડવું જોઈએ.જેથી બીજા વ્યક્તિઓ પણ આનંદ માણી શકે અથવા જાણી શકે. આજે હું મોબાઇલની કેટલીક મારી પ્રિય એપો વિશે લખવાનો છે એટલે હસવું આવે તો હસી લેજો પણ જરૂર વાંચજો. ૧)યુટીએસ: આ રેલવેની એપ છે જેમાંથી તમે સાદી ટિકિટ લઈ શકો છો.હવેથી તમારે સાદી ટિકિટ લેવા માટે સ્ટેશન પર વહેલા જઈને લાઈનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી આ એપ થી તમે રેલવે આવે એના ત્રણ કલાક પહેલા ગમે ત્યારે આ ટિકિટ લઈ શકો છો. ૨)રેડિયો: આમ તો ઇન્ટરનેટ પર ઘણા બધા રેડિયો અવેલેબલ છે પરંતુ ઘણી બધી એપ ડાઉનલોડ કર્યા પછી મને રેડિયોની ખૂબ સારી એપ મળી છે.જેનું નામ છે AIR radio.પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને તમે એમાં તમારા મનપસંદ કલાકારનો રેડિયો સાંભળી શકો છો. તેમજ તેમાં એલાર્મ પણ આવે છે આથી તમને એમ થાય કે આ રેડિયો ૩૦ મિનિટ પછી આપો બંધ થઈ જવો જોઈએ. તો એવી ગોઠવણ પણ છે અંદર પુષ્કળ રેડિયો સ્ટેશન છે પરંતુ પસંદગીના રેડિયો સ્ટેશનને ફેવરિટ માં ન...

હે પરીક્ષાર્થીઓ

 હે પરીક્ષાર્થીઓ, તમે જે કંઈ ભણ્યા છો એ સારી રીતે તમે પરીક્ષામાં લખી શકો એ માટે મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ.પરીક્ષા વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી. 1 કપડા ઢીલા પહેરવા. 2 સમગ્ર પેપર બ્લુ પેનથી જ લખવું. 3 જે પ્રશ્ન શરૂ કરો એ પ્રશ્ન જ પૂરો કરવો. 4 રફ કામ માટે અલગ કાગળ વાપરવું અને રફ કામ કર્યા બાદ તેના ઉપર ચોકડી મારી દેવી. 5 કાંડા ઘડિયાળ પહેરીને જવું અને સતત ઘડિયાળ નજર સામે રાખવી અને સમયનું આયોજન કરતા રહેવું સમય ઓછો હોય તો પ્રશ્નોને કાપકૂપ કરી દેવા. 6 સાથે પાણીની બોટલ લઈ જવી પરંતુ સામટું પાણી પીવું નહીં ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું. 7 અન્ય વિદ્યાર્થીઓ જોડે કોઈ ચર્ચામાં ઊતરવું નહીં. 8 પ્રશ્નપત્રમાં કશું લખવું નહીં. 9 ઉત્તરવહીમાં કોઈ જાતની ઓળખ થાય તેવા શબ્દો લખવા નહીં.જેમ કે જય ગાયત્રી માતા, જય ભગવાન જય શ્રી કૃષ્ણ ....આ બધા વાક્યો ધાર્મિક વાક્યો હોવાની સાથે સાથે એક ઓળખ પણ ઊભી કરે છે અને આવી ઓળખ માટે પરિણામો કેન્સલ પણ થયેલા છે. 11 પ્રશ્નના નંબર આપવામાં ખૂબ સાવધાન રહેવું. 10 પરીક્ષા દરમિયાન ફોનને બાય બાય ટાટા કરવું. આભાર. શુભેચ્છા કર્દમ ભાઈ મોદી. M.Sc.,M.Ed. પાટણ.u

યક્ષનો છઠ્ઠો પ્રશ્ન

  યક્ષનો છઠ્ઠો પ્રશ્ન મહાભારતનો એક સુવિખ્યાત પ્રસંગ છે કે પાંડવો જ્યારે યક્ષના તળાવ ઉપર પાણી પીવા ગયા ત્યારે કોઈક કારણથી તે મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ યુધિષ્ઠિર ગયા ત્યારે યક્ષે યુધિષ્ઠિરને પાંચ પ્રશ્નો પૂછ્યા અને એવી શરત મૂકી કે જો તમે મારા પાંચ પ્રશ્નોનો જવાબ આપશો તો હું તમારા ભાઈઓને જીવતા કરીશ ત્યારબાદ યુધિષ્ઠિરે પાંચ પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમના તમામ ભાઈઓ જીવતા થયા હતા. પ્રશ્ન એ થાય છે કે યક્ષનો છઠ્ઠો પ્રશ્ન કયો હોઈ શકે? મારા મત પ્રમાણે  છઠ્ઠો પ્રશ્ન એ હોઈ શકે કે પૃથ્વી પરની સૌથી મોટી કરુણતા કઈ છે?મારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપરની સૌથી મોટી કરુણતા એ છે કે બાળકને બાળપણમાં રમવા ન મળે. સામાન્ય રીતે આ પ્રકાર ની વાત થાય ત્યારે આપણને એવો જ વિચાર આવે કે બાળક અનાથ હશે, ગરીબ અથવા અપંગ હશે.પરંતુ અફસોસ કે હવે નવા વિકલ્પો પણ ઉમેરાયા છે.આજના બાળકને નાનપણથી શિક્ષણ તરફ ધકેલી દેવામાં આવે છે અને એના ઉપર શિક્ષણના પરિણામનું એટલું બધું બિનજરૂરી દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે કે બાળકો નાનપણમાં સદંતર રમી શકતા નથી.રમવું એટલે શું? એની એમને ખબર પણ નથી.આપણી દેશી રમતો પણ ભુલાઈ ગઈ છે. નાનપણમાં પડવાથી,લડવા...

શોપિંગ મોલ

  શોપિંગ મોલ વિરોધી લેખ આજકાલ આપણી પ્રજાને શોપિંગ મોલમાંથી વસ્તુઓ ખરીદવાનો ચસ્કો લાગ્યો છે.આજે જે વસ્તુ તમે શોપિંગ મોલમાંથી ખરીદો છો એ તમામ વસ્તુઓ ભૂતકાળમાં 10 જુદી જુદી દુકાનમાંથી ખરીદતા હતા અને એ તમામ દશે દુકાનવાળાઓ જોડે આપણો એક સંબંધ રહેતો હતો. આજે આ દશે દુકાને જવાનું આપણે બંધ કરી દીધું છે અને એક જ શોપિંગ મોલમાંથી બધી વસ્તુઓ ખરીદવા માંડ્યા છીએ પરંતુ સાથે સાથે જોવાની વાત એ છે કે આ શોપિંગ મોલવાળો તો આપણને ઓળખતો પણ નથી અને આપણા બધા પૈસા ઉસેડી જાય છે. જરા વિચારીએ કે દુકાનો અને શોપિંગ મોલમાં શું ફરક હોય છે?જો ભાવતાલની વાત કરો તો અન્ય દુકાનો અને શોપિંગ મોલના ભાવ લગભગ સરખા હોય છે.ક્યારેક મોલમાં પાંચ રૂપિયા ઓછા હોય છે તો બીજી વસ્તુમાં પાંચ રૂપિયા ઓછા હોય છે અને તમે દરેક વસ્તુનો ભાવ ટેલી કરી શકતા નથી બીજું તમે જે તે દુકાનમાંથી જ્યારે વસ્તુ ખરીદો છો ત્યારે તમે તમારી જોઈતી વસ્તુ જ ખરીદો છો જ્યારે શોપિંગ મોલમાં તમે તમારી ન જોઈતી પાંચ વસ્તુઓ પણ ખરીદીને આવો છો.આથી જે તે વસ્તુઓમાં શોપિંગ મોલ વાળો તમને પાંચ રૂપિયાનો ફાયદો જરૂર કરી આપે છે પરંતુ તમે પાંચ વધારે વસ્તુ ખરીદી અને તમારા ઘરમાંથી બિન...

ટાઈમ ટેબલ

 ધોરણ ૧૦ માટે રજાના દિવસનું(Reading vacation)વાંચન ટાઈમ ટેબલ  6 જાગરણ 7 થી 8.30 અંગ્રેજી 8.45 થી 10.15 સમાજ  10.30 થી 12 વિજ્ઞાન 12 થી 2 ભોજન,આરામ 2 થી 3.30 ગણિત 3.45 થી 5.15 સંસ્કૃત 5.30 થી 7 ગુજરાતી 7થી 8 ભોજન 8 થી 10 વાંચન(જરૂરિયાત મુજબ) નોંધ: ૧ અહીં ૮ કલાક ઊંઘ માટે ફાળવ્યા છે. ૨ રોજ તમામ વિષયો ફાળવ્યા છે. ૩ રાત્રે ૮ થી ૧૦ પોતાની ઈચ્છા મુજબ વિષય અથવા  કામ પસંદ કરીને વાંચી શકાય છે. રચયિતા: કર્દમ મોદી, M.SC.,M.Ed. પાટણ. 8238058094

અમર ચિત્રકથા

  થોડા વખત પૂર્વે આપણે બધાએ હોલિવૂડની ફિલ્મોને પણ ભૂલવાડી દે તેવી એક મહાન સાઉથની ફિલ્મ જોઈ એનું નામ હતું બાહુબલી.કદાચ આ એવી પ્રથમ ફિલ્મ હતી કે જેના ભાગનો ઉત્કટતા પૂર્વક ઇંતજાર કરવામાં આવ્યો અને આપણા ઇન્તેજાર પ્રમાણે ફિલ્મોના નિર્માતાઓ સફળ પણ રહ્યા.ખરેખર બાહુબલી એ એક મહાન ફિલ્મ ગણી શકાય પરંતુ એમાં ઊંડાણપૂર્વક વિચારતા કેટલીક નવી બાબતો જાણવા મળે છે કે બાહુબલી ફિલ્મના દિગ્દર્શક શ્રી એસએસ રાજામૌલીના ઘણા બધા ઇન્ટરવ્યૂ વાંચ્યા તો તમામ ઇન્ટરવ્યૂમાં એક બાબત સામાન્ય હતી કે તેમણે કહ્યું કે હું નાનો હતો ત્યારે અમરચિત્ર કથાઓની ચોપડીઓ ખૂબ વાંચતો.ત્યારથી જ મારા મનમાં અમરચિત્ર કથાઓ વસી ગઈ હતી.એ અમરચિત્ર કથાઓનું ફિલ્મી સ્વરૂપ એટલે બાહુબલી ફિલ્મ. હવે જોવાની વાત એ છે કે આ અમર ચિત્ર કથા છે શું?તો અમરચિત્ર કથા બાળકો માટેના પુસ્તકોની એક સિરીઝ છે.ભારતીય સંસ્કૃતિ આધારિત કથાનકોની વાર્તાઓને બાળકો સમજે એવી સીધી સાદી ભાષામાં કોમિક્સ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે.આ વાર્તાઓમાં દુર્ગાની કથા,જાતક કથાઓ,હનુમાન કથા,સૂરદાસ,વિષ્ણુ કાલિદાસ,ઉર્વશી,નારદ,અંગુલી માલ, તેનાલીરામન, અર્જુન,ભીમ અને હનુમાન કુંભકર્ણ,વિક્રમ વેતાળ,...

તુલસીદાસ જુનિયર

  આજકાલ કેટલી ફિલ્મો એવી આવે છે કે જેના નામ પરથી કશું સમજી જ શકાતું નથી કે આ ફિલ્મોમાં શું હશે એવી જ એક ફિલ્મનું નામ હતું તુલસીદાસ જુનિયર.આ નામ સાંભળીને થયું કે આ ફિલ્મોમાં કેવી સ્ટોરી હશે? પરંતુ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે એક નવા જ પ્રકારની સ્ટોરીનો પરિચય થયો.મારી દ્રષ્ટિએ આ ફિલ્મ તમામ બાળકોએ ફરજિયાત જેવી જોઈએ અને તમામ શાળાઓએ આ ફિલ્મ ફરજિયાત બતાવી જોઈએ. કારણ કે નાના બાળકો મોટીવેટ કરવા માટેની આ એક સુંદર સ્ટોરી છે.નાના બાળકો આ ફિલ્મમાંથી ઘણી પ્રેરણા લઈ શકે એમ છે.આપણે ઘણી વખત બાળકોને વાંચવા બેસ,વધારે મહેનત કર એવું કહીએ છીએ પરંતુ બાળકો ઉપર કશી અસર થતી નથી પરંતુ મને લાગે છે કે આ બાળકોને જો  તુલસીદાસ જુનિયર ફિલ્મ બતાવવામાં આવે તો એમને ચોક્કસ સારી અસર થશે. વળી ફિલ્મ એ એક અસરકારક માધ્યમ પણ છે આથી તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને જુનિયર તુલસીદાસ ફિલ્મ બતાવવી જુનિયર તુલસીદાસ એ એ બાળકોના મોટીવેશન માટેની એક સ્વચ્છ કહી શકાય તેવી ફિલ્મ છે એક બાળક પોતાના પિતાની બિલિયર્ડમાં હાર જોઈ શકતો નથી આથી તે મનોમન સંકલ્પ કરીને પોતે નાની ઉંમરનો હોવા છતાં પણ ખેલાડી બને છે.નાની ઉંમરનો હોવા છતાં ...

સહજાનંદ બુક ટ્રસ્ટ ભુજ

 માત્ર પુસ્તક પ્રેમીઓ માટેનો લેખ આજકાલ તો કોઈને પુસ્તક વાંચવાનું કહેવું એ પણ એક પડકાર જનક કામ થઈ ગયું છે.એવા સમયમાં હું પુસ્તક ખરીદવા વિશે આજે વાત કરવા જઈ રહ્યો છું.પુસ્તકો વાંચવા વાળા ઓછા થઈ ગયા છે એની સામે પુસ્તકોના ભાવ અત્યંત વધી ગયા છે જેનો લીધે આજે ઝડપથી કોઈ પુસ્તક ખરીદવાની હિંમત કરી શકતું નથી.જેનો એક ઉકેલ છે.જે અહી રજુ કરું છું. ભુજમાં એક સંસ્થા એવી છે કે જે આજના સમયે પણ જે તે પુસ્તક લગભગ 50 ,60 કે 70 ટકા કિંમતમાં વેચી રહી છે.સંસ્થાનું નામ છે સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ આ સંસ્થાની અંદર લગભગ તમામ પુસ્તકો ઓછી કિંમતે મળે છે.તમે ત્યાં જઈને પુસ્તકો ખરીદી શકો છો અથવા પાર્સલ દ્વારા પણ મંગાવી શકો છો.જેનો ફોન નંબર હું અત્યારે લખી રહ્યો છું(ભુજ 98252 27509) જો આપને વધારે જથ્થામાં પુસ્તકો જોઈતા હોય તો આપ આ નંબર પર સંપર્ક કરીને આગળની કાર્યવાહી કરી શકો છો.આ વખતે હું પોતે આ સંસ્થામાંથી ૩૭૦૦ રૂપિયાના પુસ્તકો ૨૧૦૦ રૂપિયામાં લાવ્યો.ભૂતકાળમાં આ સંસ્થામાંથી મેં ખૂબ પુસ્તકો ખરીદ્યા છે.આમ પુસ્તક પ્રેમીઓ અને પુસ્તક રાખવા માંગતા લોકો માટે આ એક અત્યંત ઉત્તમ સંસ્થા સાબિત થાય છે. કર્દમ મોદી, પાટણ. ...

ધોળાવીરાનો પ્રવાસ

 ધોળાવીરાનો પ્રવાસ જમીનની અંદર ધરબાઈ ગયેલ એક પ્રાચીન નગર એટલે ધોળાવીરા.જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ ધોળાવીરા નગર જોવા માટે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સ્પેશિયલ ધોળાવીરા આવેલા. આપણે પણ ધોળાવીરા ફરજિયાત જોવું જોઈએ. અત્યંત સુંદર અને જોવાલાયક સ્થળ છે પરંતુ શૈક્ષણિક દ્રષ્ટિકોણથી. ધોળાવીરા એક સુઆયોજિત નગર તરીકે રૂપરેખાંકિત હતું, જે ત્રણ વિભાગો નું બનેલું છે. જેના નામ છે, રાજગઢ (કિલ્લો અને કિલ્લે બંધી), મધ્ય નગર અને નીચલા નગર, શરૂઆત માં લગભગ ૩૦૦૦ ઇ.સ. પૂર્વે માં કિલ્લે બંધી વાળું નાના નગરની વસાહત હતી, જેનો સંપૂર્ણ વિકાસ ૨૬૦૦ ઇ.સ. પૂર્વે માં થયો. નગર નો વિસ્તાર ૭૭૧.૧૦ મીટર (પૂ.-૫), ૬૧૬.૮૫ મીટર (ઉ.દ.) છે, જે કિલ્લે બંધી થી ધેરાયેલું છે. નિચલા નગર ને છોડી પ્રત્યેક પ્રભાગ ના પોતાના અલગ અલગ દુર્ગ પણ હતા. રાજગઢ તથા મધ્ય નગર ના વચ્ચે એ વિશાળ સમારોહ મૈદાન (૨૮૩ ૪ ૪૭.૫ મીટર) સ્થિત છે. ગઢ ના પૂર્વ તથા દક્ષિણ મા જળાશય સ્થિત છે. કુલ મળીને ૧૭ દ્વારો ના અવશેષ મળી આવેલ છે. જેમાંથી રાજગઢ નો ઉત્તર અને પૂર્વી દ્વાર સૌથી વિસ્તૃત છે. જેના નિર્માણમાં ચુના- પથ્થરનો ઉપયોગ થયેલ છે. કબ્રસ્તાન, જે...

ટ્યુશન ક્યાં મુકાય?

  શિક્ષણમાંથી હવે આપણો કોઈ છુટકારો નથી એટલે ના છૂટકે પણ આપણે આપણા બાળકોને સારા શિક્ષણ માટે ટ્યુશનને મુકવા જ પડે છે પરંતુ ટ્યુશન મૂકવા એ હવે એક ફોર્માલિટી બની ગઈ છે.આપણે ખરેખર વિચારવું જોઈએ કે બાળકોને કેવી જગ્યાએ ટ્યુશન મૂકવા જોઈએ.તેના અંગે મારા કેટલાક વિચારો પ્રસ્તુત છે. ૧ જ્યાં બાળકના ઘણા બધા મિત્રો ટ્યુશન જતા હોય ત્યાં ટ્યુશન ન મૂકવો જોઈએ. ૨ જે ટ્યુશનનું સ્થળ ઘરથી ઘણું દૂર હોય ત્યાં બાળકને ટ્યુશન ન મૂકવું જોઈએ. ૩ જ્યાં ઘણા બધા બાળકો ટ્યુશન આવતા હોય ત્યાં બાળકને ટ્યુશન ન મુકવો જોઈએ પરંતુ જ્યાં ઓછા બાળકો જતા હોય ત્યાં બાળકને ટ્યુશન મૂકવું જોઈએ. કારણ કે જો બાળકો ઓછા હશે તો જ શિક્ષક સારી રીતે ધ્યાન આપી શકશે. ૪  જ્યાં બાળકોને થોડું જીવનલક્ષી શિક્ષણ પણ આપવામાં આવતું હોય. ૫ જ્યાં ભણ્યા પછી બાળક ઘેર આવીને માતા પિતા સાથે ટ્યુશનની વાતો કરતું હોય કે આજે મને ટ્યુશનમાંથી શું નવું શીખવા મળ્યું. ૬ જ્યાં નાની મોટી શૈક્ષણિક પિકનિકો ગોઠવવામાં આવતી હોય. લેખક કર્દમ મોદી, M.SC.,M.Ed. પાટણ. 8238058094