વાર્તા : થાળી વાટકા
વાર્તા : થાળી વાટકા
સ્મિતા...લોકર ની ચાવી ક્યાં છે..કડક શબ્દ માં ભાવેશ બોલ્યો...
સ્મિતા બોલી ..કેમ આજે લોકર ની ચાવી ની તમને જરૂર પડી...
એ તારો વિષય નથી...ચાવી ક્યાં છે...?
કેમ આજે સવારે અચાનક આવું ખરાબ વર્તન વ્યવહાર કરવા નું કારણ ?
એ તું સારી રીતે જાણે છે..સ્મિતા... હું ઘર ની નાની બાબત માં માથું મારતો નથી..પણ જે સૂચના મેં આપી હોય તેનું ઉલ્લંઘન હું ચલાવી લેતો નથી...તે તું જાણે છે...છતાં પણ તે...
પણ તેમાં શુ મોટું આભ તૂટી પડ્યું કે તમે તમારી પત્ની સાથે આવું વર્તન કરો છો...સ્મિતા બોલી
સ્મિતા કોઈ વ્યક્તી વિશે નો ઇતિહાસ ખબર ન હોય તો અયોગ્ય પગલાં ન લેવા જોઈએ
તું શું જાણે છે...મારી માઁ વિશે ?
તને મારી માઁ ના સ્વર્ગસ્થ થયા પછી હું તેની પીતળ ની થાળી વાટકો, અને ચમચી ભોજન દરમ્યાન વાપરતો હતો એ ગમતું ન હતું..
તું ક્યાર ની મને આ થાળી વાટકો ચમચી બ્રાહ્મણ અથવા ભંગાર માં આપવાની જીદ પકડતી હતી...
તારા સ્વભાવ અને નજર પ્રમાણે...મારી માઁ ની થાળી એઠી ગોબા વળી થાળી વાટકી કે ચમચી જ માત્ર હતા ..
આ બાબતે મેં તને ચેતવણી આપી હતી..તારે જે કરવું હોય તે કરજે પણ આ થાળી વાટકો કે ચમચી માટે કોઈ નિર્ણય લેતી નહિ..છતાં પણ તે એ થાળી વાટકો અને ચમચી...ભંગાર વાળા ને વેચી નાખ્યા?
તને મારી માઁ ની જૂની ગોબા વાળી થાળી પસંદ ન હોય તો તેના પહેરેલા જુના ઘરેણાં ઉપર પણ તારો અધિકાર નથી ...ચાવી આપ..એ ઘરેણાં હું કોઈ ગરીબ વ્યક્તિ ને આપી ..દઉ
સ્મિતા સામું જોઈ રહી...
અંદર થી મારો પુત્ર શ્યામ આવ્યો પપ્પા આટલા બધા કદી ગુસ્સે નથી થતા..કેમ આજે...?
મેં આંખ મા પણી સાથે કીધું..તારી દાદી..અને મારી માઁ ની એક યાદ, તારી માઁ એ ભંગાર માં વેચી નાખી...એ પણ મારી સ્પષ્ટ ના હોવા છતાં
પણ પપ્પા એ થાળી....
બેટા એ થાળી વાટકા ચમચી નો ઇતિહાસ તારે જાણવો છે....આજે તું અને મમ્મી મારી સાથે આવો....આજે મારે ઓફિસે નથી જવું....
હું શ્યામ અને સ્મિતા ને લઈ અમારા ગામડા તરફ કાર માં આગળ વધ્યો....
મેં ગામડા ના મંદિર પાસે...કાર ઉભી રાખી.....અંદર થી અમે નીચે ઉતર્યા...ત્યાં પૂજારી પંડ્યાદાદા દોડતા આવ્યા અરે ભીખા તું.....
મારી પત્ની અને મારો પુત્ર શ્યામ મારી સામે જોઈ રહ્યા..એક કોર્પોરેટ કંપની નો જનરલ મેનેજર જેનો
પગાર મહિને 2 લાખ રૂપિયા... તેને પૂજારી આ રીતે બોલાવે એતો સ્મિતા કે શ્યામ ને ખબર જ ન હતી...
હું.પૂજારી ને પગે લાગ્યો....
પૂજારી બોલ્યો ..બહુ મોટો વ્યક્તિ થઈ ગયો બેટા...
મેં કીધું આ બધું..આ પ્રભુ અને મારી માઁ ની.કૃપા છે...
અમે દર્શન કરવા મંદિર માં ગયા...
દર્શન.કર્યા પછી...પૂજારી એ કીધું જમ્યા વગર જવાનું નથી...
પૂજારી પંડ્યા દાદા..એ પૂછ્યું....બા કેમ સાથે ન આવ્યા ?
મારી ભીની આંખ જોઈ પંડ્યા દાદા સમજી ગયા.....
એ બોલ્યા.. બેટા...તારી માઁ ની અંદર ગજબ નો આત્મવિશ્વાસ હતો ભણી ભલે ઓછું હતી..પણ તારો ઉછેર વગર બાપે કર્યો..એ છતાં બાપે કોઈ માઁ ન કરી શકે...એવો હતો
પંડ્યાદાદા મારા પરિવાર સામે જોઈ બોલ્યા..આ ભીખલા નું સાચું નામ ભાવેશ છે..પણ ગામ.આખું તેને ભીખો કહી પ્રેમ થી બોલવતું..કારણ ખબર છે..?
શાંતાબાના ઘરે ત્રણ વખત ઘોડિયા બંઘાયા..પણ કોઈ પણ કારણ થી આ બાળકો નું મૃત્યુ થતું...ચોથી વાર..આ ભાવેશ આવ્યો..ત્યારે...તેની.માઁ શાંતાબા એ તેના લાબું આયુષ્ય માટે ચંપલ આખી જીંદગી ન પહેરવાની....
અને એક વર્ષ પાંચ ઘરે ભીખ માંગી ને ખાવા ની બાધા લીધી હતી....
સવારે માંગી ને ખાય ઘણી વખત પેટ પૂરતું ન પણ મળે...
રાત્રે તો એક સમય ખાધા વગર ખેંચી લેતા.....એક વર્ષ રોજ કોઈ ના ઘરે ભીખ માંગવા ઉભવું સહેલું નથી..એ પણ ભીખાલા ના લાબું આયુષ્ય માટે...
ઉનાળો શિયાળો, ચોમાસુ..ખુલ્લા પગે....ભીખલા ના લાબું આયુષ્ય માટે ફરતી એ માઁ નું સ્વપ્ન મારી નજર સામે પૂરું થયું.
થયું એવું....ભીખલો તો બચી ગયો પણ એક વર્ષ નો તેને મૂકી ને તેનો બાપ ટૂંકી બીમારી માં સ્વર્ગસ્થ થયો...શાંતાબા ઉપર આભ તૂટી પડ્યું..છતાં પણ તે હિંમત હાર્યા..નહિ....
ગામ ના કામ કરે ત્યારે ભાવેશ ને અહીં મંદિર મા વાંચવા માટે મૂકી જાય... ગામ આખા ના કામ કરી અહીં આવે ત્યારે ...શાંતાબા થાકેલા હોય પણ મન માં દ્રઢ વિશ્વાસ.. મારા ભાવેશ ને મોટો સાહેબ બનાવવો છે...
શાંતાબા ને હું મારી બેન જ માનતો....
મારી આંખો માંથી અવિરત આંસુ વહી રહ્યા હતા...
મારો પુત્ર પણ દાદી ની વાતો સાંભળી...રડી પડ્યો...મારી પત્ની સ્મિતા હાથ જોડી બોલી....ભાવેશ મને માફ કર.... માઁ ને સમજવા માટે દસ અવતાર ઓછા પડે....એ પણ રડી પડી....અને બોલી...ફક્ત સાંભળી ને આટલું દુઃખ થાય એ જનેતા એ વેઠયું હશે ત્યારે કેવું દુઃખ થયું હશે
ભાવેશે ચેક બુક કાઢી...
પંડ્યાદાદા એક કામ કરવાનું છે...
બોલ બેટા.... તું પાછો કયારે દેખાવાનો..
દાદા વર્ષો થી મારી એક ઈચ્છા હતી...એ અચાનક આજે પુરી કરવાનો અવસર મળ્યો છે
આ મંદિર ની છત્ર છાયા માં તમારી દેખરેખ નીચે હું ભણ્યો..હતો....આ બે ચેક એક એક લાખ ના છે..એક મંદિર નો બીજો તમારો
અરે બેટા....
અરે દાદા હવે અગત્ય નું કામ...
મારી માઁ જે પાંચ ઘરે માંગી ને મારા માટે ખાતી..એ પાંચ ઘર મને તમે બતાવો...મારી સાથે કાર માં બેસી જાવ...
પંડ્યાદાદા એ પાંચ ઘર બતાવ્યા..એ દરેક વડીલો ને પગે લાગી..એક એક લાખ ના ચેક દરેક વ્યક્તિ ને આપી તેમનો દિલ થી મેં આભાર માન્યો...
રસ્તા માં પંડ્યા દાદા કહે બેટા...વાસ્તવ માં લોકો બારમું તેરમું અસ્થિ વિસર્જન માઁ બાપ ના મોક્ષ માટે કરતા હોય છે...પણ તે તારી માઁ ને આજે ઋણ મુક્ત કરી છે..તેનો મોક્ષ નક્કી
ધન્ય છે બેટા તારા જેવા સંતાન દરેક ના ઘરે થજો...
મંદિરે પંડ્યા દાદા ને ઉતારી અમે પાછા ઘર તરફ રવાના થયા....
અમારા ઘર પાસે વાસણ ની દુકાન પાસે સ્મિતા એ કાર ઉભી રખાવી...તે અંદર ગઈ થોડા સમય પછી એ બહાર આવી ત્યારે..તેના હાથ માં મારી માઁ ના જુના થાળી વાટકી અને ચમચી હતા...
સ્મિતા એ મારા હાથ માં.મુક્તા બોલી...આ દુકાને મેં કાલે વેચ્યા હતા આજે ફરી ખરીદી લીધા...
જો આ થાળી નો સેટ વેચાઈ ગયો હોત તો હું મારી જાત ને આખી જીંદગી માફ ન કરત...ભાવેશ મને માફ કર...આ થાળી ની તાકાત સમજવા માટે હું નબળી અને નાની પડી
સ્મિતા હું માફ કરનાર કોણ...મેં તો ફક્ત લાગણી ના સંબધો કેટલા ઊંડા હોય છે..તે સમજાવવા તને પ્રયત્ન કર્યો.ચલ કાર માં બેસ...
બેસું પણ એક શરતે.. મારા પાપો નું પ્રયશ્ચિત રૂપે હવે થી હું આ થાળી માં રોજ જમીશ...મંજુર...સ્મિતા બોલી
ભાવેશ...બોલ્યો સ્મિતા તને તારી ભૂલ સમજાઈ એ મારા માટે ઘણું છે.. તું જમે કે હું જમુ એ અગત્ય નું નથી...
આવી આદર્શ કોઈ પણ વ્યક્તિ હોય તેને જીવતા અને તેમના ગયા પછી પણ આદર આપવો એ આપણી ફરજ બને છે.
બાકી સ્મિતા પ્રેમનું બંધન એટલું પાક્કું હોવું જોઈએ, કે કોઈ તોડવા આવે તો એ પોતે જ તૂટી જાય ....
(સંકલિત )
Comments
Post a Comment