એક છોકરી

સાંભળેલી વાતો હતી,ખોટી થઈ ગઈ
એક છોકરી અચાનક મોટી થઈ ગઈ

છોકરીને  શું  એ  તો  દોડતી  ને  કુદતી
ગામ આખાને હિલોળે ચડાવતી  ગઈ

પતંગની જેમ એ નજરોને પણ  ઉડાડે
કેટકેટલાયના ખ્વાબોને કપાવતી ગઈ

 અલ્યા આમથી આવશે કે તેમથી જશે
 વાત પર આટલી,શરતો લગાવતી ગઈ

કોના છે ભાગ્યને કોને નિસાસા ભાઇઓ
 વિધિની વાતને હોઠમાં છુપાવતી ગઈ

કુદરતની લીલાનો પરચો આ છોકરી
પ્રેમના ઝરણાને પળમાં રેલાવતી ગઈ

કર્દમ મોદી
પાટણ.

Comments

Post a Comment

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા