યુદ્ધનું મેદાન કે જિંદગી ?
યુદ્ધનું મેદાન કે જિંદગી
યુદ્ધનું મેદાન થઈ ગઈ છે જિંદગી
ખુદાને પણ ક્યાં છે જરી શરમિંદગી
ઈશ્વરનો પણ વધે છે અહમ દોસ્તો
જેમ કરતા જાઓ તમે વધારે બંદગી
પુરુષાર્થની પણ એક હદ હોય છે યાર,
પ્રારબ્ધની આગળ ક્યાં જાય છેજિંદગી
દોડ્યા હતા અમે જીવ બચાવીને પણ
મરણ તરફ જ જઈ રહી હતી જીંદગી
ક્ષણભર પણ જો જીવવા મળ્યું હોત તો
ખરેખર દિલથી ગમી ગઈ હોત જિંદગી
કાળશિલ્પીએ સ્વયમ્ કર્યું છે ઘડતર મારું
દેલવાડાના દેરા સમી બની ગઇ છે જિંદગી
કર્દમ ર . મોદી,
પાટણ
કર્દમ મોદી પાટણ

Very power full and
ReplyDeleteexcellent