વમળના ઉંડાણ

વાર્તા:-  વમળના ઊંડાણ
            ચંદ્રકાન્ત જે. સોની
                     મોડાસા
"દાદા મારા બૂટને પૉલીસ કરી આપો ને.."
"સ્કુલ યુનિફોર્મને ઈસ્ત્રી પણ'
દાદાને પૌત્રના આવા હળવા કામનો આનંદ હતો..જિંદગી માં કદી પોતાના કપડાને ઈસ્ત્રી  કે ફબૂટને પૉલીસ ન કરનાર ,  દાદા , પોતાને આવડે એવી ઈસ્ત્રી કે પૉલીસ કરી પણ નાખે..હસતાં હસતાં... મજાથી..સંતોષથી..
પણ એક દિવસ આ નાનકડા બૂટને પૉલીસ કરી રહેલા દાદા પાસે પુત્રવધુ સુલોચનાએ બે ચાર જોડ પગરખાં નો ખડકલો કરી દીધો, પૉલીસ કરવા માટે તે તેમને કઠ્યુ....બોલ્યા વિના પૉલીસ તો કરી પણ ...અનિચ્છાએ....
પછીતો આ, આખી જિંદગી સ્વમાનભેર જીવેલા ,ઑફિસ સુપ્રિટેન્ડ જનકરાય જોગાણી...ની નિવૃત્તિ ની હળવાશ આવા કામોની કડવાસમાં ધીરેધીરે જોતરાતી ચાલી....
"પપ્પા.. પેલી નળની ચકલી બંધ કરતા આવજો થી માંડીને વૉશિંગમશીનનુ પાણી છોડવુ,..છાપુ વાળીને મૂકવુ....બજારમાં થી શાકભાજી લાવવા ,ધોબીના ત્યાં થી કપડાં લાવવા.... આમ ધીરે ધીરે કદી નકરેલી પ્રવૃત્તિઓ ની હારમાળા વધતી ચાલી....તે વધતી રહી..
રાત્રે પથારીમાં સૂતા સૂતા જનકરાયનુ મન વિચારે ચઢી જતુ...એમને મૃત પત્નીની બધી વાતો યાદ કરતાં આંખ ભરાઈ આવતી....કલ્યાણી બેનના મીઠા ઠપકા યાદ કરતાં ડૂસકું ભરાઈ જતું..."તમે પૉલીસ કરશો?,તમે ઈસ્ત્રી કરશો? તમને શાક લાવવામાં શી ખબર પડે? તમ તમારે બેસો,  ઑફીસમાં કેટલુ કામ રહેતુ હશે...ઘેર તો આરામ કરો..." અને આમ આખી જિંદગી ,ઘરના કોઈ કામમાં એમનો કોઈ ફાળો નહીં... બસ..એ ભલા..એમની ઑફીસ ભલી અને...ઘેર આરામ જ આરામ..
"કલ્ચાણી,તે મને આળસુ બનાવી ના દિધો હોત તો આજે મને આવા નાનાનાના કામ કરવામાં નાનમ ન લાગત....પણ ક્યાં તેં મને એકેય કામ કરવા દિધુ,? આજે તુ હોત તો ,તારાથી ના થઈ શકતુ હોત, તો પણ તારી જાત ખેંચી ખેંચી ને તેં કામ કર્યું હોત....મને ક્યાં ય હાથ અડકારવા ના દિધો હોત....ગાંડી, તેં મારી ખાતર આખી જાત ઘસી નાખી હોત...."અને પથારીમાં પડ્યા પડ્યા આવેલું ડૂસકું દબાવી દેતા.....
ઑફિસ સુપ્રિટેન્ડન્ટ જનકરાયની નિવૃત્ત થવાના બે વર્ષ પહેલાં કલ્યાણીબેન ટૂકી માંદગી માં તેમનો સાથ છોડી ગયા,  ત્યારે એટલુ બધુ નહોતુ લાગી આવ્યુ, જેટલુ આજે તેમની ગેર હાજરીમાં  તેમને લાગી આવતુ...
 જનકરાયની દિકરી વૃંદા  કૉલેજ ના છેલ્લા વર્ષમાં હતી અને  કલ્યાણીબેન  ...જતા રહ્યાં
મોટો દિકરો પુનરવા,   તેની પત્ની સુલોચના સાથે બેન્ગલોર સેટ થઈ ગયો  
વૃંદા ના લગ્ન પછી, નિવૃત જનકરાય  સાવ એકલા પડી ગયા..અને જીવનના શેષ વર્ષો દિકરા સાથે ગુજારવાના ઈરાદે ,બેન્ગલોર આવ્યા ત્યારે જીવનના સાચા ચઢાવ ઉતારનો તેમને અનુભવ થયો....ઑફિસ  સુપ્રિટેન્ડન્ટ ની માન મરતબા વાળી જીંદગી જીવનાર જનકરાય પર ધીરે ધીરે વધતી ઉંમર સાથે, કદી ય ન કરેલા કામનો બોજ લદાતો ગયો ત્યારે તેમને કલ્યાણીબેનની ખોટનો અહેસાસ થયો...
પણ હવે, એકના એક દિકરા સાથે, કોઈ પણ દાદ ફરિયાદ વગર શુષ્ક જીવનના વધેલાઘટેલા દિવસો પસાર કર્યા વિના છુટકો ન હતો..કારણ કે હવે તેમની મૂડી, કલ્યાણીબેનની યાદો...અને એકની એક દિકરી વૃન્દાના જીવનમાં સુખ સિવાય શેષ કશુ ન હતુ..
         પણ એક કારમો ઘા તેમની રહીસહી જીંદગી ના વમળના ઉંડાણમાં લઈ જઈ તેમને ડુબાળી  ને જ જંપ્યો...અને તે ઘા હતો વૃન્દાના વૈધવ્યનો!
વૃન્દાના લગ્નના એક જ વર્ષમાં તેના પતિ નિકુંજ નુ રોડ અકસ્માતમાં મૃત્યુ....
યુવાન વિધવા દિકરી પર ખડકાયેલા દુઃખ ના ડુંગર પરથી ,તેને જનકરાય પોતાના ઘેર લઈ આવ્યા તો ખરા..પણ..દિકરા પુનરવા અને સુલોચનાની મરજી વિરૂધ્ધ....પોતાની ઉંમરની ઢળતી સાંજ....અને યુવાન વિધવા દિકરીના જીવનની કાળમીંઢ રાત વચ્ચે... પુનરવા અને સુલોચનાનુ મોં ફેરવી લેવાનુ વલણ આ દુઃખ ના વમળોનુ  ઉંડાણ વધારતુ રહ્યું
એક રાત્રે આ વમળના ઉંડાણમાં ઉંડેને ઉંડે ઉતરી રહેલા જનકરાયનો જીવન દીપ.. બુઝાઈ ગયો ત્યારે વૃન્દાનુ આક્રંદ કરતુ રૂદન દરેકની આંખને ભીની કરી રહ્મુ...
"એ...પપ્પા... રોજ ઑફીસ જતાં મને તમે "જય શ્રી કૃષ્ણ કહેતા...આજે મને બોલ્ચા વિના ચુપચાપ કેમ જાઓ છો?..મને છેલ્લી વખતનુ "જય શ્રીકૃષ્ણ તો કહો...પપ્પા ઉભા રહો, મને જય શ્રીકૃષ્ણ કહીને જાવ, પપ્પા.. ઓ..પપ્પા.." અંતિમ ક્રિયા માટે આવેલા તમામથી ડુસકા ભરાઈ ગયા..... પપ્પા વગરના પોતાના અંધકાર મય જીવનનો વિચાર કરવામાં ને કરવામાં આ અનાથ જેવી બની ગયેલી વૃદા,પાગલ થઈ ગઈ..ભાઈ ભાભીને..ન સાચવવાનુ બહાનુ મળી જતાં થોડા દિવસમાં કોઇ સેવાભાવી પાગલખાનામાં તેમણે તેને દાખલ પણ કરી દીધી... ્
       પાગલખાનાની  મુલાકાતે આવેલા ડૉ.ભટ્ટાચાર્ય અને ડૉ.સુકેતુ શર્મા જ્યારે આ વૃન્દાના વૉર્ડ આગળથી પસાર થઈ રહ્યા હતા,ત્યાં જ વૃન્દાનુ આક્રંદ ભર્યું રૂદન સાભળી ડૉ.ભટ્ટાચાર્ય ના પગ થંભી ગયા. ."એ પપ્પા...મને જય શ્રીકૃષ્ણ તો કહીને જાવ....એ પપ્પા મને જય શ્રીકૃષ્ણ તો કહો...બોલતી જાય અને દર્દભર્યુ આક્રંદ કરતી જાય,,બે ઘડી તો પાષણ પણ પિગળી જાય એવુ એનુ આક્રંદ...
        ડૉ.ભટ્ટાચાર્ય માનસિક રોગોના નિષ્ણાત ડૉકટર..... વૃન્દાને તે તાકી રહ્યા...તેના આક્રંદે તો તેમને પ

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા