શ્રેષ્ઠ શિક્ષક

આજનો શ્રેષ્ઠ શિક્ષક :

શ્રેષ્ઠ શિક્ષક કોને કહેવાય એ આપણે સૌ જાણીએ છીએ. જે પોતાનો વિષય સારામાં સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવી શકે તેને આપણે સારા શિક્ષકમાં ગણીએ છીએ. પરંતુ આજે કોરોનાના સંક્રાંતિકાળમાં શ્રેષ્ઠ શિક્ષક ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે તમે સારામાં સારા વિષય નિષ્ણાંત હો કે વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવતા હોય એ બાબતો મહત્વની રહી નથી. તમે શિક્ષક હોવા  ઉપરાંત બીજું પણ ઘણું બધું હોવા જોઈએ. તો આજના સમયમાં કેવા શિક્ષકને સારા શિક્ષક કહી શકાય, તેની ખાસિયતો જુઓ.

હવે તમે શિક્ષક હોવા ઉપરાંત

1)અમિતાભ બચ્ચન: તમારે કેમેરાની સામે ઉભા રહી અને સારામાં    સારા શિક્ષક છો એવો અભિનય કરવાનો છે.

2)સુભાષ ઘાઈ: તમારે જાતે કેમેરા અને ટેબલનો જુગાડ કરી જાતે   
    સ્ટુડિયો ઊભો કરવાનો છે.

3)સામ પિત્રોડા: તમને zoom એપ્લિકેશન અને મોબાઇલ ને લગતું 
    ઊંડું  જ્ઞાન પણ હોવું જોઈએ મતલબ કે તમે સારામાં સારા
     ટેકનોક્રેટ હોવા જોઈએ.

4) વિષય નિષ્ણાત: પોતાના વિષયના તમે સારામાં સારા શિક્ષક   હોવા જોઈએ કારણકે બધા(વાલી અને ઈન ) તમારો તાસ જોવાના છે.

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા